________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮
૯ નમસ્કાર કર્યો. જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ચાલ્યા ગયા. ત્યાર પછી લૌકાંતિક દેવો દ્વારા સંબોધિત કરાયેલ તે મલ્લી અરિહંત જ્યાં માતા-પિતા હતા ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને કહ્યું- હે માતાપિતા ! આપની આજ્ઞાથી મંડિત થઈને યાવતું પ્રવ્રજ્યા ગ્રહણ કરવાની મારી ઇચ્છા છે.
ત્યારે માતા-પિતાએ કહ્યું હે દેવાનુપ્રિયે! જેમ સુખ ઉપજે તેમ કરો. પ્રતિબન્ધ ન કરો. ત્યાર પછી કુંભ રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા બોલાવીને કહ્યું- શીઘ્રતાથી એક હજાર આઠ સુવર્ણ કળશ યાવતું એક હજાર આઠ માટીના કળશ લાવા તે સિવાય મહાનુ અર્થવાળી અથતુિ મહામૂલ્ય યાવતુ તીર્થંકરના અભિષેકની દરેક સામગ્રી તૈયાર કરો. તે સાંભળીને કૌટુમ્બિક પુરુષોએ તેમજ કર્યું. તે કાળ અને તે સમયમાં અમર નામના અસુરેન્દ્રથી લઈને અશ્રુત સ્વર્ગ સુધીના બધા ઈન્દ્રો આવી ગયા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા બોલાવીને આ પ્રમાણે કહ્યું - શીઘ્રતાથી એક હજાર આઠ સુવર્ણ કળશઆદિ યાવતુ બીજી અભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો તે સાંભળીને અભિયોગિક દેવોએ પણ બધી સામગ્રી ઉપસ્થિત કરી. તે દેવોના કળશો તે મનુષ્યોના કળશોમાં દિવીમાયાથી) સમાઈ ગયા.
ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર અને કુંભ રાજાએ મલ્લી અરિહંતને પૂર્વાભિમુખ બેસાડ્યા પછી સુવર્ણ આદિનાં એક હજાર આઠ કળશોથી યાવતુ અભિષેક કર્યો. ત્યાર પછી જ્યારે મલ્લી ભગવાનનો અભિષેક ચાલતો હતો. ત્યારે કોઈ-કોઈ દેવ મિથિલા નગરીની અંદર અને બહાર લાવતુ બધી દિશાઓ અને વિદિશાઓમાં દોડવા લાગ્યા આમ તેમ ફરવા લાગ્યા. ત્યાર પછી કુંભ રાજાએ બીજી વાર ઉત્તર દિશામાં જઈને યાવતુ. ભગવાન્ મલ્લીને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા. વિભુષિત કરીને કૌટુમ્બિક પુરુષો ને બોલાવીને આ પ્રમાણે કહ્યું- “શીઘ્રતાથી મનોરમા નામની શિબિકા લાવો.” ત્યાર પછી દેવન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને કહ્યું- શીઘ્રતાથી અનેક સ્થંભોવાળી યાવતુ મનોરમાં નામની શિબિકા ઉપસ્થિત કરો.' ત્યારે તે દેવો પણ મનોરમા શિબિકા લાવ્યા અને તે શિબિકા પણ તે મનુષ્યોની શિબિકામાં સમાઈ ગઈ.
ત્યારે મલ્લી અરિહંત સિંહાસન ઉપરથી ઉઠ્યા. ઉઠીને જ્યાં મનોરમા નામની શિબિકા હતી ત્યાં આવ્યા. આવીને મનોરમા શિબિકાને પ્રદક્ષિણા કરીને મનોરમાં શિબિકા ઉપર આરૂઢ થયા. આરૂઢ થઈને પૂર્વદિશાની તરફ મુખ રાખીને સિંહાસન પર વિરાજમાન થયા. ત્યારે પછી કુંભ રાજાએ અઢાર જાતિઓ ઉપજાતિઓને બોલાવ્યા. બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે લોકો સ્નાન કરીને યાવતુ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને મલ્લી કૂમારીની શિબિકાને વહન કરો.” શક્ર દેવેન્દ્ર દેવરાજે મનોરમા શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહાને ગ્રહણ કરી. ઇશાન ઈન્દ્ર ઉત્તર તરફથી ઉપરની બાહાને ગ્રહણ કરી, અમરેન્દ્ર દક્ષિણ તરફથી નીચેની બાહા ગ્રહણ કરી. બલીન્કે ઉત્તર દિશાની નીચેની બાહા ગ્રહણ કરી. શેષ દેવોએ યથાયોગ્યવહન કરી.
. [૧૦૪-૧૦૫] જેમના રોમકૂપ હર્ષના કારણે વિકસ્વર થઈ ગયા હતા એવા મનુષ્યોએ સર્વ પ્રથમ તે શિબિકા ઉપાડી. ત્યાર પછી અસુરેન્દ્ર સુરેન્દ્ર અને નાગે તેને વહન કરી. ચલાયમાન ચપળ કુંડલોને, તથા વિક્રિયાથી બનાવેલ આભરણોને ધારણ કરનાર દેવેન્દ્રો અને દાનવેન્દ્રોએ જિનેશ્વરની શિબિકા વહન કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org