________________
૧૫
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬ સુગંધિત દ્રવ્યોથી સુગંધિત કરો. પંચવર્ણ પુષ્પોના સમૂહથી વ્યાપ્ત કરો. કૃષ્ણ અગર શ્રેષ્ઠ કંદુક અને તરુષ્ક આદિના ધૂપથી ગંધની વાટ જેવું કરો. તેને મચોથી યુક્ત કરો. પછી વાસુદેવ આદિ હજાર રાજાઓના નામોથી અંકિત અલગ-અલગ આસન શ્વેત વસ્ત્રોથી આચ્છાદિત કરીને તૈયાર કરો. ત્યાર પછી વાસુદેવ પ્રભૂતિ ઘણા હજાર રાજા
ઓ કાલે પ્રભાત થવા પર સ્નાન કરીને યાવતું વિભૂષિત થયા. શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષોના ફૂલોની માળાવાળા છત્રને છારણ કર્યો. તેમના પર ચામર ઢોળાવા લાગ્યાં. અશ્વ, હાથી, ભટોં આદિથી પરિવૃત થઇને સંપૂર્ણ ઋદ્ધિની સાથે યાવતુ વિાધ્વનિની સાથે જ્યાં સ્વયંવરમંડપ હતો, ત્યાં પહોંચ્યા. મંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને પૃથ-પૃથક પોત-પોતાના નામોથી અંકિત આસન પર બેસી ગયા અને રાજવર કન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી દ્રુપદ રાજા પણ બીજા દિવસે સ્નાન કરીને યાવતુ. આવીને વાસુદેવ આદિને હાથ જોડીને અભિનંદન કરીને કૃષ્ણ વાસુદેવ પર શ્રેષ્ઠ શ્વેત ચામર ઢોળાવા લાગ્યો.
[૧૭૧] ત્યાર પછી તે રાજવરકન્યા દ્રૌપદી બીજા દિવસે પ્રાતઃકાળ થવા પર સ્નાનગૃહની તરફ ગઈ. ત્યાં જઈને સ્નાનગૃહમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સ્નાન કર્યું યાવતું શુદ્ધ અને સભામાં પ્રવેશ કરવા યોગ્ય માંગલિક ઉત્તમ વસ્ત્ર ધારણ કર્યો. જિનપ્રતિમાઓનું પૂજન કર્યું. પૂજનકરીને તે અંતઃપુરમાં ચાલી ગઈ.
[૧૭] ત્યાર પછી અંતઃપુરની સ્ત્રીઓએ રાજવરકન્યા દ્રૌપદીને સર્વ અલંકા રોથી વિભૂષિત કરી. પગમાં શ્રેષ્ઠ નૂપુર પહેરાવ્યા. યાવતુ તે દાસીઓના સમૂહથી પરિ વૃત થઇને અંતઃપુરથી બહાર નીકળી. બહાર નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી અને જ્યાં ચારઘંટા વાળો અશ્વરથો હતો, ત્યાં આવી. આવીને ક્રીડા કરાવનારી ધાય અને લેખિકા દાસીની સાથે તે ચાર ઘંટાવાળા રથ પર આરૂઢ થઈ. તે સમયે ધૃષ્ટદ્યુમ્ન કુમારે દ્રૌપદી કુમારીનું સારથિનું કાર્ય કર્યું. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદી કંપિલ્યપુર નગરની મધ્યમાં થઈને જ્યાં સ્વયંવરમંડપ હતો, ત્યાં ગઈ. સ્વયંવરમંડપમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને બંને હાથ જોડીને વાસુદેવ પ્રભૂતિ બહુસંખ્યક હજારો રાજાઓને પ્રણામ કર્યા. ત્યાર પછી રાજવરકન્યા દ્રૌપદીએ એક મોટા શ્રીદામકાંડ ગ્રહણ કર્યો. પાટલ, મલ્લિકા, ચંપક આદિ યાવત્ સપ્તપર્ણ આદિના ફૂલોથી ગુંથેલ હતો. ગંધ સમૂહને ફેલા વતો હતો. અત્યંત સુખદ સ્પર્શવાળો અને દર્શનીય હતો. ત્યાર પછી તે ક્રીડા કરાવનારી થાવતુ સુંદર રૂપવાળી ધાયે જમણા હાથમાં ચમકતો અરીસો લીધો. તે દર્પણમાં જે જે રાજાનું પ્રતિબિમ્બ પડતું હતું, તે પ્રતિબિમ્બ દ્વારા દેખાતા શ્રેષ્ઠ સિંહના સમાન રાજાને પોતાના ડાબા હાથેથી દ્રૌપદીને બતાવતી હતી. તે ધાય સ્કુટ, વિશદ, વિશુદ્ધ રિભિત મેઘની ગર્જનાની સમાન ગંભીર અને મધુર વચન બોલતી થકી, તે દરેક રાજાના માતાપિતાના વંશ, સત્વ, સામર્થ્ય ગોત્ર, પરાક્રમ, કાંતિ, વિવિધ પ્રકારનું જ્ઞાન માહાભ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણ્ય, કુળ અને શીલને જાણનાર હોવાથી વખાણ કરવા લાગી.
તેમાંથી સર્વ પ્રથમ વૃષ્ણિ (યાદવો)માં પ્રધાન સમુદ્રવિજય આદિ દશ દસારો જે ત્રણ લોકમાં બળવાન હતા, લાખો શત્રુઓના માન મર્દન કરનાર હતા, ભવ્ય જીવોમાં શ્રેષ્ઠ શ્વેત કમલના સમાન પ્રધાન હતા, તેજથી દેદીપ્યમાન હતા, બલ, વીર્ય, રૂપ, યૌવન, ગુણ અને લાવણ્યનું કીર્તન કરનારી તે ધાયે કીર્તન કર્યું અને પછી કહ્યું કે આ યાદવો.
lo|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org