________________
મુતસ્કંધ-૧, અધ્યયન-૬ જાય અને નષ્ટ થઈ જાય તો તે તંબડું પૃથ્વીતલથી કંઇક ઉપર આવી સ્થિર થાય છે. ત્યાર પછી બીજો માટીનો લેપ દૂર થઈ જાય તો કંઈક વધારે ઉપર આવી જાય છે. આ પ્રમાણે તે આઠેય મૃત્તિકા લેપના ભીના થવા પર યાવતું હટી જવા પર લૂંબડું બંધનમુક્ત થઈને ધરતી તલને લાંધીને ઉપર જળના તલ પર સ્થિત થાય છે.'
એ પ્રમાણે છે ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણ યાવતુ મિથ્યાદર્શનશવિર મણથી ક્રમશઃ આઠ કર્મ પ્રકૃતિઓને ખપાવીને આકાશ તલની તરફ જઈને લોકાગ્ર ભાગમાં સ્થિત થઈ જાય છે આ પ્રમાણે હે ગૌતમ! જીવ શીઘ લઘુત્વને પામે છે. | અધ્યયન-દ-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ |
(અધ્યયન-૭-રોહિણી) | [૭પ 'ભગવન્! જે શ્રમણ ભગવાન મહાવીરે યાવતું નિવણને પ્રાપ્ત થયેલાએ છઠ્ઠા જ્ઞાતાધ્યયનનો આ અધિકાર ફરમાવ્યો છે તો હે ભગવન્સાતમા જ્ઞાતઅધ્યયનનો શું અર્થ ફરમાવેલ છે?” હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગર હતું. શ્રેણિક રાજા હતા. નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં ગુણશિલક ચેત્ય હતું.'
તે રાજગૃહ નગરમાં ધન્ય નામનો સાર્થવાહ નિવાસ કરતો હતો. તે સમૃદ્ધિશાળી હતો અને કોઈથી પરાભૂત થનાર ન હતો. તે સાર્થવાહની ભદ્રા નામની ભાયી હતી. તેની પાંચે ઈન્દ્રિયો અને અવયવો પરિપૂર્ણ હતા યાવતુ તે સુંદર રૂપવાળી હતી. તે ધન્ય સાર્થવાહના પુત્ર અને ભદ્રા ભાર્યાનો આત્મજ ચાર સાર્થવાહપુત્ર હતા. તે આ પ્રમાણે – ધનપાલ, ધનદેવ, ધનગોપ, અને ધનરક્ષિત. તે ધન્ય સાર્થવાહના ચાર પુત્રોની આ ભાયીઓ હતી. તે આ પ્રમાણે-ઉજિઝાકા ભોગવતી, રક્ષિકા અને રોહિણી.
ત્યાર પછી ધન્ય સાર્થવાહને કોઈ સમયે મધ્યરાત્રિના સમયે આ પ્રમાણે અધ્ય વસાય ઉત્પન્ન થયો-આ પ્રમાણે નિશ્ચયથી હું રાજગૃહ નગરમાં રાજા, ઈશ્વર યાવતુ તલવર આદિના અને મારા કુટુમ્બના અનેક કાર્યોમાં, કરણીઓમાં, કુટુમ્બો માં, મંત્રણા ઓમાં, ગુપ્તવાતોમાં, રહસ્યમયવાતોમાં, નિશ્ચય કરવામાં, વ્યવહારોમાં પૂછવા યોગ્ય, મેઢીસમાન, પ્રમાણભૂત, આધાર, આલમ્બન, ચક્ષુ-સમાન પથદર્શક, મેઢીભૂત અને બધા કાર્યોની પ્રવૃત્તિ કરાવનાર છું. પરંતુ ન જાણે મારા ક્યાંયા બીજે જવાપર કોઈ અના ચારના કારણે મારા સ્થાનથી શ્રુત થવાપર, મરી જવાપર, ભગ્ન થઈ જવાપર રુણ થઈ જવા પર, કોઇ રોગ વિશેષથી વિશીર્ણ થઈ જવા પર, પ્રાસાદ આદિથી પડી જવા પર તથા બિમારીથી પથારીવશ થવા પર, પરદેશમાં જવા પર તથા ઘરથી નીકળીને વિદેશ જવા માટે પ્રવૃત્ત થવા પર, મારા કુટુમ્બના પૃથ્વીની જેમ આધાર, રસ્સીના સમાન અવલમ્બન તથા બધામાં એકતા રાખનાર કોણ થશે? તેથી મારા માટે તે ઉચિત હશે કે કાલે યાવતું સૂર્યોદય થવા પર વિપુલઆ ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિત્ર, આદિને તથા ચાર વધૂઓના કુલગૃહના સમુદાયને આમંત્રણ કરીને અને તે મિત્ર, જ્ઞાતિ, સ્વજન, 'આદિ ચારે પુત્રવધુઓના કુલગ્રહ વર્ગનો અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી તથા ધૂપ, પૂષ્પ, વસ્ત્ર તેમજ ગંધ આદિથી સત્કાર કરીને, સન્માન કરીને તેના સમક્ષ તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગની સમક્ષ પુત્રવધૂઓની પરીક્ષા કરવાને માટે પાંચ પાંચ સાલિ આપું. તેથી જાણી શકાય કે કોણ પુત્રવધૂ કેવા પ્રકારે તેની રક્ષા કરે છે, સારસંભાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org