________________
૨૭૮
પહાવાગર- ૨૩૪ ૩િ૪]આ તે અહિંસા ભગવતીના પર્યાયવાચી અથતિ તે-તે ધર્મની અપેક્ષાએ છે. જે ભવભીત થયેલા પ્રાણીને માટે શરણરૂપ, પક્ષીઓ માટે આકાશરૂપ, તૃષાતુર માટે પાણીસમાન, ક્ષુધાતુરમાટે ભોજન, સમુદ્ર મધ્યે વહાણ, ચતુષ્પદ-પ્રાણી માટે વિશ્રામ, રોગીને માટે ઔષધિ, અટવી મધ્યે સાર્થરૂપ એવી આ અહિંસા આ બધી ઉપમા કરતા પણ અધિક્તર છે. આ જે અહિંસા છે તે પૃથ્વિ-જલ-અગ્નિ-પવન- વનસ્પતિ- બીજહરિતકાય-જળચર-સ્થળચર-ખેચર-ત્રણ-સ્થાવર- સર્વે ભૂતો-જીવોને કલ્યાણકારી છે.
આ પૂર્વોક્ત ભગવતી અહિંસા છે તે અપરિમિત જ્ઞાન-દર્શનના ધારક શીલ ગુણ-વિનય-તપ-સંયમ ધારક નાયક-તીર્થંકર-સર્વજગવત્સલ-ત્રિલોક પૂજ્ય- જિનચંદ્ર-ભગવંતોએ પોતાના જ્ઞાનથી સારી રીતે જોયેલી-જાણેલી વિશિષ્ટ અવધિજ્ઞાની દ્વારા કહેવાયેલી, ઋજુમતિ મનઃ પર્યવજ્ઞાની થકી પ્રત્યક્ષ જોવાયેલ, વિપુલમતિ મનઃ પર્યવ જ્ઞાનીથી વિદિત, પૂર્વધરોથી ભણાયેલી-વૈક્રિય લબ્ધિધારીથી પાલિત, મતિ-શ્રુતિ-મન પર્યવ અને કેવળજ્ઞાની દ્વારા લેવાયેલી આમલબ્ધિ જળોષધિશ્લેખૌષધિ- વિપુડોષધિ-સર્વોષધિ આદિ લબ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તે તથા બીજ બુદ્ધિ-કોષ્ઠ બુદ્ધિ- પદાનું સારી લબ્ધિ-સંવિગ્ન શ્રોતલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ છે તેના વડે સેવાયેલ, શ્રતધર-મનવચનકાય-બળવાળા, જ્ઞાન-દર્શન ચારિત્ર બળવાળા, ક્ષીરાસ્ત્રવ- મધ્વાશ્રય સપિંરાસવ-અક્ષિણમહાનસી ચારણ-વિદ્યાધર આદિ લબ્ધિવાન્ થકી સેવાયેલ એક- બેત્રણ-ચાર યાવતુ છ માસી પર્વતના તપસ્વી તથા ઉલ્લિત-નિર્લિંત-અંત પ્રાંત રૂક્ષ સમુદાન. અન્ન ગ્લાટમાન એવા ભિક્ષાચર થકી સેવાયેલી છે, સંસૃષ્ટ-સજ્જાત ઉપનિ હિતક-શુષણિક સંખ્યાત્તિક દ્રષ્ટિલાભિક અદ્રષ્ટિલાભિક- પૃષ્ટિ- લાભિક-આદિ અભિગ્રહ ધારી દ્વારા લેવાયેલ છે.
વળી આઅહિંસા-આયંબિલ-પુરિમહંઢ-એકાસણું-નિવિભત્રપિંડ પાતિક પરિ મિતપિંડપાતિક અંતાહારક -પંતાહારક- અરસાહારક-વિરસાહારક-રૂક્ષાહારક- તુચ્છા હારક અંતજીવી યાવતુ તુચ્છ જીવી, ઉપશાંત જીવી, પ્રશાંત જીવી, વિવિક્ત જીવી. અક્ષીર મધુસર્પિષ્ઠ અને સમધમાંસાશિક એ સર્વે દ્વારા લેવાયેલી છે. સ્થાના તિકપ્રતિમાસ્થાયિક-સ્થાનોન્જરિક- વીરાસનિક નૈષધિક દંડાયતિક લંગડશાયિક એકપાર્શ્વક આતાપક અપ્રાવૃત્ત-અનિષ્ઠીત-અકંડૂક-ધૃત કેશ શ્વવ્યુ લોમ નખવાળા સર્વગાત્ર પ્રતિકર્મ વિમુક્ત-સમીચીન એવા અનેક કૃતધર ભગવંતોએ આ અહિંસાનું સેવન કરેલું છે. શ્રુતજ્ઞાન વિદિતબુદ્ધિ-ધીરમતિ બુદ્ધિ-ઉગ્ર તેજલેશ્યાવાળાનિશ્ચય વસ્તુ, નિર્ણય કરવામાં અને ધ્યાનમાં લીન અણુબદ્ધ ધર્મધ્યાની પાંચ મહાવ્રતોથી યુક્તસમિતિ વડે સમિત-પાપ શાંત છકાય જીવ રક્ષક-નિત્યઅપ્રમત-એવા એવા પ્રકારના ગુણોથી યુક્ત એવા ગુણવાન પુરુષોએ તેનું અનુપાલન કર્યું છે.
આ અહિંસાના પાલકે શું કરવું જોઈએ તે જણાવે છે. પૃથિવી- જલ- અગ્નિવાયુ-વનસ્પતિ-ત્રણ-સ્થાવર એ સર્વ જીવોના દયારૂપ પ્રયોજનને માટે શુદ્ધ- નિર્દોષ આહાર આદીની ગવેષણા કરવી જોઈએ. સાધુઓ એ તે આહાર અકત અકારિત -અનિમંત્રીત-દેસિક દોષ રહિત-સક્રિત-નવકોટી વડે પરિશુદ્ધ શક્તિ આદિ દશ દોષથી રહિત-ઉદ્દગમ ઉત્પાદન અને એષણા શુદ્ધ-જીવરહિત એવો પ્રાસુક આહાર સાધુએ લેવો જોઈએ. આસને બેસીને કથા કરતાં એવા તેમને કોઈ લાવીને આપે તો પણ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org