________________
સંવર, અધ્યયન-૯
૨૮૭
વસતો પોતાના આત્માને ભાવિત કરી મુનિ બ્રહ્મચર્યમાં દૃઢ વ્રતવાળા બને જિતેન્દ્રિય બની બ્રહ્મચર્ય સમાધિ સ્થાનથી યુક્ત બને.
બીજી સ્ત્રી કથા વિરતિ નામક ભાવના-સ્ત્રીઓ મધ્યે વિચિત્ર કે વિલાસયુક્ત કથા ન કરે, લૌકિક શૃંગાર પ્રધાન-મોહ જનની-નવદંપતિના વિવાહ આદિ સંબંધિત સ્ત્રીના સુભગ-દુર્ભગપણાની, સ્ત્રીઓની ૬૪ કળાની, દેશ-જાતિ-કુળ-રૂપ-પરિજન આદિ સંબંધિ. આદિ કથા ન કરે, એ પ્રમાણે સ્ત્રી કથા વિરતિરૂપે સમિતિના યોગથી ભાવિત જીવ બ્રહ્મચર્યમાં આસક્ત બની પોતાના આત્માને વિરતિ ધર્મમાં દૃઢ કરે.
ત્રીજી-સ્ત્રી રૂપનું નિરીક્ષણ ન કરવાની ભાવના સ્ત્રીઓના હાસ્ય, બોલ, હાવ ભાવ, ચિંતવન, ચાલ, ઈશારા, ક્રીડા આદિનું નિરીક્ષણ ન કરે. એજ રીતે તેમના નૃત્ય ગાન-વીણાવાદન-શરીર બંધારણ-વર્ણ-અલંકાર-કામોત્તેજક ગુપ્ત અંગો કે તેવી પાપ કર્મ રૂપ અન્ય વાતોનું કે જે વાત તપ-સંયમ-બ્રહ્મચર્યની ઘાતક હોય તેને ચક્ષુવડે-રાગ વડે નિરીક્ષણ ન કરે. મન-વચનથી પ્રાર્થના ન કરે, એ પ્રમાણે સ્ત્રી-રૂપ વિરતિ સમિતિના યોગથી ભાવિત આત્મા જિતેન્દ્રિય અને બ્રહ્મચર્ય ગુપ્ત બને છે.
ચોથી પૂર્વરત ક્રીડાનું સ્મરણ ન કરવું-ભાવના. ગૃહસ્થાવસ્થામાં-પૂર્વાવસ્થામાં કરેલ કામ ક્રીડાનું સ્મરણ કરવું નહીં, કન્યાદાન, વિદાય કે ચૂડાકર્મ પ્રસંગે, મદન ત્રયો દશી દિવસે, યશ કે ઉત્સવોમાં સુસજ્જિત સ્ત્રીના હાવ-ભાવ-ચેષ્ટા-વિલાસ અનુ કૂળ રાગાદિ ન જુએ, પૂર્વે ભોગવેલ ભોગો, જેનાથી મન લલચાય તેવા ધૂપ-ગંધ આદિ પદા ર્થો, વિલાસ વર્ધક વાઘ-ગીત આદિ તથા એવા બીજા પ્રકારના સંયમ ધાતી કાર્યો જુએ નહીં યાદ કરે નહીં એ રીતે પૂર્વ ક્રીડાઓમાં વિરતિ રૂપ ભાવથી સંયમિત થયેલો આત્મા મૈથુનક્રિયાથી વિરક્ત બને છે અને જીતેન્દ્રિય બની બ્રહ્મચર્ય સમાધિથી યુક્ત બને છે.
પાંચમી પ્રણીત ભોજન ત્યાગ-ભાવના-સાધુ સ્નિગ્ધ રસયુક્ત આહાર ન કરે. સંયમી સુસાધુ દુધ-દહીં, ઘી આદિ નવે વિગઈનો ત્યાગ કરે. દર્પકારક ભોજન ન કરે, વારંવાર ન ખાય, દાળ-શાક યુક્ત ભોજન વધુ પ્રમાણમાં ન કરે, અપરિ મિત ભોજન ન કરે. સંયમ યાત્રા નિર્વાહ માટે જ ભોજન કરે. જેથી ધાતુના વિશેષ સંગ્ર હને કારણે ધર્મમાં આવતી માનસિક અસ્થિરતા અટકે. પ્રણિતાહાર વિરતિ રૂપ સમિતિના યોગથી ભાવિક થયેલ આત્મા મૈથુનથી વિરક્ત થઈ યાવત્ બ્રહ્મચર્ય સમાધિને પામે છે.
આ પ્રકારે ચોથું બ્રહ્મચર્ય નામક સંવર દ્વારનું સારી રીતે પાલન કરવાથી સુપ્રણિહિત થાય છે, આ પાંચ ભાવના વડે સુરક્ષિત મન વચન કાયાથી બ્રહ્મચર્ય રૂપ યોગ, ચિત્ત થૈર્ય, નવા કર્મોનો અના સ્રવ થાય છે....યાવત્ ....સર્વ મંગલ થાય છે. અધ્યયનઃ૯-વરદ્વારઃ૪ ની મુનિ દીપરત્નસાગરે ગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૧૦-સંવરદ્વાર ૫
[૪૪]હૈ જંબૂ ! જે પરિગ્રહમાં આસક્ત ચિત્તવાળા હોય તેવા શ્રમણ આરંભ -પરિગ્રહથી વિરત અને ક્રોધ-માન-માયા-લોભથી વિરત હોય છે. એક અસંયમ, બે રાગ -દ્વેષ, ત્રણ દંડ-ત્રણ ગૌરવ-ત્રણ ગુપ્તિ-ત્રણ વિરાધના, ચાર કષાય-ચાર ધ્યાન- ચાર સંજ્ઞા, ચાર વિકથા, પાંચ ક્રિયા- સમિતિ- મહાવ્રત, છ જીવનિકાય- લેશ્યા, સાત ભય, આઠમદ, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, દવિધ-શ્રમણધર્મ, શ્રાવક પ્રતિભા, ભિક્ષુ પ્રતિમા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org