SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૬ ૩૮૯ સિદ્ધિ, દ્યુતિ બળ, વેષભૂષા અને પરિવાર સાથે એ યાન વિમાનની સવારીમાં જોડાયેલાં હતાં : આ રીતે વિમાનના સ્વામી સૂર્યાભદેવની આગળ પાછળ અને બન્ને બાજુએ અનેક દેવ દેવીઓ ગોઠવાએલાં હતાં અને એ યાન વિમાન એ બધાંને ઉપાડી વેગબંધ ગાજતું ગતિ કરતું હતું. [૧૭] એ રીતે સજધજ થએલો સૂર્યાભદેવ, પોતાના એ દિવ્ય ઠાઠમાઠને બતા વતો બતાવતો સૌધર્મકલ્પની વચ્ચે થઈને નીકળ્યો, અને સૌધર્મકલ્પથી ઉત્તરમાં આવેલા નીચે આવવાના-નિર્માણમાર્ગ તરફ તેણે પોતાના એ યાન વિમાનને હંકાર્યું. તે એ નિર્માણમાર્ગને પહોંચતાં લાખ યોજનની વેગવાળી ગતિથી ઝપાટાબંધ ભારતવર્ષ તરફ આવવા લાગ્યો. આ તરફ આવતાં આવતાં તેને અસંખ્ય દ્વીપો અને સમુદ્રો ઉલ્લં ઘવા પડયા. એ રીતે વેગબંધ ગતિ કરતો એ સૂભદેવ નંદીશ્વર દ્વીપ સુધી આવી પહોંચ્યો અને ત્યાં અગ્નિકોણમાં આવેલા રતિકર પર્વત પાસે આવી લાગ્યો. આ તિ કર પર્વત પાસે આવીને એ સૂભદેવે પૂર્વે વર્ણવેલી પોતાની દેવમાયા સંકેલી લીધી અને જંબુદ્રીપના ભારતવર્ષમાં પહોંચવા જેવી સાધારણ વ્યવસ્થા કરી લીધી. હવે તે, રતિકર પર્વતથી જંબૂદ્વીપ ભણી આવવાના માર્ગે પોતાના યાન વિમાનને હંકા૨વા લાગ્યો અને તુરતમાંજ ભારતવર્ષમાં પહોંચ્યો. ત્યાં પહોંચી તેણે આમલકપ્પાનો રસ્તો લીધો અને ઝપાટામાંજ આમલકપ્પાના અંબસાલવણ ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર ઊતર્યા છે ત્યાં આવી લાગ્યો. ત્યાં આવતાંજ તેણે એ દિવ્ય યાન વિમાન સાથે શ્રમણભગવાનમહાવીરની ત્રણ પ્રદક્ષિણા કરીઅને ભગવાનથી ઉત્તર પૂર્વના ભાગમાંતેણે એ યાનવિમાનને ધરતીથી ચાર આંગળ અધર રાખી ઊભું રાખ્યું. મોટા પરિવાર વાળી પોતાની ચાર પટ્ટરાણીઓ, ગાંધર્વોનું અને નાટકીયા ઓનું ટોળું એ બધા સાથે એ સૂર્યભિદેવ એ યાન વિમાન ઉપરથી ઊતરી નીચે આવ્યો. ત્યારબાદ સૂયભિદેવના ચાર હજાર સામાનિક દેવો અને એ યાન વિમાનમાં આવેલા બીજા બધા દેવો અને દેવીઓ ક્રમશઃ નીચે આવ્યાં. એવા મોટા પિરવારથી વીંટાએલો સૂર્યાભદેવ, પોતાની સર્વ પ્રકારની દિવ્ય ઋદ્ધિ સાથે, દેવવાઘોના મધુર ઘોષ સાથે ચાલતો ચાલતો શ્રમણ ભગવાન મહાવીર તરફ આવ્યો, ત્રણ પ્રદક્ષિણા કરી, વાંદી, નમી તેમને વિનયનમ્ર રીતે કહેવા લાગ્યો : [૧૮] “હે ભગવન્ ! હું સૂભદેવ મારા સકલ પરિવાર સમેત, આપ દેવાનુ પ્રિયને વંદન કરું છું, નમન કરું છું અને આપની પર્યુપાસના કરું છું.” શ્રમણ ભગવાન મહાવીરે સૂભદેવને આ પ્રમાણે કહ્યું : “હે સૂર્યાભ ! એ પુરાતન છે, હે સૂર્યાભ ! એ જીત છે, હે સૂભિ ! એ કૃત્ય છે, હે સૂભિ ! એ કરણીય છે, હે સૂર્યભ ! એ આચરાએલું છે અને હે સૂર્યાભ ! એ સંમત થએલું છે કે “ભવનપતિના, વાનસ્યંતરના, જ્યોતિષિકના અને વૈમાનિક વર્ગના દેવો અરહંત ભગવંતોને વાંદે છે, નમે છે, અને પછી પોતપોતાનાં નામ ગોત્રો કહે છે,’ તો હે સૂર્યાભદેવ ! તું જે કરે છે તે પુરાતન છે સંમત થએલું છે.” [૧૯]શ્રમણ ભગવાન મહાવીરનું કથન સાંભળી સૂર્યાભદેવ બહુ હર્ષિત થયો, પ્રફુલ્લ થયો અને ઘણોજ સંતુષ્ટ થયો; પછી તેમને વાંદી નમી તેમનાથી બહુ નજીક નહિ, તેમ બહુ દૂર નહિ, એવી રીતે બેસી તે સૂભદેવ તેમની શુશ્રુષા કરતો સામો રહી વિનય પૂર્વક હાથ જોડી શ્રમણ ભગવાન મહાવીરની પર્યાપાસના કરવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy