________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧
૪૭
મેઘનામના દેવની પણ તેત્રીસ સાગરોપમની સ્થિતિ કહી છે. ‘ભગવાન’ તે મેઘદેવ તે દેવલોકથી આયુનો ક્ષય કરી, દેવ ભવના કારણા ભૂત કર્મોનો ક્ષય કરીને અથવા દેવ ભવના શરીરનો ત્યાગ કરીને થવા દેવલોકથી ચ્યવન કરીને કઇ ગતિમાં જશે ? ક્યા સ્થાનપર ઉત્પન્ન થશે ? ‘હે ગૌતમ ! મહાવિદેહ વર્ષમાં સિદ્ધિ પ્રાપ્ત કરશે. સમસ્ત મનોરથોને સંપન્ન કરશે. કેવળ જ્ઞાન દ્વારા સમસ્ત પદાર્થોને જાણશે. સમસ્ત કર્મોથી મુક્ત થશે અને પરિનિર્વાણને પ્રાપ્ત કરશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. ‘આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે જે પ્રવચ નની આદિ કરનાર, તીર્થની સ્થાપના કરનાર યાવત્ મુક્તિને પ્રાપ્ત થયા છે. આપ્ત ગુરુએ અવિનીત શિષ્યને ઉપાલંભ દેવો જોઇએ. આ પ્રયોજનથી પ્રથમ જ્ઞાતાધ્યયનનો આ અર્થ કહ્યો છે. એમ હું કહું છું.
અઘ્યયનઃ ૧ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ
અધ્યયનઃ ૨ -સંઘાટ
[૪૨] જો શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ જ્ઞાતાધ્યાનનો આ અર્થ કહ્યો છે તો હે ભગવાન ! બીજા અધ્યયનનો શું અર્થ કહ્યો છે ? હે જમ્મૂ ! તે કાળ અને તે સમયમાં રાજ ગૃહ નામનું હતું.તે રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા હતા.તેમહાન હિમવન્ત પર્વત સમાન હતા, ઈત્યાદિ તે ગુણશીલ ચૈત્યની ન અધિક દૂર કે ન અતિ નજીક એક ભાગમાં એક પડી ગયેલું જીર્ણ ઉદ્યાન હતું. તે ઉદ્યાનના દેવકુલ વિનષ્ટ થઇ ગયા હતા. તેમના દ્વારો આદિના તોરણ અને બીજા ગૃહ ભગ્ન થઇ ગયા હતા. વિવિધ પ્રકારના ગુચ્છા ગુલ્મો, અશોક આદિની લતાઓ, કાકડી આદિની વેલો અને આંબા આદિના વૃક્ષોથી તે ઉદ્યાન વ્યાપ્ત હતું સેંકડો વન્ય પશુઓના કારણે તે ભય ઉત્પન્ન કરતું હતું. તે જીર્ણ ઉદ્યાનના બહુ મધ્ય દેશ ભાગમાં એક તુટેલ કૂવો પણ હતો. તે ભગ્ન કુવાથી ન અતિ દૂર કે ન અતિ નજીક એક જગ્યાએ એક મોટું માલુકાકચ્છ હતું. તે અંજનની સમાન કાળા વર્ણવાળું હતું અને જોના૨ને કૃષ્ણવર્ણજ જોવામાં આવતું યાવત્ રમણીય અને મહામેઘના સમૂહ જેવું હતું. તે ઘણા વૃક્ષો, ગુચ્છો, ગુલ્મો, લત્તાઓ, વેલો, તૃણો, કુશો, અને ઠુંઠાથી વ્યાપ્ત હતું અને ચારે તરફથી ઢાંકેલ હતું તે અંદરથી પોલું અથિત્ અંદર દૃષ્ટિનો સંચાર ન હોઇ શકવાને કારણે સઘન હતું. અનેક સેંકડો હિંસક પશુઓ અથવા સર્પોના કારણે શંકા જનક હતું.
[૪૩] તે રાજગૃહ નગરમાં ધન્યસાર્થવાહ હતો. તે સમૃદ્ધિશાળી હતો. તેજસ્વી હતો. અને તેના ઘરે ઘણું ભોજન પાણી તૈયાર થતું હતું. તે ધન્ય સાર્થવાહની ભદ્રાપત્ની હતી. તેના હાથ પગ સુકુમાળ હતા. પાંચ ઈન્દ્રિયો હીનતાથી રહિત અને પરિપૂર્ણ હતી. તે સ્વસ્તિક આદિ લક્ષણો અને તલ, મસા આદિ વ્યંજનના ગુણોથી યુક્ત હતી. માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ હતી. સારી રીતે ઉત્પન્ન થયેલ સુંદર બધા અવયવોને કારણે તે સુંદરાંગી હતી. તેનો આકાર ચંદ્રમાની સમાન સૌમ્ય હતો. તે પોતાના પતિને માટે મનોહર હતી. જોવામાં પ્રિય લાગતી હતી. મુઠ્ઠીમાં સમાય જાય તેવો તેનો મધ્યભાગ ત્રિવલીથી સુશોભિત હતો. કુંડલોથી તેના ગંડસ્થલની રેખાઓ ઘસાતી રહેતી હતી. તેનું મુખ પૂર્ણિમાના ચંદ્ર સમાન સૌમ્ય હતું તે શ્રૃંગારનું આવાસ હતી. તેનો વૈષ સુંદર હતો. યાવત્ તે પ્રતિરૂપ હતી. પરંતુ તે વંધ્યા હતી. પ્રસવના સ્વભાવથી રહિત હતી. જાનુ અને કૂપરનીજ માતા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org