________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧
૪૩ ત્યારે હે મેઘ ! તું તે ઉત્કટ યાવતું દુસ્સહ વેદનાને ત્રણ રાત્રિ-દિવસ સુધી ભોગવતો રહ્યો. અંતમાં સો વર્ષના પૂરા આયુષ્યને ભોગવીને જંબૂદ્વીપ નામક દ્વીપમાં ભરત વર્ષમાં રાજગૃહ નગરમાં શ્રેણિક રાજાની ધારિણી દેવીની કુક્ષીએ કુમારના રૂપમાં ઉત્પન્ન થયો.
[૩૮] ત્યાર પછી હે મેઘ ! તું અનુક્રમથી ગર્ભવાસથી બહાર આવ્યો તારો જન્મ થયો. બાલ્યાવસ્થાથી મુક્ત થયો અને યુવાવસ્થાને પ્રાપ્ત થયો. ત્યારે મારી પાસે મુંડિત. થઇને ગૃહવાસથી મુક્ત થઇને અણગાર થયો તો હે મેઘ ! તું જ્યારે તિર્યંચયોનિ પર્યાયને પ્રાપ્ત હતો. અને જ્યારે તને સમ્યકત્વ રત્નનો લાભ પણ થયો ન હતો, ત્યારે પણ તે પ્રાણીઓની અનુકંપાથી પ્રેરિત થઈને યાવતુ પોતાનો પગ અધર જ રાખ્યો હતો, તો પછી હે મેઘ ! આ જન્મમાં તો તું વિશાળ કુળમાં જન્મેલો છે. તને ઉપ ઘાતથી રહિત શરીર પ્રાપ્ત થયું છે. પાંચે ઈન્દ્રિયોનું તે દમન કરેલ છે. અને ઉત્થાન, બળ, વીર્ય, પુરુષ કાર અને પરાક્રમથી યુક્ત છે. અને મારી પાસે મુંડિત થઇને ઘરવાસ ત્યાગીને અણગાર બન્યો છે તો પણ પહેલી અને પાછલી રાત્રિના સમયે યાવતું રજકણોથી તારૂં શરીર ભરાઈ ગયું તેને તું સમ્યક પ્રકારથી સહન ન કરી શક્યો ? ક્ષુબ્ધ થયા વિના સહન ન કરી શક્યો? અદીન ભાવથી તિતિક્ષા ન કરી શક્યો?અને શરીરને નિશ્ચલ રાખી સહન ન કરી શક્યો?
ત્યાર પછી મેઘ કુમાર અણગારને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી આ વૃતાંત સાંભળી, સમજીને શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયના વિશુદ્ધ થતી વેશ્યા
ઓ અને જાતિસ્મરણને રોકનાર જ્ઞાનાવરણના ક્ષયપ શમના કારણે ઈહા, અપોહ, માણ, અને ગવૈષણા કરતા થકા સંશી જીવોને પ્રાપ્ત થનાર જાતિસ્મરણ પ્રાપ્ત થયું તેથી મેઘમુનિએ પોતાનો પૂર્વોક્ત વૃતાંત સમ્યક પ્રકારે જાણી લીધો. તેથી તેને દ્વિગુણિત સંવેગ પ્રાપ્ત થયો. તેનું મુખ આસુ ઓથી ભરાઈ ગયું. હર્ષના કારણે મેઘ ઘારાથી આહત, કદંબ પુષ્પની જેમ તેના રોમાંચ વિકસિત થઈ ગયા તેણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન કર્યા નમસ્કાર કર્યો. આ પ્રમાણે કહ્યું- “ભંતે ! આજથી હું મારા બે નેત્રને છોડીને શેષ સમસ્ત શરીર શ્રમણનિગ્રંથોને માટે સમર્પિત કરું છું.”આ પ્રમાણે કહીને મેઘકુમારેફરીશ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું ભગ વંત ! મારી ઈચ્છા છે કે આપ સ્વયં મને બીજીવાર પ્રવ્રજિત કરો. સ્વયંજ મુંડિત કરો થાવતુ સ્વ ભંજ જ્ઞાનાદિક આચાર ગોચર-માટે ભ્રમણ, યાત્રા-પિંડ વિશુદ્ધિ આદિ સંયમ યાત્રા તથા માત્ર-આદિ રૂપ શ્રમણ ધર્મનો ઉપદેશ આપો.
- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે મેઘકુમારને સ્વયં દીક્ષિત કર્યો યાવતુ સ્વયમેવયાત્રા-માત્રા રૂપ ધર્મનો ઉપદેશ આપ્યો, ત્યાર પછી મેઘકુમાર મુનિએ શ્રમણ ભગવાન મહાવીરનો આ ધાર્મિક ઉપદેશ સમ્યક પ્રકારે અંગીકાર કર્યો, અંગીકાર કરીને તેજ પ્રમાણે વર્તન કરવા લાગ્યા યાવતુ સંયમમાં ઉદ્યમ કરવા લાગ્યા. ત્યારે મેઘ ઈયસિમિતિથી યુક્ત અણગાર બન્યા. ત્યાર પછી તે મેઘમુનિઓ શ્રમણ ભગવાન મહા. વીરની પાસે રહીને તથા પ્રકારના સ્થવિર મુનિઓ પાસેથી સામાયિકથી પ્રારંભ કરીને અગીયાર અંગ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને તે ઘણાં ઉપવાસ, બેલા, તેલા, ચોલા, પંચોલા, આદિથી તથા અર્ધમાસખમણ તેમજ માસખમણ આદિ તપસ્યાથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org