SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવાર, અધ્યયન-૧ ૨૫૭ કાયની હિંસા કરે છે. રાંધવું. રંધાવવું. અગ્નિ સળગાવવા. દીવો વગેરે કરવા, ઈત્યાદિ કારણે અગ્નિકાયની હિંસા કરે છે. ઝાટકવું, વીંજણો વીંજવો, બેપડો મોરપીચ્છ ફેરવવી, મુખે ઉચ્ચાર કરવો, તાલોટા વગાડવા સાગપત્ર ફરકાવવું, વસ્ત્ર આદિના વાયુ ઢોળવો ઈત્યાદિથી વાયુકાયની હિંસા કરે છે. ઘર, હથી યાર, અન્ન, શય્યા, આસન પાટિયું, સાંબેલું, ખાંડણીઓ, વીણા પટહ અતોદ્ય વહાણસ વાહન, મંડપ, નાના પ્રકારનાં ભવન, તોરણ, કાષ્ટ-પાષાણનાં દહેરાં, જાળી, અર્ધ ચંદ્રાકાર પગથીયા, બારસાખ ચંદ્રશાળા, વેદિકા, નીસરણી, હોડી, નગારી, ખુંટા, પરબ- આશ્રમ, સુગંધદાયક પદાર્થ પુષ્પમાળા, અંગવિલેપનના પદાર્થો, વસ્ત્રો, ધુસરું, હળ, પાત્ર, રથ, પાલખી, ગાડાં, યાન, ગઢના કોઠા, ગઠની અંદરનો માર્ગ, બારણાં, પોળ, આગળો, રહેંટ, શુળી, લાકડી, મુસંઢિ હથી યાર ઈત્યાદિ ઘણાં કારણોને માટે ઉપર જણાવ્યા તે તથા બીજાં સત્વવાળાં તથા સત્વ વિનાનાં વૃક્ષોના સમૂહ ઈત્યાદિ વનસ્પતિકાયની હિંસા અતિમૂઢ અને દારુણ મતિવાળા ઓ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોકવડે, વેદને માટે, જીવિતને અર્થે. કામભોગને અર્થે, ધનને અર્થે અને ધર્મ નિમિત્તે કરે છે. વળી તેઓ સ્વવશ રહેલાને, પરવશરહેલાને પોતાને અર્થે,પરઅર્થે.ત્રસ પ્રાણી અને સ્થાવરએકેન્દ્રિયાદિકને હણેછે. તે મંદ બુદ્ધિવાળાઓ સ્વવશપણે તેમ પરવશપણે અને બેઉ પ્રકારે હિંસા કરે છે. તેઓ પોતાને અર્થે. પરને અર્થે અને બેઉને અર્થે હિંસા કરે છે. તેઓ હાસ્યપૂર્વક, વૈરપૂર્વક અને રતિ ઉપજાવવા અર્થે તેમજ એ ત્રણને અર્થે, હિંસા કરે છે. તેઓ ક્રોધ કરીને, લોભે કરીને અને અજ્ઞાનપણે કરીને તેમજ એ ત્રણે કરીને હિંસા કરે છે. ધનોપાર્જનને અર્થે. ધર્મ નિમિત્તે, કામ-ભોગને અર્થે તેમજ એ ત્રણેને અર્થે તેઓ હિંસા કરે છે. [૮]આ બધી હિંસા કોણ કરે? સુઅરનો શિકારી કરમચ્છીમાર પારધી વાગરો ચરી, બાંધવા ઉપાયો કરનાર ત્રાપા પર બેસીને જાળ નાંખનાર બાજ પક્ષી, લોહનાં સાધનો, ડાભના પાસલા, કુંડી, બકર વગેરે શિકારનાં સાધનો, અને પાપી સેવકોને પણ તે ચાંડાલો પોતાના હાથમાં રાખે છે. વનચરવ્યાધ મધ એકઠું કરનારા, બાળ હત્યારા, મૃગોના પોષક, સરોવર-દ્રવ-નદી-તળાવ-નાનું તળાવ વગેરેને ગાળનારા, તેને વિશેષ ઉંડા કરનારા, પ્રવાહને બાંધનારા, પાણીને વહેવડાવી નાંખનારા, કાળકૂટ જોર અને સામાન્ય વિષ આપી હિંસા કરનારા, ઘાસ તથા ખેતર વગડાને અગ્નિ લગાડી નિર્દયતાથી બાળનારા, અને દૂર કર્મ કરનારા, મ્લેચ્છ જાતિના લોકોઃ આ પ્લેચ્છ જાતિના લોકો ક્યા ક્યા દેશના વાસી છે? સકક, યવન, સંવર, બર્બશ, કાય, મુરડ, ઉડ, ભડગ દેષ ભિત્તિય, એકુણીક, કુલાક્ષ, ગોડ, સિંહલ, પારસ, કચ, અંધ, દ્રવિડ, ચિલ્લલ, પુલિંદ, આરોસ, ડોંબે, પોકકણ, ગંધહારક, બહલીક, જલ, રોમ, મોસ, બકુશ, મલય, ચુંબક ચુલિક, કોંકણકે, મેદ, પલ્લવ, માળવ, મગર, આભાષિક અનક્ષ ચીન,હલાસિક,ખસ, ખાસિક નેધર, મહારાષ્ટ્ર, મુષ્ટિક, આરબ, ડોવિલક, કુહણ, કેકય, હુણ, રુકડ, મગ અને ચિલાક એ દેશના વાસીઓ પાપમતિ છે. તેઓ જલચર, સ્થળચર, નખવાળાં પ્રાણીઓ, સંપાદિ, ખેચર સાળસા જેવા મુખવાળાં પંખીઓ, સંજ્ઞી પ્રાણીઓ, અસંગ્લી પ્રાણીઓ, પતિા જીવો વગેરેની અશુભ લેશ્યા અને દુષ્ટ પરિણામે કરીને હિંસા કરે છે. એ પ્રાણીહિંસા કરનારાઓ હિંસા કરવાને સામા ચાલીને જાય છે. તેઓ પાપ ઉપર રુચિવાળા, પ્રાણવધ કરીને આનંદ માનનારા જીવહિંસાને અનુષ્ઠાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy