________________
૧૭૬
નાયાધમ કહાઓ- ૨/૧/૫/૨૨૪ ગાથાપતિ, વિદ્યુતશ્રી તેની ભાર્યા અને વિદ્યુત નામે પુત્રી હતી. શેષ સર્વ કથા પૂર્વવતું.
( વર્ગઃ ૧- અધ્યયન-૫-મેધા) [૨૪] તે જ પ્રમાણે મેઘાનું પણ વૃત્તાન્ત સમજવો. આમલકલ્પા નગરી, મેઘ નામક ગાથાપતિ, મેઘશ્રી નામે તેની જાય અને મેઘા પુત્રી શેષ પૂર્વવત્.
વર્ગઃ ૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
( વર્ગ ૨ - અધ્યયનો-૧ થી પ) [૨૨] જબ્બ ! યાવતું સિદ્ધિને પ્રાપ્ત ભગવાન મહાવીરે બીજા વર્ગના પાંચ અધ્યા યનો બતાવેલા છે તે આ પ્રમાણે- શુંભા નિશુંભા રંભા નિરંભા મદના.”
હે જબૂ! આ પ્રમાણે તે કાળ અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામે ઉદ્યાન હતું. સ્વામી સમોસર્યા. પરિષદ નીરળી વાવતુ. પર્યાપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં બલિચંચા રાજધાનીમાં શું ભાવતુંસક ભવનમાં, શુંભા દેવી શુભ નામે સિંહાસન ઉપર આરૂઢ હતી. ઈત્યાદિ કાલી દેવીની જેમ સર્વ વૃત્તાન્ત જાણવો શ્રી ગૌતમ સ્વામીએ પૂર્વભવ પૂગ્યો. ભગવાને કહ્યું-શ્રાવસ્તી નગરી હતી. કોષ્ટક નામે ચૈત્ય હતું. જિતશત્રુ નામે રાજા હતો. શ્રાવસ્તીમાં શુંભ નામે ગાથાપતિહતો શુંભશ્રી નામે ભાર્યા હતી. શુંભા નામે તેની પુત્રી હતી. શેષ સર્વ વૃતક્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષ તાએ કે શુંભા દેવીની સાડા ત્રણ પલ્યોપમની સ્થિતિ હતી. શેષ ચારે અધ્યનનો તેજ પ્રમાણે અર્થ જાણવો.
| વર્ગ-૨નીમુનિદીપરત્નસગારે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ધર વર્ગ ૩ ક અધ્યયનઃ ૧-૫૪) [૨૨] હે જબ્બ ! ત્રીજા વર્ગના ચોપન અધ્યયન પ્રરૂપેલા છે. હે જબૂ! તે કાળા અને તે સમયમાં રાજગૃહ નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. ભગવાન પધાર્યા. પરિષદ નીકળી યાવતું પર્ફપાસના કરવા લાગી. તે કાલ અને તે સમયુ, ઈલા નામક દેવી ધરણી નામક રાજધાનીમાં, ઈલાવતંસક ભવનમાં, ઈલા નામક સિંહાસન ઉપર બેઠી હતી. કાલી દેવીની સમાન ઈલા દેવી પણ વાવતુ નાટ્યવિધિ બતાવીને પાછી ગઈઃ ગૌતમ સ્વામીએ પૂર્વભવ મૂક્યો. ભગવાન ઉત્તર આપે છે. વારાણસી નગરી હતી. તેમાં કામ મહાવન નામક ઉદ્યાન હતું. ઈલા નામે ગાથાપતિ હતો. ઈલાશ્રી તેની ભાય હતી. ઇલા. નામક પુત્રી હતી. શેષ સર્વ વૃત્તાન્ત કાલીની સમાન જાણવો. વિશેષતા એ કે ઇલા આય ધરણેન્દ્રની અગ્રમહિષીના રૂપમાં ઉત્પન્ન થઈ. અર્ધ પલ્યોપમથી કંઈક અધિક તેની સ્થિતિ જાણવી. શેષ વૃત્તાન્ત પૂર્વવતુ. આ પ્રમાણે ક્રમથી સતેરા સૌદામિની ઈન્દ્રા ધના. અને વિદ્યુતા, આ પાંચ દેવીઓના પાંચ અધ્યયનો કહેવા જોઈએ આ દરેક ધરણેન્દ્રની અગ્રમહિષી છે. આ પ્રમાણે છ અધ્યયનો. કોઈ પણ વિશેષતા વિના વેણુદેવના જાણવા જોઈએ. તે પ્રમાણે કંઇ પણ વિશેષતા વિના ઘોષના પણ છ-છ અધ્યયન જાણવા. આ પ્રમાણે દક્ષિણ દિશાના ઇન્દ્રોના ચોપન અધ્યયનો છે. તે બધા વારાણસી નગરીના કામમહાવન ઉદ્યાનમાં કહેવા જોઇએ.
વર્ગ-૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org