SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ઉવવાઈયં (૪૨) ધર્મને સાંભળીને, ધારણ કરીને હર્ષિત થયો, સંતુષ્ટ થયો યાવતુ આનંદિત થયો. સ્વસ્થા નેથી ઉઠ્યો. ઉઠીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવત્ત ! આ નિગ્રંથ પ્રવચન સર્વોત્કૃષ્ટ છે યા તેનાથી ઉત્કૃષ્ટ બીજું શું હોય શકે ? આ પ્રમાણે કથન કરી પાછા ગયા. [૪૩] ત્યાર પછી સુભદ્રા પ્રમુખ દેવીઓ પણ શ્રમણ ભગવાન મહાવીરની પાસે ધર્મશ્રવણ કરીને અવધારણ કરીને હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ, યાવતું આનંદિત દયવાળી થઈ પોતાના સ્થાનેથી ઉઠી, ઉઠીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર વંદન, નમસ્કાર કરીને યાવતુ પાછા ગયા [૪૪] તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરના સૌથી મોટા શિષ્ય ગૌતમ ગોત્રી, સમચતુરસ્ત્ર સંસ્થાન સંપન, સાત હાથની અવગાહનાવાળા, વજ8ષભનારાચ સંહનનધારી, શુદ્ધ સુવર્ણની કસ પર ઘસેલી રેખા જેવા તથા કમળની કેસર જેવા ગૌરવરણી ઈન્દ્રભૂતિનામનાઅનેગાર હતા.તે ઉગ્ર તપસ્વી હતા.તેમનું તપ અગ્નિ જેવું જાજ્વલ્યમાન હતું. વિધિપૂર્વક તપ કરતા હતા. ઘોર તપસ્વી હતા. ઘોરગણવાળા હતા ઘોર બ્રહ્મચર્યવાસી હતા, શરીરના સંસ્કારોને છોડી દીધા હતા. વિપુલ તેજો લેશ્યાને સંક્ષિપ્ત કરીને રાખી હતી. આવા ગૌતમ ગણધર શ્રમણ ભગવાન મહાવીરથી બહુ દૂર કે બહુ નજીક નહિ એ રીતે ઘુંટણો ઉંચા કરીને અને શિર નમાવીને ધ્યાન રૂપી કોષ્ઠમાં બિરાજમાન હતા. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. ત્યાર પછી તે ભગવાન ગૌતમ કે જેના ચિત્તમાં તત્ત્વનો નિર્ણય કરવાની ઈચ્છા થઈ છે, સંશય ઉત્પન્ન થયો છે, ભગવાન મારા સંશયનો ઉત્તર ન જાણે કેવીરીતે આપશે? એવી જેની ઉત્કંઠા થઈ છે, એવા ગૌતમ સ્વામી ઉત્થાન શક્તિથી પોતાના સ્થાનથી ઉઠ્યા. ઉઠીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને વંદન, નમસ્કાર કર્યા. પ્રભુની સામે ન બહુ દૂર કે ન બહુ નજીક એ રીતે સાંભળવાની ઈચ્છાથી બેઠા. પછી વિનયથી હાથ જોડી પર્યાપાસના કરતાં આ પ્રમાણે બોલ્યા. હે ભગવાન ! જે જીવ અસંયમી, અવિરતિ, વર્તમાન તથા ભવિષ્યના પાપકર્મોના દ્વારને પ્રત્યાખ્યાનથી અટકાવેલ નથી, ક્રિયાથી જે યુક્ત છે, અસંવૃત, એકાંત આત્માને દુખી કરનાર, એકાંત મિથ્યાવૃષ્ટિ, મિથ્યાત્વની નિદ્રામાં સૂતેલ જીવ પાપકર્મનો બંધ કરે કે નહિ? ભગવાને કહ્યું - હા ગૌતમ! તે બંધ કરે છે. હે ભગવન્! અસંયમી યાવતુ એકાંત. સુપ્ત જીવ મોહનીય કર્મનો બંધ કરે છે? હા ગૌતમ! બંધ કરે છે. હે ભગવન્ત ! મોહનીય કર્મનો અનુભવ કરનાર જીવ શું મોહનીય કર્મનો બંધ કરે છે ? અથવા વેદનીય કર્મનો બંધ કરે છે? હે ગૌતમ ! મોહનીય કર્મનો પણ બંધ કરે છે અને વેદનીય કર્મનો પણ બંધ કરે છે. કેવળ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં ચરમ મોહનીય કર્મનું વેદન કરતા સમયે વેદનીય કર્મને જ બાંધે છે પરંતુ મોહનીય કર્મને બાંધતા નથી. હે ભગવન્ત ! અસંયમી યાવતું એકાંત સુપ્ત મિથ્યાદ્રષ્ટિ ત્રસ જીવોની હિંસામાં રત રહેનારા જીવ કાલ સમયે કાળ કરીને શું નારકીઓમાં ઉત્પન્ન થાય છે? હા ગૌતમ! ઉત્પન્ન થાય છે. હે ભગવન્ત ! અસંયમી, અવિરતિ, પાપકર્મોને જેણે પ્રત્યાખ્યાનથી અટકાવ્યા નથી એવો જીવ આ મનુષ્યલોકમાંથી મરીને પરલોકમાં દેવભવમાં જાય છે?હા ગૌતમ! કેટલાંક જીવ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કેટલાંક જીવ દેવલોકમાં ઉત્પન્ન થતા નથી. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005056
Book TitleAgam Deep Agam 06 to 13 Gujarati Anuvaad Part 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy