________________
૧૭૦
નાયાધમ્મ કહાઓ-૧-૧૯૨૧૫ ની યથાપ્રવૃત્ત ઔષધ-ભેષજ વડે ચિકિત્સા કરાવવા ઇચ્છું છું. તેથી હે ભગવન! આપ મારી યાનશાલામાં પધારો.” ત્યાર પછી સ્થવિર ભગવંતોએ પુંડરીક રાજાનું આ નિવેદન સ્વીકાર કર્યું. ત્યાર પછી જેમ મંડુક રાજાએ શૈલક રાજાની ચિકિત્સા કરાવી હતી તેમ પુંડરીક કંડરીકની ચિકિત્સા કરાવી યાવતુ કંડરીક અણગાર બલવાન શરીરવાળા થઈ ગયા.
ત્યાર પછી સ્થવિર ભગવંતોએ પુંડરીક રાજાને પૂછ્યું, પૂછીને બહાર જનપદમાં વિહાર કરવા લાગ્યા. તે સમયે કંડરીક અણગાર રોગ આંતકથી મુક્ત થઇ જવા પર પણ તે મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારમાં મૂચ્છિત, વૃદ્ધ, આસક્ત અને તલ્લીન થવાથી પુંડરીક રાજાને પૂછીને બહાર જનપદમાં ઉગ્ર વિહાર કરવામાં સમર્થ ન થયા, શિથિલાચારી થઇને ત્યાંજ રહ્યાં. ત્યાર પછી પુંડરીક રાજાએ આ કથાનો અર્થ જાણ્યો ત્યારે તે સ્નાન કરીને અને વિભૂષિત થઇને તથા અંતઃપુરના પરિવારથી પરિવૃત્ત થઈને જ્યાં કંડરીક અણગાર હતા, ત્યાં આવ્યો, આવીને તેણે ત્રણ વાર આદક્ષિણા પ્રદ ક્ષિણા કરી પછી વંદના કરી, નમસ્કાર કર્યો. કહ્યું- દેવાનુપ્રિય ! આપ ધન્ય છો, કૃતાર્થ છો, કતપુય છો અને સુલક્ષણવાળા છો, જે આપ રાજ્યને અને અંતઃપુરને છોડીને, અંત પુરને ધિક્કારીને યાવતુ પ્રવ્રજિત થયા છો અને હું અધન્ય છું, પુણ્યહીન છું, યાવતું રાજ્ય માં અંતપુરમાં અને માનવીય કામભોગોમાં મૂચ્છિત યાવતું તલ્લીન છું. યાવતુ દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી હે દેવાનુપ્રિય! આપ ધન્ય છો યાવતુ આપને જન્મ અને જીવન નું સુંદર ફળ મેળવેલ છે.”
- ત્યાર પછી કંડરીક અણગારે પુંડરીકની આ વાતનો આદર ન કર્યો, યાવતું તે મૌન રહ્યા. ત્યારે બીજીવાર અને ત્રીજીવાર પણ પુંડરીકે કહ્યું. ત્યાર પછી ઈચ્છા ન હોવા છતાં પણ વિવશતાને કારણે લજ્જાથી અને મોટા ભાઈના ગૌરવના કારણે પુંડરીક રાજાને પૂછ્યું. તે સ્થવિરોની સાથે બહાર જનપદમાં વિચરવા લાગ્યા. તે સમયે સ્થવિ રોની સાથે તેમણે થોડો સમય ઉગ્ર વિહાર કર્યો. ત્યાર પછી તે શ્રમણત્વથી થાકી ગયો. શ્રમણત્વથી કંટાળી જવાથી શ્રમણત્વ તરફ તિરસ્કાર પ્રાપ્ત થયો. સાધુતાના ગુણોથી મુક્ત થયો. તેથી તે ધીમે-ધીમે સ્થવિરોની પાસેથી નીકળી ગયા. નીકળીને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પુંડરીક રાજાનું ભવન હતું, ત્યાં આવ્યા. આવીને અશોવાટિ કામાં શ્રેષ્ટ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર બેસી ગયા. બેસીને ભગ્નમનો રથ ચિંતા મગ્ન થઇ રહ્યા. ત્યાર પછી પુંડરીક રાજાની ધાયમાતા જ્યાં અશોકવાટિકા હતી ત્યાં આવી. ત્યાં આવીને તેણે કંડરીક અણગારને ચિંતામગ્ન જોયો. જોઇને જ્યાં પુંડરીક રાજા હતો, ત્યાં આવીને વાત કરી.
- ત્યાર પછી પુંડરીક રાજા, ધાયમાતા પાસેથી આ વાત સાંભળીને અને સમજીને સંભ્રાન્ત થઈને ઉઠ્યા. ઉઠીને અંતઃપુરના પરિવારની સાથે અશોકવાટિકામાં ગયા. જઈને કંડરીક અણગારને ત્રણવાર પેલાની જેમ કહ્યું-દેવાનુપ્રિય ! તમે ધન્ય છો. યાવતું દીક્ષિત થયા છો. હું અધન્ય છે કે યાવતુ સંયમ લેવામાં અસમર્થ છું. તેથી હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો યાવતું માનવીય જન્મ અને જીવનનું સુંદર ફળ મેળવેલ છે. પણ કંડરીક અણગાર મૌન રહ્યા.ત્યાર પછી પુંડરીકે કંડરીકને આપ્રમાણે કહ્યું. “ભગવન!શુંભોગોનું પ્રયોજન છે ? ત્યાર કંડરીકે કહ્યું - હા પ્રયોજન છે?” ત્યારે પુંડરીક રાજાએ કોટમ્બિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org