________________
સત્ર-૪૫
૪૦૯ હજાર ભદ્રાસનોમાં સૂર્યાભદેવની સામાજિક સભાના સભ્યદેવો બેઠા, પૂર્વમાં તેની ચાર પટ્ટરાણીઓ, દક્ષિણપૂર્વમાં આંતરસભાના આઠહજારદેવો, દક્ષિણમાં મધ્યમસભાના દસ હજાર દેવો, દક્ષિણ પશ્ચિમમાં બાહ્યસભાના બાર હજાર દેવો અને પશ્ચિમે સાત સાત સેનાધિપતિઓ બેઠા. વળી, તે સૂયભદેવની ફરતા ચારે દિશામાં ચાર ચાર હજાર આત્મરક્ષક દેવો બેઠા. એ આત્મરક્ષક દેવોએ બરાબર સજેલાં કવચો પહેરેલાં, ખેંચેલી કામઠીવાળાં ધનુષો હાથમાં ધરી રાખેલાં, પોતપોતાના પહેરવેશો ઉપર ઉત્તમ ચિહ્ન પટ્ટો ભરાવેલા, તેમાંના કેટલાકના હાથમાં નીલાં પીળા અને રાતાં ફળાં હતાં, કેટલાકના હાથમાં ચાપ, ચારુ, ચર્મ, દંડ, ખડુગ અને પાહ વગેરે અસ્ત્રશસ્ત્રો ઝબકી રહેલાં હતાં, પોતાનાસ્વામી સૂયભિદેવ તરફ ખૂબ ભક્તિભાવભરી દષ્ટિએ જોતા તથા વિનીત ભાવે કિંકરભૂત થઈને રહેલા અને સમયે સમયે એ સૂયભિદેવની રક્ષા માટે સાવધાન રહેતા તે આત્મરક્ષક દેવો ત્યાં તેની ફરતા ચારે દિશામાં તે સૂયભદેવની એ બધી દિવ્ય ઋદ્ધિ છે, દિવ્ય શોભા છે અને દિવ્ય દેવશક્તિ છે.
૪૬] હે ભગવનુએ સૂયભિદેવની સ્થિતિ કેટલી લાંબી જણાવેલી છે ? -હે ગૌતમ ! એની આવરદા ચાર પલ્યોપમની જણાવેલી છે. હે ભગવન્! સૂયભિદેવની સામાનિક સભામાં બેસનારા દેવોની સ્થિતિ કેટલી લાંબી જણાવેલી છે? હે ગૌતમ ! તેઓની આવરદા પણ ચાર પલ્યોપમની જણાવેલી છે.
' [૪૭ હે ગૌતમ ! તે ભદેવ એ પ્રકારની મહાઋદ્ધિ, મહાવુતિ, મહાબળ, વિશાળ યશ, અતુલ સુખ અને મહાપ્રભાવવાળો છે. –હે ભગવન્! તે પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ દેવઘુતિ અને દેવપ્રભાવ એ બધું એ સૂર્યાભિદેવને કેવી રીતે મળ્યું? તેણે એ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું? અને કેવી રીતે એ બધાંનો તે સ્વામી થયો ? એ સૂયભિદેવ એના પૂર્વજન્મમાં કોણ હતો ? એનું નામ ગોત્ર શું હતું? એ કયા ગામ નગર કે સંવિનેશનો નિવાસી હતો? એણે એવું તે શું આચાર્યું કે જેથી તે એવો મહાપ્રભાવશાળી દેવ થયો? અથવા તથાપ્રકારના આર્ય શ્રમણ કે બ્રાહ્મણની પાસેથી તેણે એવું તે ધાર્મિક આય સુવચન શું સાંભળ્યું કે જેથી તે એવો અતુલભવવાળો ઉત્તમ દેવ થયો?
[૪૮]શ્રમણ ભગવાન મહાવીરે ભગવાન ગૌતમને આમંત્રીને આ પ્રમાણે કહ્યું : હે ગૌતમ ! એમ છે કે આ જંબૂઢીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં કેકયિઅર્ધ નામે જનપદ ધન અને ધાન્ય વગેરેની વિભૂતિથી પરિપૂર્ણ હતો. તે દેશમાં સર્વ પ્રકારનાં સુખનું ધામ એવી સેવિયા નામની નગરી હતી. તે નગરીથી બહાર ઉત્તરપૂર્વના દિમ્ભાગમાં- બધી ઋતુઓમાં ફળોથી લચ્યું રહેતું સુંદર સુગંધી શીતળ છાયાવાળું અને સર્વ પ્રકારે રમ્ય નંદનવન જેવું મિયવણ નામે ઉઘાન હતું તે નગરીનો રાજા મહાહિમવંત જેવો પ્રભાવશાળી પહેલી રાજા હતો. એ રાજા અધાર્મિક, અધર્મિષ્ઠ, ધર્મને નહિ અનુસરનારો, અધર્મને જ જોનારો, અધર્મને લાવનારો હતો. એના શીલ તથા આચારમાં કયાંય ધર્મને નામનું પણ સ્થાન ન હતું.વળી, એ રાજા પોતાની આજીવિકા અધર્મથીજ ચલાવતો. એના મોઢા માંથી હણો’ ‘છેદો ભેદો' એવીજ ભાષા નીકળતી. એ પ્રકૃતિએ પ્રચંડ ક્રોધી ભયાનક અને અધમ હતો. એના હાથ હમેશાં લોહીથી ખરડાએલા જ રહેતા. એ વિનાવિચાર્યું પ્રવૃત્તિ કરનારો, હલકાઓને ઉત્તેજન આપનારો, લાંચીયો, ઠગારો, કપટી, બગભગત અને અનેક પ્રકારના ફાંસલાઓ રચી સર્વ કોઈને દુઃખ દેનારો હતો. એનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org