________________
૩૫
-
-
-
-
-
શ્રુતસ્કંઘ-૧, અધ્યયન-૧ અંગદ, દસ આંગળીઓમાં દસ વીટીઓ, કંદોરા, કુંડિલ, ચુડામણિ તથા રત્ન જડિત મુગટ પહેરાવ્યો. આ બધા અલંકાર પહેરાવીને પુષ્પમાળા પહેરાવી. પછી દર્દરથમાં પકાવેલ ચંદનના સુગંધિત તેલની ગંધ શરીર પર લગાવી. ત્યારપછી મેઘકુમારને દોરાથી ગુંથેલ પુષ્પા આદિથી વીંટળાયેલ વાંસની સળી આદિથી પૂરિત કરેલ તથા વસ્તુના યોગથી પરસ્પર સંઘાત રૂપ કરેલ-આ પ્રમાણે ચાર પ્રકારની પુષ્પમાળાઓથી કલ્પવૃક્ષની સમાન અલંકૃત અને વિભૂષિત કર્યો.
ત્યાર પછી શ્રેણિક મહારાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવીને કહ્યું તમે શીધ્ર એક શિબિકા તૈયાર કરો જે અનેક સેંકડો સ્તંભોથી બનેલ હોય, જેમાં ક્રીડા કરતી પુતળીઓ બનાવી હોય, જે ઈહામૃગ, પદ્મલતા આદિ ચિત્રોની રચનાથી યુક્ત હોય,જેનો ઘંટની સમાન મધુર અને મનોહર શબ્દ હોય, જે શુભ, મનોહર અને દર્શનીય હોય જે કુશળ કારીગરો દ્વારા બનાવેલ, દેદીપ્યમાન મણિઓ અને રત્નોની ઘૂઘરીઓના સમૂ હથી વ્યાપ્ત હોય, સ્તંભ પર બનાવેલ વેદિકાથી યુક્ત હોવાના કારણે જે મનોહર દેખાતી હોય જે ચિત્રિત વિદ્યાધર યુગલોથી યુક્ત હોય, ચિત્રિત. સૂર્યના હજારો કિરણો થી શોભિત હોય. આ પ્રમાણે હજારો રૂપોવાળી, દેદીપ્યમાન, અતિશય દેદીપ્યમાન, જેને જોવાથી નેત્રને તૃપ્તિ ન થાય, જે સુખદ સ્પર્શવાળી હોય, સશ્રીક સ્વરૂપવાળી હોય, શીધ્ર, ત્વરિત, ચપલ અને અતિશય ચપલ હોય અને જે એક હજાર પુરૂષોદ્વારા વહન કરી શકાય. ત્યાર પછી તે કોમ્બિક પુરૂષો હૃષ્ટ-તુષ્ટ થઈને યાવત્ શિબિકા, ઉપસ્થિત કરે છે. ત્યાર પછી મેઘકુમાર શિબિકા ઉપર આરૂઢ થયો અને સિંહાસન પાસે પહોંચીને પૂર્વ દિશામાં મુખ રાખી બેસી ગયો. ત્યાર પછી જેને સ્નાન કરી લીધું છે, બલિકર્મ કરી લીધું છે યાવત્ અલ્પ કિન્તુ ઘણામૂલ્યવાળા આભૂષણો પહેરી લીધા છે, એવી મેઘ- કુમારની માતા તે શિબિકામાં આરૂઢ થઈ, આરૂઢ થઈને મેઘકુમારની જમણી તરફ ભદ્રાસન પર બેઠી. ત્યાર પછી મેઘકુમારની ધાવમાતા રજોહરણ અને પાતરા લઈને શિબિકાપર આરૂઢ થઇને ડાબી બાજુમાં ભદ્રાસન પર બેસી ગઈ.
ત્યાર પછી મેઘકુમારની પાછળ શૃંગારના ઘર રૂપ, મનોહર વેષવાળી, સુંદર ગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, સંલાપ ઉલાપ કરવામાં કુશળ, યોગ્ય ઉપચાર કર વામાં કુશળ, પરસ્પર મળેલા સમય શ્રેણીમાં સ્થિત ગોળ ઉંચા પુષ્ટ પ્રીતિજનક અને ઉત્તમ આકારના સ્તનવાળી એક ઉત્તમતરુણી,હિમ ચાંદી કંદપુષ્પઅને ચંદ્રમાની સમાન ઉજ્જવલ વર્ણવાળા, કોરંટ પુષ્પની માળાથી યુક્ત શ્વેત છત્રને ધારણ કરતી લીલાપૂર્વક ઉભી થઈ. ત્યાર પછી મેઘકુમારની પાસે શૃંગારના ઘરની સમાન સુંદર વેપવાળી યાવત્ ઉચિત ઉપચાર કરવામાં કુશળ બે શ્રેષ્ઠ તરુણીઓ શિબિકા ઉપર આરૂઢ થિને મેઘ કુમારના બંને પડખામાં વિવિધ પ્રકારના મણિ સુવર્ણ રત્ન અને મહાન પુરુષને યોગ્ય અથવા બહુમૂલ્ય તપનીયમય ઉજ્જવલ તેમજ વિચિત્ર દડીવાળા, ચમકતા, પાતળા, ઉત્તમ, અને લાંબા વાળ વાળા, શંખ કંદપુષ્પ જલકણ, રજત અને વલો વલ અમૃતના ફેણસમૂહના સમાન બે ચારો ધારણ કરીને લીલાપૂર્વક વીંઝતી વીંઝતી ઉભી થઈ. ત્યાર પછી મેઘકુમારની સમીપ શૃંગારના ઘર રૂપ યાવત્ ઉચિત ઉપચાર કરવામાં કુશળ એક ઉત્તમ તરુણી યાવત્ શિબિકા ઉપર આરૂઢ થઇને મેઘકુમારની પાસે પૂર્વ દિશાની સન્મુખ ચંદ્રકાંત મણિ વજરત્ન અને વૈડૂર્યમય નિર્મળ દાંડીવાળા પંખાને ગ્રહણ કરીને ઉભી થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org