________________
૩૬o
ઉવવાઈN- (૩૪) ડોના સમૂહવાળી, અનેક શત સમૂહ યુક્ત પરિવારવાળી સભાને અરિહંત પ્રભુએ ધર્મનો ઉપદેશ અર્ધમાગધી ભાષામાં આપ્યો. ભગવાન મહાવીર અપ્રતિબદ્ધ બલ શાળી, પ્રશસ્ત બળવાન, અપરિમિત બલ, વીર્ય, તેજ, માહાભ્ય તેમજ કાંતિથી યુક્ત હતા. તેમનો સ્વર શરદકાલીન નવીન મેઘની ગર્જના જેવો મધુર તેમજ ગંભીર હતો. કૌંચ પક્ષીના જેવો મીઠો તેમજ દુદુભિના જેવો હતો. વક્ષસ્થળ વિસ્તીર્ણ હોવાથી વિસ્તાર પામેલા, કંઠમાં ગોળ રૂપે સ્થિત, મસ્તકમાં, વ્યાપ્ત, વ્યક્ત, વર્ણ પદની વિકલ તાથી રહિત, સકલભાષામય, સ્વર તેમજ માલકોશ નામના ગેયરાગથી યુક્ત, સર્વ ભાષામાં પરિણમવાના સ્વભાવવાળી વાણીથી જે એક યોજન સુધી દૂર જાય તે અર્ધ માગધી ભાષા હતી. તે ભાષા દ્વારા સમસ્ત આર્ય. અનાયને ગ્લાનિ વિના ઉપદેશ આપ્યો.-લોક છે. અલોક છે, આ રીતે જીવ છે. અજીવ છે. બંધ, મોક્ષ, નિર્જરા છે. અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ છે. નરક સ્થાન છે, નારકી છે. તિર્યંચયોનિના જીવ છે, માતા છે, પિતા છે. અતીન્દ્રિય પદાર્થને જોનાર ઋષિઓ છે. દેવ છે. દેવલોક છે. સિદ્ધિ છે. સિદ્ધ છે. પરિનિવણિ છે. સંતાપોથી રહિત એવો જીવ છે. પ્રાણાતિપાત છે. યાવત્ મિથ્યા દર્શન છે. પ્રાણાતિપાતથી વિરમણ છે. યાવત્ મિથ્યાદર્શનશલ્યથી વિરમણ છે. અતિ નાતિ સારા કાર્યો સારા ફળને આપે છે. ખરાબ કાર્યો ખરાબ ફળને આપે છે. સારા કૃત્યોથી પુણ્ય શુભાશુભ કમથી બંધાયેલ જીવ દુઃખ પ્રાપ્ત કરે છે, ભગવાને ધર્મનો ઉપદેશ આ પ્રમાણે આપ્યો. આ પ્રત્યક્ષ નિર્ચન્જ પ્રવચન સત્ય છે. અનુત્તર છે. કેવળજ્ઞાની દ્વારા પ્રણીત છે. શુદ્ધ છે. સર્વદા પરિપૂર્ણ છે. ન્યાય અનુગત છેશલ્યનું છેદન કરવામાં સમર્થ છે. સિદ્ધિનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે, નિવણનો માર્ગ છે, અવિતથ- અવિચ્છિન્ન, સર્વ દુઃખોના અભાવનો માર્ગ છે, આ માર્ગની આરાધ નાથી જીવો સિદ્ધ થાય છે, મુક્ત થાય છે. સર્વ દુઃખોનો અંત કરે છે. યાવતું મહાસૌખ્ય, લાંબાકાળ સુધી જેમાં સ્થિતિ છે એવા અનુત્તર વૈમાનાદિક દેવલોકમાં ઉત્પન, થાય છે. તે દેવ ત્યાં મહદ્ધિક યાવતુ અનેક સાગરોપમની સ્થિતિ વાળા થાય છે. તેમનું વક્ષસ્થળ હારમાળાઓથી સુશોભિત રહે છે વાવત્ પ્રકાશિત થાય છે. ઈચ્છા પ્રમાણે ગમન કરે છે અથવા ઇન્દ્ર સામાનિકાદિ ભેદ જ્યાં હોય તે કલ્પ તેમાં ઉત્પન્ન થાય તે કલ્પોપગ બને છે, ગતિ કલ્યાણકારી ઉત્તમ હોય છે, સ્થિતિ કલ્યાણકારી છે, ભવિષ્યમાં કલ્યાણ પ્રાપ્ત કરનાર છે. યાવતુ અસાધારણ રૂપવાળા હોય છે.
આ ચાર કારણોથી જીવ નરકને યોગ્ય કર્મ કરે છે. તે આ પ્રમાણે-મહા આરંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય જીવોનો વધ કરવો, માંસનો આહાર કરવો. આ જ રીતે ચાર કારણોથી જીવ તિર્યંચગતિમાં જાય છે.-માયાચાર કરવો અસત્ય ભાષણ કરવું, સરળ દયની પાસે કોઈ ચતુર પુરુષની હાજરી હય તો થોડા સમય માટે પોતાની કપટવૃત્તિને રોકી રાખવી. બીજાને ઠગવા. મનુષ્યગતિમાં જીવ ચાર કારણોથી જાય છે.-પ્રકૃતિથી ભદ્ર, પ્રકૃતિથી વિનીત, દયાળુ, મત્સર રહિત ચાર કારણોથી દેવગતિમાં જાય છે. સરાગ સંયમ, સંયમસંયમ, અકામ નિર્જરા, બાલતપ.
[૩પ-૩૯] જીવ જે પ્રકારે નરકોમાં જાય છે અને ત્યાં જેવા નારકી થાય છે તેમજ તેમને જે વેદના હોય તે બતાવ્યું તિર્યંચગતિમાં જે શારીરિક અને માનસિક દુઃખો હોય છે તે કહ્યું. મનુષ્યનું જીવન અનિત્ય છે, વ્યાધિ, જરા, મરણ અને વેદનાની તેમાં અધિકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org