SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ વિવાગસૂર્ય-૧/૩/૨૧ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું - હે દેવાનુપ્રિય! મને ગર્ભધારણ ક્યને ત્રણ મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે, હવે મને આ દોહદ ઉત્પન્ન થયો છે, તે પૂર્ણ નહિ થવાથી કર્તવ્ય અને અકર્તવ્યના વિવેકથી રહિત થયેલી હું યાવતુ આર્તધ્યાન કરી રહી છું. ત્યારે વિજયચોર સેનાપતિએ પોતાની સ્કંદશ્રી પત્નીનું આ કથન સાંભળી અને તેના પર વિચાર કરીને અંદશ્રીને આ પ્રમાણે કહ્યું - દેવાનુપ્રિયે ! તું આ દોહદને તારી ઈચ્છા પ્રમાણે પૂર્ણ કરી શકે છે અને તેના માટે કાંઈ ચિન્તા ન કર. પતિના આ વચનને સાંભળીને સ્કંદશ્રીને ઘણી પ્રસન્નતા થઈ, યાવતુ પોતાના દાહદને પૂર્ણ કરવાલાગી. ત્યાર પછી તે ગર્ભને સુખપૂર્વક ધારણ કરવા લાગી. ત્યાર બાદ તે ચોર સેનાપત્ની સ્કંદશ્રીએ નવ માસ પૂર્ણ થવા પર પુત્રને જન્મ આપ્યો. વિજય નામના ચોર સેનાપતિએ તે બાળકનો દશ દિવસ સુધી ખૂબ જ ધામધૂમ સાથે કુળ પરમ્પરા પ્રમાણે જન્મોત્સવ મનાવ્યો. યાવતું તેમને કહેવા લાગ્યો - દેવાનું પ્રિયો ! જે વખતે તેની માતાએ એક દોહદ ઉત્પન્ન થયો હતો દોહદ અભગ્ન રખાવ્યો હતો તેથી આ બાળકનું “અગ્નિસેન” આ નામ રાખવામાં આવે છે. પછી અભગ્નસેન બાળક યાવતું મોટો થવા લાગ્યો. [૨૨] ત્યાર બાદ કુમાર અભગ્નસેન બાળપણને લાંઘીને યુવાવસ્થામાં પ્રવેશ્યો તથા આઠ કુમારિકાઓ સાથે તેના લગ્ન કરવામાં આવ્યા. તે લગ્નમાં આઠ પ્રકારનો દહેજ મળ્યો અને તે મહેલોમાં રહીને આનન્દપૂર્વક તેનો ઉપભોગ કરવા લાગ્યો. કોઇ વખતે તે વિજયચોર સેનાપતિ મૃત્યુ પામ્યો. ત્યારે કુમાર અભગ્નસેન પાંચસો ચોરો સાથે રડતાં, આઝંદન કરતાં અને વિલાપ કરતાં કરતાં અત્યંત વૈભવ તેમ જ સત્કાર સાથે વિજયસેના પતિના શબને અન્ય કર્મ માટે સ્મશાન ભૂમિમાં પહોંચાડે છે અને લૌકિક મૃતકાર્ય કાર્યો કરે છે. થોડા સમય પછી અભગ્નસેનનો શોક ઓછો થયો. ત્યાર પછી પાંચસો ચોરોએ મોટા ઉત્સવ સાથે અગ્નિસેનનો શાલાટવી નામની ચોર પલ્લીમાં ચોર સેનાપતિની પદવી આપી. ચોર સેનાપતિના પદ પર નિયુક્ત થયેલો અગ્નિસેન અધર્મનું આચરણ કરતો યાવતું તે પ્રાન્તના રાજ્યને આપવા લાયક કરને પણ પોતે ગ્રહણ કરવા લાગ્યો. ત્યારબાદ અભસેન નામના ચોરસેનાપતિએ ઘણાં ગામોનો વિનાશ કર્યો તેથી ત્રાસ પામેલા તે દેશના લોકોએ એક બીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું હે દેવાનું પ્રિયો ! ચોર સેનાપતિ અભગ્નસેન પુરિમતાલ નગરના ઉત્તર પ્રદેશનાં ઘણાં ગામડાં ઓને વિનાશ કરીને ત્યાંના લોકોને ધનધાન્યાદિથી રહિત કરી રહ્યો છે. તેથી, હે ભદ્ર પુરુષો! પુરિમતાલ નગરના મહાબલ રાજાને આ વાતથી સારી રીતે વાકેફ કરવો, . ત્યાર બાદ મહામૂલ્ય, મહાન પુરુષોને યોગ્ય અને રાજાને યોગ્ય ભેટ લઈને મહા. બલ રાજા સામે આ વાતનું નિવેદન કર્યું - સ્વામિનું! અમે ઇચ્છીએ છીએ કે અમે આપની ભુજાઓની છાયાથી રક્ષણ પ્રાપ્ત કરી ભય અને ઉદ્દેગરહિત થઈને સુખપૂર્વક વસીએ. આ રીતે વિનંતી કરીને તે પ્રાન્તીય પુરુષો રાજાને હાથ જોડી તેના પગોમાં પડયા. મહાબલ રાજાને પોતાની પાસે ઉપસ્થિત થયેલા તે દેશવાસી પુરુષોની પાસેથી ઉપરોક્ત વૃત્તાન્ત સાંભળીને ક્રોધથી ધમધમી ઊઠયા અને ક્રોધાતુર બની જેમતેમ બોલતા, દાંત પીસતા, કપાળ પર ત્રણ રેખાને ધારણ કરતા દેડ કોટવાળને બોલાવે છે અને બોલાવીને કહે છે કે - હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જઇને શાલાટવી ચોર પલ્લીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy