________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪
૧૨૭. તેને અધ આસનપર બેસાડવા, તેના ભોગોની વૃદ્ધિ કરવી.” ત્યાર પછી કનકધ્વજ પદ્માવતી દેવીના કથનને ઘણું સારૂં' કહીને અંગીકાર કર્યું.
[૧૫૪) ત્યાર પછી પોટ્રિલા દેવે વારંવાર તેતલિપુત્રને કેવલિપ્રરૂપિત ધર્મથી પ્રતિબોધ્યો, પરંતુ તેતલિપુત્રને પ્રતિબોધ થયો જ નહિ. ત્યારે પોથ્રિલા દેવને આ પ્રમાણેનો વિચાર ઉત્પન્ન થયો-કનકધ્વજ રાજા તેતલિપુત્રનો આદર કરે છે. યાવતુ તેનો ભોગ વધારી દીધો છે, આ કારણે તેતલિપુત્ર વારંવાર પ્રતિબોધ આપવા છતાં ધર્મમાં પ્રતિબદ્ધ થતો નથી. તેથી ઉચિત છે કે કનકધ્વજ રાજાને તેતલિપુત્રથી વિરુદ્ધ વિમુખ) કરી દેવો જોઇએ. ત્યાર પછી તેતલિપુત્ર અમાત્ય બીજા દિવસે સ્નાન કરીને યાવતું અમે ગલનિવારણનો માટે પ્રાયશ્ચિત્ત કરીને શ્રેષ્ઠ અશ્વની પીઠ પર સવાર થઈને અને ઘણા પુરષોથી પરિવત થઈને પોતાના ઘરેથી નીકળ્યો. તેતલિપુત્ર અમાત્યને (માર્ગમાં) જે જે ઘણા રાજા, ઈશ્વર યા તલવર આદિ જોવે છે તે પહેલાની જેમ તેનો આદર કરે છે, તેને હિતકારક માને છે અને ઉભા થાય છે. ઉભા થઈને હાથ જોડીને ઈષ્ટ તેમજ કાન્ત વાણીથી બોલે છે અને વારંવાર બોલે છે. તેઓ બધા તેની આગળ, પાછળ અને આજુબાજુમાં અનુસરણ કરીને ચાલે છે.
ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં કનકધ્વજ હતો ત્યાં આવ્યો. કનકધ્વજે તેતલિપુત્રને આવતો જોયો પરંતુ તેનો આદર ન કર્યો, તેને હિતૈષી ન માન્યો, ઉભો ન થયો. એનાથી વિપરીત આદર ન કરતાં, નહીં જાણતાં, નહિ ઉભા થતાં પરાંગમુખ થઈને બેસી ગયો. ત્યાર પછી તેતલિપુત્ર કનકધ્વજને વિપરીત થયેલો જાણીને ભયભીત થયો. તેના દયમાં અત્યન્ત ભય ઉત્પન્ન થયો. તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-કનકધ્વજ રાજા મારા ઉપર રુષ્ટ થયા છે, હીન થઈ ગયા છે, મારૂં ખરાબ વિચાર્યું છે. તેથી કોણ જાણે તે મને કયા ખરાબ મોતથી મારશે.” આ પ્રમાણે વિચાર કરીને તે ડરી ગયો, ત્રાસને પ્રાપ્ત થયો, અને ધીમે-ધીમે ત્યાંથી ખસી ગયો. ખસીને તે અશ્વની પીઠ પર સવાર થયો. સવાર થઈને તે તેતલિપુરની મધ્યભાગમાં થઈને પોતાના ઘરની તરફ રવાના થયો. ત્યાર પછી તેતલિપુત્રને તે ઈશ્વરે આદિ જુએ છે તો તેઓ પણ પહેલાની જેમ તેનો આદર ન કરતાં, તેમને ન જાણતાં, તેમની સામે ઉભા ન થતાં. હાથ ન જોડતાં અને ઇષ્ટ યાવતુ વાણીથી સત્કાર નહિ કરતાં, આગળ, પાછળ, આજુબાજુમાં તેની સાથે ચાલતાં નહીં. ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં પોતાનું ઘર હતું, ત્યાં આવ્યો. બાહરની જે પરિષદું હોય છે, જેમકે દાસ,
તથા ભાગીદાર આદિ, તે બહારની પરિષદે પણ તેનો આદર ન કર્યો. તેને ન જાણ્યો, અને ન ઉભા થયા અને જે અત્યંતર પરિષદુ હોય છે, જેમકે માતા, પિતા, પુત્રવધૂ આદિ, તેને પણ તેનો આદર ન કર્યો, તેને ન જાણ્યો અને તેને જોઈ કોઈ ઉભા ન થયા.
ત્યાર પછી તેતલિપુત્ર જ્યાં પોતાનું વાસગૃહ હતું અને જ્યાં શય્યા હતી. ત્યાં આવ્યો. આવીને શય્યા પર બેઠો. બેસીને આ પ્રમાણે બોલ્યો-“આ રીતે હું મારા ઘરેથી નીકળ્યો અને રાજા પાસે ગયો પરંતુ રાજાએ આદર-સત્કાર ન કર્યો. પાછા ફરતાં માગે માં પણ કોઇએ આદર-સત્કાર ન કર્યો. ઘરે આવ્યો તે બાહ્ય પરિષદે પણ આદર-સત્કાર ન કર્યો. એવી દશામાં મારે પોતાને જીવનથી રહિત થઈ જવું તે જ શ્રેયસ્કર છે.” આ પ્રમાણે તેતલિપુત્રે વિચાર કર્યો. વિચાર કરીને તાલપુટવિષ પોતાના મુખમાં નાંખ્યું. પરંતુ તે વિષની અસર ન થઈ. ત્યાર પછી તેતલિપુત્રે નીલ કમલની સમાન શ્યામ યાવતુ તલવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org