________________
૩૨૦
વિવાગસૂર્ય-૧૭૩૧ માંગલિકો કરીને તે વિપુલ ખાદ્ય સામગ્રીનું મિત્ર, જ્ઞાતિજન આદિની સ્ત્રીઓ સાથે આસ્વાદનાદિ કરતી, તે પોતાના દોહદને પૂર્ણ કરે છે. આ રીતે વિચાર કરીને પ્રાતઃ કાળમાં તેજથી દેદીપ્યમાન પાસે આવી, આવીને સારગ દત્તને આ પ્રમાણે કહેવા લાગી - હે દેવાનુપ્રિય! માતાઓ ધન્ય છે, યાવતુ - જે પોતાના દોહદને પૂર્ણ કરે છે. સાગરદત્તા સાર્થવાહની આજ્ઞા મેળવીને ગંગદત્તા પર્યાપ્ત માત્રામાં અશનાદિક ચાર પ્રકારના આહારની તૈયારી કરાવે છે અને તૈયાર કરાવેલ આહાર તેમજ છ પ્રકારની સુરા આદિ પદાર્થ તથા પુષ્પ વિગેરે પૂજાની ઘણી સામગ્રી લઈને મિત્ર, જ્ઞાતિજન આદિની સ્ત્રીઓને તથા બીજી સ્ત્રીઓને સાથે લઇને તે પુષ્કરિણી પાસે આવે છે, યાવતુ તેમાં સ્નાન તેમજ અશુભ સ્વપ્નાદિનાં ફળને નષ્ટ કરવા માટે મસ્તક પર તિલક તેમજ માંગલિક અનુષ્ઠાન કરીને પુષ્કરિણીથી બહાર આવે છે. તે સમયે સાથે આવેલી મહિલાઓ પણ ગંગાદતા શેઠાણીને માળાઓ અને અલંકારોથી વિભૂષિત કરે છે. ત્યાર બાદ તે મિત્રાદિની. સ્ત્રીઓ અને બીજી નગરની સ્ત્રીઓ સાથે તે વિપુલ અશનાદિક તથા છ પ્રકારની સુરા આદિનું આસ્વાદનાદિ કરતી ગંગાદત્ત પોતાના દોહદને પૂર્ણ કરે છે.
* ત્યારબાદ પૂર્ણ, સમ્માનિત, વિનીત, બુચ્છિન્ન અને સંપન્ન દોહદવાળી તે ગંગા દત્તા તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરતી આનંદપૂર્વક સમય વ્યતીત કરવા લાગી. ત્યાર બાદ લગભગ નવ માસ પૂર્ણ થઈ જવા પર ગંગાદતાએ એક બાળકને જન્મ આપ્યો. માતાપિતાએ કુળ પરમ્પરાનુસાર એના નામનો ઉત્સવ મનાવ્યો તેનું “ઉંબરદત્ત' એવું નામ રાખ્યું, ઉંબરદત્ત જ્યારે યુવાન થયો ત્યારે વિજયમિત્રની જેમ સારગદત્ત સાર્થવાહ સમુદ્રમાં વહાણ ડૂબી જવાના કારણે કાળધર્મ પામ્યો તથા ગંગદત્તા પણ પતિના વિયોગજન્ય અત્યંત અસહય દુઃખથી દુઃખી થઈ અને કાળધર્મને પ્રાપ્ત થઈ. ઉજિઝતક કુમારની જેમ ઉંબરદત્ત કુમારને પણ ઘરથી બહાર કાઢી મૂકવામાં આવ્યો. ત્યાર બાદ કોઈ વખતે ઉંબરદત્તના શરીરમાં એક સાથે જ સોળ પ્રકારનો રોગો ઉત્પન્ન થયા, યાવતુ હાથ આદિ સડી જવાથી દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યો.
- ત્યારબાદ ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પૂછયું- ભગવનું ! આ ઉંબરદત્ત બાળક અહીંથી મૃત્યુના સમયમાં મૃત્યુ પામીને કયાં જશે અને કયાં ઉત્પન્ન થશે? ભગવાને કહ્યું - હે ગૌતમ ! ઉંબરદત્ત બાળક ૭૨ વર્ષના પરમ આયુષ્યને ભોગ વીને કાળ માસમાં કાળ કરીને રત્નપ્રભા નામની નરકભૂમિમાં નારકીરૂપે ઉત્પન્ન થશે. તે પૂર્વવતુ સંસારભ્રમણ કરતો યાવતુ પૃથ્વીકાયમાં લાખોવાર ઉત્પન્ન થશે. ત્યાંથી. નીકળીને હસ્તિનાપુર નગરમાં કુકડા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં જન્મતાં જ ગોષ્ટિકો દુરા ચારી લોકોવડે વધને પ્રાપ્ત થતો તે હસ્તિનાપુરમાં એક શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થશે. ત્યાં સમ્યકત્વને પ્રાપ્ત કરશે, ત્યાંથી મરીને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે, ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં અણગાર ધર્મને પ્રાપ્ત કરીને વિધિ પૂર્વક સંયમની આરાધનાથી કર્મોનો ક્ષય કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. કેવળજ્ઞાનદ્વારા સમસ્ત પદાર્થોને જાણશે, સમસ્ત કમોંથી રહિત થઈ જશે, સકલકમજન્ય સંતાપથી વિમુક્ત થશે અને બધા દુઃખોનો અંત કરી દેશે.
અધ્યયનઃ૭ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
-
---
-
-
-----
--
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org