________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬
૧૫૭
સૂચના આપી. તે આવ્યા. મહેલમાં લઈ ગયા. યાવત્ પૂછ્યું હે પિતૃભગિની ! આજ્ઞા કરો, આપનું આવવાનું શું પ્રયોજન છે ? ત્યારે કુન્તીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું-‘હે પુત્ર ! તમોએ પાંચે પાંડવોને દેશનિકાલનો આદેશ આપ્યો છે પણ તમે દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રના સ્વામી છો તો તમે બતાવો કે તે કઇ દિશા અથવા વિદિશામાં જાય ? ત્યારે કૃષ્ણ વાસુદેવે કુન્તીને આ પ્રમાણે કહ્યું-પિતૃભગિની ! ઉત્તમ પુરુષ, વાસુદેવ, બલદેવ, ચક્રવર્તી અપૂતિવચન હોય છે. તેઓના વચન મિથ્યા થતાં નથી. તેથી હે દેવાનુપ્રિયે ? પાંચે પાંડવો દક્ષિણ દિશાના વેલાતટ જાય અને ત્યાં પાંડુ મથુરા નામની નવી નગરી વસાવે અને મારા અત્કૃષ્ટ સેવક થઇને રહે.’ આ પ્રમાણે કહીને તેણે કુન્તી દેવીનો સત્કાર-સન્માન કર્યો. યાવત્ તેને વિદાય કર્યા. ત્યાર પછી કુન્તી દેવીએ દ્વારવતી નગરીથી આવીને યાવત્ પાંડુ રાજાને આ અર્થ નિવેદન કર્યો. ત્યારે પાંડુ રાજાએ પાંચ પાંડવોને બોલાવીને કહ્યું-હે પુત્રો ! તમે દક્ષિણી વેલાતટ જાઓ અને ત્યાં પાંડુમથુરા નગરી વસાવીને રહો. ત્યારે પાંચે પાંડવોએ પાંડુ રાજાની વાત યાવત્ ‘તથાસ્તુ’ સારી વાત છે’ એમ કહીને સ્વીકારકરીને બલ અને વાહનોની સાથે તથા ઘોડા અને હાથીઓની સાથે હસ્તિના પુરની બહાર નીકળ્યા.નીકળીને દક્ષિણ વેલાતટ પર પહોંચ્યા.પાંડુ મથુરા નગરીની સ્થા પના કરીને તેઓ ત્યાં વિપુલ ભોગોના સમૂહથી યુક્ત થઈને સુખપૂર્વક રહેવા લાગ્યા.
[૧૮૦] ત્યાર પછી એક વાર કોઈ સમયે દ્રૌપદી દેવી ગર્ભવતી થઈ. ત્યાર પછી નવ માસ પૂર્ણ થતાં સુંદર રૂપવાળા અને સુકુમાર બાલકને જન્મ આપ્યો. બાર દિવસ વ્યતીત થઇ જવા પર તે બાળકના માતા-પિતાને એવો વિચાર ઉત્પન્ન થયો કે અમારો આ બાળક પાંચ પાંડવોને પુત્ર છે અને દ્રૌપદી દેવીનો આત્મજ છે, તેથી આ બાળકનું ‘પાંડુસેન’ નામ રાખ્યું. તે કાળ અને તે સમયમાં ધર્મઘોષ સ્થવિર પધાર્યા. તેમની દેશના સાંભળવા માટે પરિષદ્ નીકળી. પાંડવો પણ નીકળ્યા. ધર્મ શ્રવણ કરીને તેઓએ સ્થ વિરને કહ્યું-દેવાનુપ્રિય ! અમને સંસારથી વિરક્તિ થઇ છે, તેથી અમે દીક્ષિત થવા ઇચ્છીએ છીએ, કેવળ દ્રૌપદી દેવીની આજ્ઞા લઇ અને પાંડુસેન ને રાજ્ય પર સ્થાપિત કરી દઇએ. ત્યાર પછી દેવાનુપ્રિયની પાસે, મુંડિત થઇને યાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરશું; ત્યારે વિર ધર્મઘોષે કહ્યું-દેવાનુપ્રિયે ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો.' દ્રૌપદી દેવીને બોલાવી કહ્યું-દેવાનુપ્રિય ! અમે સ્થવિર સાધુની પાસે ધર્મ સાંભળ્યો છે. યાવત્ અમે પ્રવ્રજ્યા ગ્રહણ કરી રહ્યા છીએ. દેવાનુપ્રિયે ! તારે શું કરવું છે ?’ ત્યારે દ્રૌપદી દેવીએ પાંચ પાંડવોને કહ્યું “જો તમે સંસાર ના ભયથી ઉદ્વિગ્ન થઇને પ્રવ્રુજિત થાઓ છો તો મારું બીજું શું અવલંબન યાવત્ થશે ? હું પણ દીક્ષા અંગીકાર કરીશ.
ત્યાર પછી પાંચ પાંડવોએ પાંડુસેનનો રાજ્યાભિષેક કર્યો યાવત્ પાંડુસેન રાજા થઇ ગયો યાવત્ રાજ્યનું પાલન કરવા લાગ્યો. ત્યારે કોઇ સમયે પાંચ પાંડવોએ અને દ્રૌપદીદેવીએ પાંડુસેન રાજાની પાસે દીક્ષાની અનુમતિ માંગી. ત્યારે પાંડુસેન રાજાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું-દેવાનુપ્રિયો ! શીવ્રતાથી દીક્ષામહોત્સવની તૈયારી કરો અને હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય શિબિકાઓ તૈયાર કરો. શેષ વૃત્તાન્ત પૂર્વવત્ જાણવું. યાવત્ પાંચ પાંડવો શ્રમણ બની ગયા. ચૌદ પૂર્વેનું અધ્યયન કર્યું. અધ્યયન કરીને ઘણાં વર્ષો સુધી છઠ્ઠ, અક્રમ, ચાર, પાંચ ઉપવાસ તથા અર્ધમાસખ મણ, માસખમણ આદિ તપસ્યા દ્વારા આત્માને ભાવિત કરતા થકા વિચરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org