________________
૬૨
નાયાધમ્મ કહાઓ- ૧/-/પ/૩ ત્યાં સમુદ્રવિજય આદિ દશ દશારો, બલદેવ આદિ પાંચ મહાવીરો, ઉગ્રસેન આદિ ૧૬૦૦૦ રાજાઓ, પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કરોડ કુમારો, શાખ આદિ ૬0000 દુદન્ત યોદ્ધાઓ, વીરસેન આદિ ૨૧૦૦૦ પુરુષો, મહાસેન આદિ પ૬૦૦૦ બળવાન પુરુષો, રુકિમણી આદિ બત્રીસ હજાર રાણીઓ, અનંગસેના આદિ અનેક હજાર ગણિ કાઓ તથા અન્ય ઘણા ઈશ્વરો, તલવરો યાવતું સાર્થવાહ આદિનું તથા ઉત્તર દિશામાં વૈતાઢ્ય પર્વત પર્યન્ત તથા અન્ય ત્રણ દિશાઓમાં લવણ સમુદ્ર પર્યન્ત દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રના અને દ્વારિકા નગરીનું અધિપતિત્વ કરતા વિચરતા હતા.
[૬૪] દ્વારિકા નગરીમાં થાવસ્યા નામની એક ગાથાપત્ની નિવાસ કરતી હતી. તે સમૃદ્ધિવાળી હતી, યાવતું કોઇથી પરાભવ પામનારી ન હતી તે થાવસ્યા ગાથા પત્નીનો થાવસ્યા પુત્ર નામનો સાર્થવાહનો પુત્ર હતો. તેના હાથ પગ અત્યંત સુકમાળ હતા. યાવતુ તે સુંદર રૂપવાન હતો. ત્યાર પછી તે થાવસ્યા ગાથા પત્નીઓ તે પુત્રને કંઈક અધિક આઠ વર્ષનો થયેલો જાણીને શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે મોકલ્યો. પછી ભોગ ભોગવવામાં સમર્થ થયેલો જાણીને ઇભ્યકુળની બત્રીસ કુમારિકાઓની સાથે એકજ દિવસે પાણી ગ્રહણ કરાવ્યું. પ્રાસાદ આદિ બત્રીસ બત્રી સનો દાયજો આપ્યો તે ઇભ્યકુળની બત્રીસ કુમારિકાઓની સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, વર્ણ, અને ગંધનો ભોગ યાવતુ કરતો વિચારવા લાગ્યો.
તે કાળે અને તે સમયે અરિહંત અરિષ્ટનેમિ પધાર્યા. ધર્મની આદિ કરનાર, તીર્થ ની સ્થાપના કરનાર, આદિ વર્ણન કરવું જોઈએ. વિશેષ આ કે ભગવાન અરિષ્ટનેમિ દશ ધનુષઉંચાહતા.નીલકમલભેંસનાશીંગડ,ગુલિકા અનેઅળસીનાલની સમાન શ્યામ કાન્તિવાળા હતા. અઢાર હજાર સાધુઓથી પરિવૃત્ત હતા અને ચાલીસ હજાર સાધ્વી ઓથી પરિવૃત્ત હતા. તે ભગવાન અરિષ્ટનેમિ અનુક્રમથી વિહાર કરતા યાવતુ જ્યાં દ્વારિકા નગરી હતી, જ્યાં ગિરનાર પર્વત હતો, જ્યાં નંદનવન નામનું ઉદ્યાન હતું, જ્યાં સુરપ્રિય નામક યક્ષનું યક્ષાયતન હતું અને જ્યાં અશોક વૃક્ષ હતું ત્યાં પધાર્યા. પધારીને યથોચિત અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. નગરીથી પરિષદ્ નીકળી, ભગવાને પરિષદને ધમપદેશ દીધો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે આ કથા સાંભળીને કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું ઃ- “હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી સુધમ સભામાં જઈને મેઘોના સમૂહ જેવા શબ્દવાળી ગંભીર તથા મધુર શબ્દાળી કૌમુદી નામની ભેરી વગાડો.' ત્યારે તે કૌટુમ્બિક પુરુષોએ મેઘ સમૂહના સમાન શબ્દવાળી ગંભીર તેમજ મધુર ધ્વનિવાળી ભેરી વગાડી.
તે સમયે સ્નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ કરતો, શરદ ઋતુના મેઘ સમાન ભેરીનો શબ્દ થયો. ત્યાર પછી તે કૌમુદી ભેરીના તાડન કરવા પર નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક ચત્વર, કંદરા, ગુફા, વિવર, કુહર, ગિરીશિખર, નગરના ગોપુરપ્રાસાદ, દ્વારા ભવન, દેવકુલ આદિ સમસ્ત
સ્થાનોમાં લાખો પ્રતિધ્વનિઓથી યુક્ત, અંદર અને બહારના વિભાગો સહિત દ્વારિકા નગરને શબ્દાયમાન કરતો ચારે તરફ તે શબ્દ ફેલાઈ ગયો.સમુદ્રવિજય આદિ દસ હજાર યાવતુ અનેક હજાર ગણિકાઓ તે કૌમુદી ભેરીનો શબ્દ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયા. યાવતું દરેક સ્નાન કર્યું. લાંબી લટકતી ફૂલમાળાઓના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org