________________
ઉવવાઇયું – (૫૧)
૩૭૨
ગંધ, માળા, અહંકા રથી જીવનપર્યંત નિવૃત્ત છે. કોઇ સ્નાનાદિથી નિવૃત્ત નથી. એજ પ્રકારે બીજા પણ જેટલાં સાવઘયોગયુક્ત અને માયાનિત તથા જીવોના પ્રાણોને પરિતાપ આપનાર વ્યાપાર છે તેનાથી કેટલાંક અંશે જીવનપર્યંત વિરત થયા છે કેટલાંક અંશે વિરત થયા નથી.
જે આ પ્રમાણે શ્રમણોપાસક છે-જીવ, અજીવના યથાર્થ જ્ઞાતા હોય, પુણ્ય, પાપ ને જેણે સારી રીતે સમજેલ છે. આસ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ, મોક્ષના સ્વરૂપને જાણનાર, દેવ, અસુરકુમાર, નાગકુમાર, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ તેમજ મહોરગાદિ દેવોથી પણ નિગ્રંથ પ્રવચનથી જરા પણ ચલાયમાન થઇ શકે નહિ, આ નિગ્રંથ પ્રવચનમાં જેમની શ્રદ્ધા નિઃશંકિત છે, અભિલાષા રહિત છે, ગુણથી ભરપુર છે. ફળમાં જેની અસંદિગ્ધ શ્રદ્ધા છે, લબ્ધાર્થ છે, ગૃહીતાર્થ છે, પૂછાયેલ છે, ચારે બાજુથી સારી રીતે ગ્રહણ કરાયેલ છે, વિશેષ નિર્ણાયક છે, જેની નસેનસમાં પ્રવચન પ્રતિ અનુરાગ છે એવા શ્રાવકો કહે છે કે હે આયુષ્યમાન્ ! આ નિગ્રંથ પ્રવચન જ મોક્ષનું કારણ છે. માટે એ જ પરમાર્થ છે. શેષ અનર્થનાં કારણ છે. તેઓના ઘરના આગળીયા ખુલ્લા હોય છે, જેમના દ્વારો ખુલ્લા છે. રાજાના અંતઃપુરમાં જવા આવવામાં કોઈ અટકાવી શકતા નથી, ઘણાં પ્રકારના શીલ, વ્રત, ગુણ, વેરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપ વાસથી આત્માને ભાવિત કરતા વિચરે છે તથા ચતુર્દશી, આઠમ, અમાવસ્યા, પૂર્ણિ માના દિવસે પૌષધ કરે છે. સારી રીતે પાલન કરે છે. શ્રમણ નિગ્રંથોને અસન, પાન, ખાદ્ય, સ્વાદિમ આ ચાર પ્રકારનાઆહારથીતેમજવસ્ત્ર,પાત્ર,કંબલ,રજોહરણ, ઔષધ, ભેષજ તેમજ પાઢિયારી વસ્તુ જેવી કે તાજોઠ, પાટ, શય્યા, સંસ્તારાકાદિથી મુનિઓને પ્રતિલાભિત કરતા વિચરે છે. વિચરતા અંતે ભક્તપ્રત્યાખ્યાન કરે છે. તે અનેક ભક્તોનું અનશન દ્વારા છેદન કરે છે. છેદન કરીને આલોચના પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ. કાલ માસે કાળ કરીને ઉત્કૃષ્ટ અચ્યુત દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં તેની ગતિ છે. સ્થિતિ ૨૨ સાગરોપમની છે. તેઓ આરાધક છે,
તેઓ કે જે ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્યો થાય તેમાં કેટલાંક સાધુઓ હોય છે જે આરંભથી રહિત છે. પરિગ્રહથી રહિત છે. ધાર્મિક છે યાવત્ ધર્મથી આજી વિકા ચલાવનાર છે. સુશીલ, સુવ્રતી, ધર્મધ્યાનથી ચિત્તને આનંદિત રાખનાર, સર્વ પ્રકારના પ્રાણિતાપથી વિરક્ત છે યાવત્ સમસ્ત પરિગ્રહથી વિરક્ત છે. સમસ્ત ક્રોધ, માન, માયા, લોભ યાવત્ મિથ્યાદર્શન શલ્યથી વિરક્ત છે. સર્વ આરંભ સમારંભથી વિરક્ત છે. સર્વ કરવા તથા કરાવવાથી વિરક્ત છે. સર્વ પ્રકારની પચન, પાચનક્રિયાથી વિરક્ત છે. સમસ્ત પ્રકારના કુટ્ટણ, પિટ્ટણ, તર્જન, તાડન, વધ, બંધ, પરિકલેશથી વિર ક્ત છે. સંપૂર્ણ સ્નાન, મર્દન, અંગરાગ, વિલેપન, શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, માલા, અલંકાર થી રહિત છે. તેમજ આ પ્રકારના બીજા પણ સાવઘયોગવાળા, માયાનિત કાર્યો છે કે જેમાં પ્રાણીઓને પરિતાપ ભોગવવો પડે છે તે સર્વ કાર્યોથી વિરક્ત હોય છે.
તે અણગાર ઈયિસમિતિ, ભાષા સમિતિ યાવત્ નિથપ્રવચનને આગળ કરીને જ વિચરે છે. તે અણગાર ભગવંત આ પ્રકારના આચારથી વિચરતા તેમાંથી કેટલાંક ભગવાનોને અનંત યાવતુ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉત્પન્ન થાય છે. તેઓ તે કેવળ પર્યાયનું ઘણાં વર્ષો સુધી પાલન કરે છે. પાલન કરીને ભક્તપ્રત્યાખ્યાન કરે છે. અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org