________________
સંવર, અધ્યયન-૭
૨૮૧ આ રીતે જે સત્યવાદી મનુષ્યો હોય છે. તે તલવારો વચ્ચે ઘેરાઈ જાય તો પણ અક્ષત શરીર રહે છે. વધ-બંધન-અપરાધ આરોપ-ઘોર શત્રુતા એ બધામાંથી બચી જાય છે. શત્રુઓથી ઘેરાઈ જાય તો પણ તેની વચ્ચેથી અક્ષત શરીરે બહાર આવે છે. સત્ય વચનમાં લીન રહેનારનું દેવો પણ રક્ષણ કરે છે. આ સત્યને તીર્થંકર ભગવંતે બીજા મહાવ્રતરૂપે ભાખેલ છે. ચોદપૂર્વી-દશપૂર્વીએ પ્રાભૃત રૂપે અને મહર્ષિઓએ સિદ્ધાંત રૂપે સ્વીકારેલ છે. ઈન્દ્ર-ચક્રવતી માટે તે ઉપાદેય કહ્યું છે. વૈમાનિકો માટે સાધનાનો વિષય છે, આ સત્ય મહાન અર્થવાળું છે. મંત્ર-ઔષધિ અને વિદ્યાનું સાધન છે. ચારણગણો અને શ્રમણોને વિદ્યા સિદ્ધ થાય છે, આ સત્ય મનુષ્ય માટે વંદનીય છે. અસુરો માટે પૂજનીય છે અનેક ધર્મોના અનુયાયીએ સ્વીકારેલ છે. લોકમાં સાર ભૂત છે. સમુદ્રકરતાં પણ વધુ ગંભીર છે. મેરુપર્વત કરતા પણ વધુ સ્થિર છે. ચંદ્ર મંડલ કરતા વધુ સૌમ્ય છે. સૂર્ય મંડલ કરતા વધુ દીપ્ત છે. શરદઋતુના આકાશ કરતા વધુ નિર્મળ છે. ગંધમાદન પર્વત કરતાં વધુ સુગંધિત છે. આ લોકમાં જે કોઈ મંત્ર-યોગ-વિદ્યાના સંયોગ છે. શત્રુઆદિ શિક્ષા છે. આગમ છે તે બધું આ સત્યને આધારે રહેલું છે.
સત્ય હોવા છતાં સંયમમાં અવરોધકારક સત્ય ન બોલવું તેમજ જે સત્ય બોલવાથી હિંસા કે સાવદ્ય-વાણી બને તેવું સત્ય ન બોલવું, ભેદ વિકથાકારકઅર્થવાદ-કલહકારક- અન્યાયી- અપવાદ કે વિવાદ સંયુક્ત વિડંબનાકારી-આવેશ કે ધૃષ્ટતા પ્રધાન-નિર્લજ્જ-લોક ગહણીય-દુર્દષ્ટ, દુકૃત, અસમ્યક, આત્મ પ્રશંસા- પર નિંદા, યુક્ત એવું સત્ય બોલવું ન જોઈએ. તમે મેઘાવી નથી.-ધન્ય નથી-ધર્મ પ્રિય નથીકુલીન નથી - દાતા નથી- પરાક્રમી નથી-પંડિત નથી- બહુશ્રુત નથી-તપસ્વી નથી- સંશય રહિત મનવાળા નથી-આવા આવા વચનો કોઈને કહેવા જોઈએ નહીં વળી તમારો માતૃ. પક્ષ સારો નથી-પિતૃપક્ષ સારો નથી-સુંદર નથી- રોગીષ્ટ છો એવા વચનો ન કહેવા.
જે વચન દ્રવ્યથી- પર્યાયથી- ગુણથી- કર્મ અથતુ વ્યાપારથી બહુ વિધ શિલ્પથીનામ, આખ્યાન, નિપાત, ઉપસર્ગ, તદ્ધિત, સમાસ, સંધિ, પદ, હેતુ, યોગ, ઉણાદિ, પ્રત્યય, ક્રિયા. વિધાન, ધાતુ, સ્વર, વિભક્તિ, વર્ણએ સર્વેથી યુક્ત ત્રિકાળ વિષયક તેમજ જનપદ સત્ય આદિ દશ પ્રકારના સત્યથી યુક્ત વચન બોલવા જોઈએ. તે સત્ય તે જ પ્રકારે કાર્યમાં પરિણમતું હોવું જોઈએ. ભાષા પ્રાકૃત -સંસ્કૃત આદિ બાર પ્રકારે છે અને વચન પણ એક દ્વિ-બહુ આદિ સોળ પ્રકારે હોય છે. એ પ્રમાણએ અરહંતની આજ્ઞા છે. જે વચન સુવિચારીત છે એવા વચન સાધુએ અવસરે બોલવા જોઈએ.
[૩૭]આ પ્રવચનની અસત્ય-પશુન-કઠોર-આકરા-કડવા કે ચપળ વચનથી મુનિ જનોની રક્ષા થાય તે માટે ભગવંતે સારી રીતે કહેલ છે. અસદ્દભૂત અર્થને કહેનાર વચન અસત્ય, પરદોષ સૂચક તે પિશુન, અન્યના મર્મને ઉઘાડા પાડનારું તે પુરુષ, ઉદ્વેગ જનક તે કરુક, વણ વિચાર્યે બોલાયેલ તે ચપળ વચન કહેવાય. આ પ્રવચન આત્માને માટે • હિતકારી, શુભ ફળદાયી, ભવિષ્યમાં કલ્યાણકારી. શુદ્ધ, ન્યાયપૂર્ણ, અકુટીલ, અનુત્તર, સર્વ દુઃખ-પાપનું ઉપશમક છે.
આ સત્ય વચન અથતુિ બીજા મૃષાવાદ વિરમણ વ્રતની રક્ષાર્થે પાંચ ભાવના ઓ કહી છે. તેમાં પહેલી અનુવિચિંત્ય સમિતિ ભાવના- પ્રસ્તુત સંવર અધ્યયનને સાંભળીને, સારી રીતે જાણીને વેગયુક્ત, ત્વરાયુક્ત, ચપળ, કડવા, કઠોર, અવિચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org