________________
૩૪.
ઉવવાઇયં (૪૪) માતા પિતાની જે સેવા કરે છે, માતાપિતાના વચનોનું જે ઉલ્લંઘન કરતા નથી, અલ્પ ઇચ્છા યુક્ત છે, અલ્પારંભી, એવા જીવો ઘણાં વર્ષો સુધી આયુષ્યનું પાલન કરે છે. કાલમાસે કોલ કરીને કોઈ એક વ્યંતર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. બાકીની સર્વ વિગત ઉપર પ્રમાણે સમજવી. વિશેષતા એ છે કે ત્યાં તેમની સ્થિતિ ૧૪ હજાર વર્ષની હોય છે. જે જીવ ગામ, આકરાદિ યાવતુ સંનિવેશમાં સ્ત્રીપણે ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ અંતઃપુરની રાણીઓ હોય છે. જેના પતિ પ્રવાસમાં ગયા છે તેવી હોય, વિધવા હોય, ત્યકતા હોય, માતા પિતાથી ભાઈથી પિતાના વંશજો સાસરા પક્ષના લોકો દ્વારા રક્ષિત હોય, નખ, કેશ, તેમજ બગલના વાળ વધી ગયા છે તેવી સ્ત્રી, કોઈ એવી છે કે જેણે ધૂપ, પુષ્પ, ગંધ, માલારૂપ અલંકારોનો ત્યાગ કર્યો છે. સ્નાન ન કરવાથી પસીનાથી યુક્ત હોય, મેલયુક્ત હોય, કાદવથી કલેશ પામેલ હોય, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મીઠું, મધ, મધ, માંસ વર્જિત આહાર કરે, અલ્પ ઇચ્છાવાનું હોય, અલ્પારંભી, અલ્પપરિ ગ્રહી, અલ્પઆરંભ, પરિગ્રહથી પોતાની આજીવિકા ચલાવે, અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરતી, પતિને શૈયાનું ઉલ્લંઘન નહિ કરનાર આવી સ્ત્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા ઘણાં વર્ષોનું આયુ ભોગવે છે. બાકીનું ઉપરની જેમ યાવતું કોલ કરીને ૬૪ હજાર વર્ષની સ્થિતિવાળા વ્યંતર દેવ બને છે.
જે જીવ ગામ, આકર યાવતું નિવેશમાં મનુષ્ય થાય છે. જેવા કે-કોઈ બે દ્રવ્ય કોઈ ત્રણ દ્રવ્ય, સાત દ્રવ્ય, ૧૧ દ્રવ્યને ધારણ કરે, કોઈ બળદને આગળ કરી કીડા બતાવી જીવન નિર્વાહ કરે, કોઈ ગોવતી હોય, કોઈ ગૃહસ્થધર્મી હોય. કોઈ ધર્મચિંતક, વૈયિક, અક્રિયાવાદી હોય, વૃદ્ધ શ્રાવક બ્રાહ્મણ હોય તેઓને આ નવ વિગય ખાવા યોગ્ય નથી હોતા. તે આ પ્રમાણે-દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોશ, મધ, મધ, માંસ. એક સરસ વના તેલનો ત્યાગ હોતો નથી. આ મનુષ્યો અલ્પ ઇચ્છાવાળા હોય, બાકી પૂર્વવત્ તે ૮૪ હજાર વર્ષની સ્થિતિવાળા વ્યંતર દેવ થાય છે.
જે આ જીવો કે જે ગંગાના તટ પર વસનાર વાનપ્રસ્થ તાપસો હોય છે જેવા કેઅગ્નિહોત્રક, વસ્ત્રધારક, ભૂમિ પર શૈય્યા કરનાર, યજ્ઞકારક, શ્રાદ્ધ કરનાર, થાળીમાં ભોજન કરનાર, કુંડિકાધારી, ફલોજી, પાણીની ઉપર તરી સ્નાન કરનાર, માટી આદિથી અંગને ઘસી સ્નાન કરનાર, ગંગાના દક્ષિણ તટ પર વસનાર, ગંગાના ઉત્તર તટ પર વસનાર, શંખ વગાડી ભોજન કરનાર, કાંઠા ઉપર બેસી અવાજ કરી ભોજન કરનાર, મૃગનું માંસ ખાનાર, હાથીને મારી તેનાં માંસનું ભોજન કરનાર, ડડાને ઊંચો કરી ફરનારા, દિશાઓમાં પાણી છાંટનારા, વૃક્ષની છાલ પહેરનારા, ભોંયરામાં રહે નારા, જલમાં ઊભા રહેનારા, વૃક્ષની નીચે વસનારા, માત્ર પાણીનો આહાર કરનારા, વાયુભક્ષી, સેવાળભક્ષી, મૂળભક્ષી, કંદભક્ષી, ત્વક-છાલનો આહાર કરનારા, પાનનો આહાર કરનારા, પુષ્પોનો આહાર કરનારા, બીજનો આહાર કરનારા, કંદ, મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ જે પોતાની મેળે નીચે પડેલા છે તેનો આહાર કરનારા, જલનો અભિષેક કરવાથી જેનાં શરીર કઠણ થઈ ગયા છે તેવા, આતાપનથી પંચાગ્નિ તપથી તપથી અંગારા સમાન તેમજ પાત્રમાં ભુજેલ ચણાદિની સમાન જેના શરીર થઈ ગયા છે એવા તાપસો ઘણાં વર્ષો સુધી વામનપ્રસ્થ તાપસની પર્યાયનું પાલન કરતાં કરતાં કાલ માસે કાલ કરીને ઉત્કૃષ્ટથી જ્યોતિષી દેવોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમની સ્થિતિ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org