SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨૩ ૩૯૧ પ્રકારનાં મણિમય કનકમય રત્નમય વિમલ અને ચકચકતાં કડાં પોંચી બેરખાં વગેરે આભૂષણોથી દીપતો ઊજળો પુષ્ટ અને લાંબો એવો પોતાનો જમણો હાથ પસાર્યો એના એ જમણા હાથમાંથી સરખાં વય લાવયપ અને યૌવનવંતા, સરખાં નાટકીય ઉપકરણો અને વસ્ત્રા-ભૂષણોથી સજેલા, ખભાની બન્ને બાજુમાં ઉત્તરીય વસ્ત્રથી યુક્ત ડોકમાં કોટિયું અને શરીરે કંચુક પહેરેલા, ટીલાં અને છોગાં લગાવેલા, ચિત્ર વિચિત્ર પટ્ટાવાળાં અને ફુદડી ફરતાં જેના છેડા જેવા ઉંચા થાય એવી છે-કોરે-મૂકેલી ઝાલર વાળાં રંગબેરંગી નાટકીય પરિધાન પહેરેલા, છાતી અને કંઠમાં પડેલા એકાવળ હારોથી શોભાયમાન અને નાચ કરવાની પૂરી તૈયારીવાળા એકસો ને આઠ દેવકુમારો નીકળ્યા. એજ પ્રમાણે સૂર્યાભદેવે પસારેલા ડાબા હાથમાંથી ચંદ્રમુખી, ચંદ્રાઈસમાન લલાટપટ્ટ વાળી, ખરતા તારાની જેમ ચમકતી આકૃતિ વેશ અને ચારુ શૃંગારથી શોભતી, હસવે બોલવે ચાલવે વિવિધવિલાસે લલિત સંલાપે અને યોગ્ય ઉપચારે કુશળ, હાથમાં વાજાંવાળી, નાચ કરવાની પૂરી તૈયારીવાળી અને બરાબર એ દેવ કુમારોની જોડીરુપ એવી એકસો ને આઠ દેવકુમારીઓ નીકળી. પછી એ સૂયભિદેવે શંખો રણશિંગાં શંખલીઓ, ખરમુખીઓ પેયાઓ પીરપી રિકાઓ પણવો-પહો- ઢક્કાઓ-મોટી ઢક્ક ઓ-ભેરીઓ, ઝાલરો, દુદુભીઓ, સાંકડ મુખીઓ મોટામાદળો મૃદંગો નંદી મૃદંગો આલિંગો, કુસુંબો, વિણાઓ, ભમરીવાળી વીણાઓ છ ભમરીવાળી વીણાઓ, સાત તારની વીણાઓ,બબ્બીસો, સુઘોષા ઘંટાઓ નિંદીઘોષા ઘંટાઓ સો તારની મોટી વીણાઓ કાચબી વીણાઓ ચિત્રવીણાઓ, આમો દો, ઝાંઝો નકુલો, તૂણો, તુંબડાવાળી વણાઓ, મુકુંદો, હુડુક્કો વિચિક્કીઓ કરટીઓ ડિડિમો કિણિતો કડવાંઓ દઈરી દદરિકાઓ કુસુંબુરુઓ કલશીઓ કલશો તાલો કાંસાના તાલો રિગિરિસિકો અંગરિકાઓ શિશુમારિકાઓ વાંસના પાવાઓ બાલી ઓ વેણુઓવાંસળીઓ પરિલીઓ અને બદ્ધકો એમ ઓગણપચાસે જાતનાં એકસો ને આઠ આઠ વાજાંઓ બનાવ્યાં અને એકસો ને આઠ આઠ તે દરેક વાજાને વગાડનારા બનાવ્યા. પછી એ સૂયભિદેવે પોતાના હાથમાંથી સરજેલા તે દેવકુમારી અને દેવ કુમારીઓને બોલાવીને કહ્યું કે - હે દેવાનુપ્રિયો ! તમે શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઓ અને તેમને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન-નમન કરીએ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથોને તે દિવ્ય દેવઋદ્ધિ દિવ્ય દેવાનુભાવવાળું બત્રીશ પ્રકારનું નાટક ભજવી બતાવો.” [૨૪] સૂયભિદેવની આજ્ઞા થતાં જ તેને માથે ચઢાવી હૃષ્ટતુષ્ટ થએલાં એ દેવકુમારો અને દેવકુમારીઓ શ્રમણ ભગવાન મહાવીર તરફ જઈ તેમને વાંદી-નમી જે તરફ ગૌતમાદિક શ્રમણનિગ્રંથો હતા તે તરફ વળ્યાં અને એક સાથે જ એક હારમાં ઊભા રહ્યાં, સાથે જ નીચે નમ્યાં, વળી પાછું સાથે જ તેઓ પોતાનાં માથાં ઉંચાં કરી ટટ્ટાર ઊભા રહ્યાં. એજ પ્રમાણે સહિતપણે અને સંગતપણે નીચે નમ્યાં અને પાછાં ટટ્ટાર ઊભા રહ્યાં, પછી સાથે જ ટટ્ટાર ઊભા રહી ફેલાઈ ગયાં અને પોતપોતાનાં નાચગાનનાં ઉપકરણો હાથપગમાં બરાબર ગોઠવી રાખી એક સાથે જ વગાડવા લાગ્યાં, નાચવા લાગ્યાં અને ગાવા લાગ્યાં. તેમનું સંગીત ઉપરથી શરૂ થતાં ઉઠાવમાં ધીરું મંદ મંદ, મૂધમાં આવતાં તારસ્વરવાળું અને પછી કંઠમાં આવતાં વિશેષ તારસ્વરવાળું, એમ ત્રિવિધ હતું. જયારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy