________________
અધ્યયન-૨
૧૯૧ હસ્તીરૂપ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને ગુસ્સે થયેલો તે કામદેવ શ્રમણોપાસકને સૂંઢ વડે ગ્રહણ કરે છે. સૂંઢ વડે ગ્રહણ કરીને આકાશમાં ઊંચે ઉછાળે છે. ઉછાળીને તીક્ષ્ણ દન્તરૂપ મુશળો વડે ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને, નીચે, પૃથ્વીતળ ઉપર ત્રણ વાર પગો વડે રોળે છે. તે કામદેવ શ્રમણોપાસકને તે અસહ્ય અસાતારૂપ વેદનાને શાન્તિપૂર્વક સહન કરે છે.
ત્યાર બાદ તે હસ્તીરૂપ કામદેવ શ્રમણોપાસકને જ્યારે વ્રતાદિથી ચલાયમાન કરવા શક્તિમાન થતો નથી ત્યારે તે ધીમેધીમે પાછો ખશે છે, પોષધશાલાથી બહાર નીકળે છે. એક મોટા દિવ્ય સાપના રૂપની વિક્રિયા કરે છે. તે સર્પ ઉગ્રવિષવાળો, ચંડતીવ્રવિષવાળો, ઘોરવિષવાળો, મોટા શરીરવાળો, મશી અને મૂસા જેવો કાળો, વૃષ્ટિમાં વિષવાળો અને રોષથી ભરાયેલો હતો. એના શરીરનો વર્ણ અંજનના ઢગલાના સમૂહ જેવો દેખાતો હતો. એની આંખો રાતી હતી. લોચન લાલ હતા. એની સાથે રહેલ જે જિહુવાઓ અત્યન્ત ચપલ હતી. તે એવો જણાતો હતો. જેમ કે પૃથ્વીની વેણિરૂપ હોય. ઉત્કટ, સ્પષ્ટ, કુટિલવક્ર જટિલ, ભયાનક, કર્કશ, કઠોર, અને વિકટ-
વિસ્તીર્ણ-ફણનો આડંબર કરવામાં નિપુણ હતો-લોઢાની ભઠ્ઠીની જેમ ધમ ધમ’ એવા પ્રકારનો શબ્દ કરી રહ્યો હતો. તીવ્ર-અત્યન્ત પ્રચંડ રોષથી યુક્ત હતો. તે દેવે આવા સપના રૂપની વિક્રિયા કરી. તત્પશ્ચાતું જ્યાં પોષધશાલા હતી અને જ્યાં કામદેવ શ્રમણોપાસક હતો,
ત્યાં આવ્યો. આવીને તેણે કામદેવ શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, કામદેવશ્રમણોપાસક! જો તું શીલ વગેરેને ભાંગીશ નહિ તો હું આજે તારા શરીર ઉપર સર સર ચડી જઈશ. ચડીને પૂંછડા વડે તારી ગ્રીવાને વીંટી લઈશ. વીંટીને તીક્ષ્ણ અને વિષથી વ્યાપ્ત દાઢો વડે તારી છાતીમાં પ્રહાર કરીશ. જેથી તે આર્તધ્યાનની અત્યન્ત પરાધીન તાથી પીડિત થઈ અકાળે મરણ પામશે. તે કામદેવ શ્રમણોપાસક તે સર્પરૂપ થયેલા દેવે એ પ્રમાણે કહ્યું તો પણ નિર્ભય થઈ યાવતું વિહરે છે. તે દેવ પણ તેને બીજી વાર અને ત્રીજી વાર પણ એમ જ કહે છે. કામદેવ પણ યાવનિર્ભય રહે છે.
[૨પત્યારબાદ તે સર્પરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને ભયરહિત જુએ છે. જોઈને ગુસ્સે થયેલો તે યાવત્ કામદેવ શ્રમણોપાસકના શરીર ઉપર સર-સર ચઢે છે. પૂંછડા વડે ડોકને ત્રણ વાર વીંટે છે. વીંટીને તીક્ષ્ણ અને વિષયુક્ત દાઢો વડે છાતીમાં ડંખ મારે છે. ત્યારે કામદેવ શ્રમણોપાસક તે ઉગ્ર અને દુસ્સહ વેદનાને શાન્તિપૂર્વક સહન કરે ? છે. ત્યાર પછી તે સર્વરૂપ દેવ, કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને જ્યારે તે કામદેવ શ્રમણોપાસકને નિર્ચન્જ પ્રવચનથી ચલાયમાન કરવા, ક્ષોભ પમાડવા અને અપરિણીત કરવાને શક્તિમાન થતો નથી ત્યારે તે થાકી જાય છે અને ધીમે ધીમે ત્યાંથી ખસે છે. ખસીને પોષધશાલાની બહાર નીકળે છે. નીકળીને દિવ્ય સરૂિપનો ત્યાગ કરે છે અને એક મોટા દિવ્ય દેવ રૂપની વિક્રિયા કરે છે.
તે દેવનું રૂપ આ પ્રમાણે હતુંઃ હાર વડે તેનું વક્ષઃસ્થલ સુશોભિત હતું. યાવતું તે દશદિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કહી રહ્યું હતુ. જોનારને પ્રસન્નતા ઉત્પન્ન કરતું હતું. દર્શનીય, મનોજ્ઞ, પ્રતિરૂપ, વિશિષ્ટ રૂપવાળું હતું. એવું રૂપ વિકુર્તીને તે દેવ કામદેવ શ્રમણોપાસકની પોષધશાલામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને આકાશમાં સ્થિત થાય છે. તેણે ઘૂઘરીઓ સહિત પાંચ વર્ણવાળાં વસ્ત્રો સારી રીતે પહેરેલાં હતાં. તેણે કામદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org