________________
૩૬
નાયાધમ્મ કહાઓ - ૧/૯/૧/૩૩ ત્યાર પછી મેઘકુમારની પાસે એક ઉત્તમ તરુણી યાવત્ સુંદર રૂપવાળી શિબિકામાં આરૂઢ થઇને મેઘકુમારની પૂર્વ દક્ષિણ-દિશામાં શ્વેત રજતમય નિર્મળજળથી પરિપૂર્ણ, મદોન્મત હાથીના મોટા મુખની સમાન આકૃતિવાળા ભંગાર ગ્રહણ કરીને ઊભી થઈ.
ત્યાર પછી મેઘકુમારના પિતાએ કૌટુંમ્બિક પુરૂષોને બોલાવીને કહ્યું- શીઘ્ર એક સરખા. એક સરખી ત્વચા, એક સરખી ઉંમરવાળા તથા એક સરખા આભૂષણોથી ‘ સમાન વેષ ધારણ કરનાર એક હજાર ઉત્તમ તરુણ કૌટુંબ્દિક પુરુષોને બોલાવો.” યાવત્ તેણે એક હજાર પુરુષોને બોલાવ્યા. ત્યાર પછી શ્રેણિક રાજાના કોબિક પુરુષો એ બોલાવેલ તે શ્રેષ્ઠ તરુણ સેવક પુરુષો હૃષ્ટ-તુષ્ટ થયા તેમણે સ્નાન કર્યું. યાવત્ આવીને શ્રેણિક રાજાએ કહ્યું કે- હે દેવાનુપ્રિય ! અમને જે કરવા યોગ્ય હોય તેને માટે આજ્ઞા આપો. ત્યાર પછી શ્રેણિક રાજાએ કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને હજાર પુરુષ વડે વહન કરાય તેવી મેઘ કુમારના શિબિકાને વહન કરો. ત્યાર પછી તે હજા૨ તરુણ કૌટુ મ્બિક પુરુષો શ્રેણિક રાજાના આ પ્રમાણે કહેવા ૫૨ હૃષ્ટ-તુષ્ટ થયા અને મેઘકુમારની શિબિકાને વહન કરવા લાગ્યા.
ત્યાર પછી પુરુષસહસ્રવાહિની શિબિકા પર મેઘકુમારના આરૂઢ થવા પર સર્વપ્રથમ આ આઠ મંગલદ્રવ્ય તેની સામે અનુક્રમથી ચાલ્યા. સ્વસ્તિક શ્રીવત્સ નંદા વર્ત વર્ધમાન ભદ્રાસન કળશ મત્સ્ય અને દર્પણ યાવત્ ઘણા ધનના અર્થી જન યાવત્ ઈષ્ટ કાન્ત આદિ વિશેષણો વાળી વાણીથી યાવત્ નિરંતર અભિનંદન તેમજ સ્તુતિ કરતા કહેવા લાગ્યા. “હે નન્દ ! જય હો જય હો, હે ભદ્ર જય હો, જય હો ! હે જગતને આનંદ આપ નાર ! તમારું કલ્યાણ થાઓ. તમે ન જીતેલ પાંચ ઇંદ્રિયોને જીતો અને જીતેલ સાધુ ધર્મનું પાલન કરો. હે દેવ ! વિઘ્નોને જીતીને સિદ્ધિમાં નિવાસ કરો. ધૈર્યપૂર્વક કમર કસીને, તપના દ્વારા રાગ દ્વેષ રૂપી મલ્લોનો નાશ કરો. પ્રમાદરહિત થઇને ઉત્તમ શુકલ ધ્યાન દ્વારા આઠ કર્મરૂપી શત્રુઓનું મર્દન કરો. આજ્ઞાન-રહિત સર્વોત્તમ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરો. પરીષહ રૂપ સેનાને પરાજિત કરીને, પરીષહ અને ઉપસર્ગથી નિર્ભય બની શાશ્વત એવં અચળ પરમ પદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. તમારી ધર્મ સાધનામાં વિઘ્ન ન થાય.” આ પ્રમાણે કહીને તે પુનઃ પુનઃ મંગલમય જાય જય શબ્દ કરવા લાગ્યા. ત્યાર પછી મેઘકુમા૨ રાજગૃહની વચોવચ થઇને નીકળ્યા. જ્યાં ગુણશીલ ચૈત્ય હતું. ત્યાં આવીને પુરુષ સહસ્ર વાહિની શિબિકા માંથી નીચે ઉતર્યા
:
[૩૪] ત્યાંર પછી મેઘકુમારના માતા-પિતા મેઘકુમારને સામે રાખી જ્યાં શ્રમણ મહાવીર છે, ત્યાં આવીને ત્રણ વખત દક્ષિણ તરફથી આરંભ કરીને પ્રદક્ષિણા કરે છે. વંદન કરે છે. નમસ્કાર કરે છે આ પ્રમાણે કહે છે ઃ- “હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર અમા રો એકનોએક' પુત્ર છે. તે અમને ઇષ્ટ છે, કાંત છે. પ્રાણની સમાન અને ઉચ્છુ- વાસની સમાન છે. હૃદયને આનંદ પ્રદાન કરનાર છે. ઉંબરના પુષ્પની સમાન તેનું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો દર્શનની તો વાત જ શી ? જેમ ઉત્પલ પદ્મ, અથવા કુમુદ કાદવમાં ઉત્પન્ન થાય છે અને પાણીમાં વૃદ્ધિ પામે છે, તો પણ કાદવ કે પાણીની રજથી લિપ્ત થતાં નથી, તે પ્રમાણે મેઘકુમાર કામોમાં ઉત્પન્ન થયો છે. અને ભોગોમાં વૃદ્ધિ પામેલ છે. તો પણ કામરજથી લિપ્ત થયો નથી, ભોગ રજથી લિપ્ત નથી થયો. હે દેવાનુ પ્રિય ! મેઘ કુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે અને જન્મ જરા મરણથી ભયભીત બન્યો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International