________________
૨૫૨
પહાવાગરણ- ૧/૧/૭ પારાપત, કીવ, પીપી શબ્દ બોલનાર, શ્વેત હંસ, પગ અને મ્હોં કાળાં હોય તેવા હંસ ભાસ કુલી કોસ ક્રૌંચ, દગતુંડ, ઢેલ, સુઘરી, કપીલ પીંગળાક્ષક, કારંડવ, ચક્રવાક, ઉક્કોસ, ગ૭, પંગુલ પોપટ, કળાવાળો મોર, કાબરી, નંદમાણકર નંદીમુખ કોરંગ, ભીંગારક, કોણાલય, જીવજીવક, તેતર વર્તકા, લાવો, કપીંજલ, હોલા, કાગ, પારેવા, ચિડી ઢંક, કુકડા, મેસર, નાચનારા મોર, ચકોર, હયપુંડરીક, કરંકરક, સીંચાપા, કાગડ, વિહંગ, મેણાસી, ચાસ વડવાગોળ, ચામાચીડીયાં, વિતતપંખી, એ વેગેરે ખેચર
જલચર, સ્થલચર, ખેચર અને પંચેન્દ્રિય પશુના સમૂહને હણે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોને હણે વિવિધ પ્રકારના જીવો જેમને પોતાનું જીવિત વહાલું છે અને મરણનાં દુઃખથી ત્રાસે છે. એ બિચારા રાંક જીવોને દૂર કર્મી હણે છે.
તેઓ એ પ્રાણીઓને જે જે કારણે કરીને હણે છે, તે કારણો નીચે મુજબ છે : ચામડાં, ચરબી, માંસ, મેદ લોહી, જમણા પાસની ગાંઠ, ફેફસાં, મગજ, હૃદયનું માંસ, આંતરડાં, પિત્ત, ફેફસાં દાંત, હાડકાં, હાડકાંનીઅંદરની મજ્જા, નખ, આંખ, કાન, નાક, નાડી, શીંગડાં, દાઢ, પાંખ, વિષ, હાથીદાંત, અને વાળને માટે પંચેન્દ્રિય જીવને હણે છે. ભ્રમર મધુકર વગેરે ચૌરેન્દ્રિય જીવના સમૂહના મધુરા રસમાં ગૃદ્ધ થએલા ચૌરેન્દ્રિય જીવોને હણે છે. તેવીજ રીતે શરીરના રક્ષણને અર્થે, ઉંઘને અર્થે રાંક તેન્દ્રિય જીવો ને હણે છે. વસ્ત્રને અર્થે કીડા વગેરેને,ઘરને અર્થે બેઈન્દ્રિય જીવો સાથેની માટીને, તેમજ વિભૂષણને અર્થે બેઈન્દ્રિય જીવોને, એ રીતે અનેક કારણોને માટે અજ્ઞાની જીવો બેઈન્દ્રિયાદિ ત્રસ જીવોને હણે છે.
એ સિવાય એકેન્દ્રિયને આશ્રયે રહેલા ત્રસ જીવોને તથા ત્રસ જીવોને આશ્રયે રહેલા એકેન્દ્રિય જીવોને પણ તેઓ અનેક કારણને લીધે હણે છે. તે બિચારા એકેન્દ્રિય જીવો રક્ષણરહિત છે, શરણરહિત છે, અનાથ છે, બાંધવાદિરહિત છે, કર્મરુપી સાંક ળથી બંધાયેલા છે, અકુશલ પરિણામવાળા છે, મંદબુદ્ધિ લોકો જેમને જાણતા નથી એવા છે. એ જીવો પૃથ્વીકાયના જીવો છે તથા પૃથ્વી કાયને આશ્રયે રહેલા જીવો છે, પાણીના જીવો છે તથા પાણીને આશ્રયે રહેલા જીવો છે. અગ્નિ ના જીવો છે, વાયુના જીવો છે, તૃણ-વનસ્પતિના જીવો છે તથા તેને આશ્રયે રહેલા જીવો છે. તે જીવો એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે અને તેમનો આહાર પણ એકેન્દ્રિયનો છે. એવા ત્રસને તેઓ હણે છે. ત્રણ જીવો એકેન્દ્રિયાદિનો જે આહાર કરે છે તેના સરખાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શરીર, રુપ અને સ્વભાવ પરિણમે છે. બે આંખે દેખાય નહિ તેવા તથા આંખે દેખાય તેવા ત્રસકાયના અસંખ્યાત જીવો છે. તેમજ સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક, સાધારણ અને અનંત કાયાદિક જીવોને તેઓ હણે છે. આ સ્થાવર જીવો વિવેક રહિત, સુખદુઃખના જાણવાવાળા છે. આ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવોને તે લોકો હણે છે.
ખેતી, વાવ, ક્યારા, કૂવા, તળાવ, માટીખાણ, ખાઈ, વાડી, ક્રીડાનાં સ્થાન, પગલાં, ગઢ, બારણાં, કોઠા, માર્ગ, તથા પગથીયાં, મહેલો, તેના બાગો, ભવન, ગૃહ, ઘાસના કુબા, પર્વત ઉપરનાં ગૃહ, હાટ, પ્રતિમાનું સ્થાનક, દેવમંદિર, ચિત્રસભા, પરબ, દેવનાં સ્થાનક, તાપસાદિકનાં સ્થાનક, ભોંયરાં અને માંડવા, તેમજ વાસણ, ઘરનાં રાચર ચીલાં, એ વગેરે અનેક પ્રકારનાં કારણો એ મંદ બુદ્ધિવાળાઓ પૃથ્વીકાયની હિંસા કરે છે. સ્નાન, પાન, ભોજન, વસ્ત્ર ધોવાં, શૌચ આદિને કારણે મંદ બુદ્ધિવાળાઓ અપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org