________________
૨૧૪
અંતગડ દસાઓ- ૨/૧થી૮૭ (ક વર્ગ-૨ ક અધ્યયન ૧-૮) [૭] હે જંબૂ! તે કાળે અને તે સમયે દ્વારિકા નામની નગરી હતી. ત્યાં મહારાજા અંધકવિષ્ણુ રાજ્ય કરતા હતા. રાણીનું નામ ધારિણી દેવી હતું. તેને આઠ પુત્રો હતો.
[૮]સાગર, સમુદ્ર, હિમવન્ત, અચલ, ધરણ, પૂર્ણ, અને અભિચંદ્ર.
[૯]પ્રથમ વર્ગ સમાન આ આઠ અધ્યયનોનું વર્ણન પણ સમજી લેવું “ગુણરત્ન સંવત્સર' તપની આરાધના કરી. અને ૧૬ વર્ષ સુધી સંયમ પાળી શત્રુંજય પર્વત ઉપર એક માસની સંલેખના કરી સિદ્ધ થયા.
| વર્ગ-૨ નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(દર વર્ગ-૩ અધ્યયનઃ૧) [૧૦]અંતગડ સૂત્રના ત્રીજા વર્ગના તેર અધ્યયનો કહ્યા છે. - અનિયસ , અનન્ત સેન અનિહતવિદ્વત,દેવયશ,શત્રુસેન,સારણ,ગજ,સુમુખ,દુર્મુખ,કૂપક,દારૂક,અનાવૃષ્ટિ
ભગવનશ્રમણ યાવતું મોક્ષપ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ અંતગડ સૂત્રના ત્રીજા વર્ગના પ્રથમ અધ્યયનનો શું અર્થ પ્રતિપાદન કરેલ છે? હે જંબૂ! તે કાળે અને તે સમયે ભદિલપુર નામનું નગર હતું. તેના ઈશાન ખૂણામાં શ્રીવન નામનું એક ઉદ્યાન હતું. તે નગરમાં મહારાજા જિતશત્રુ રાજ્ય કરતા હતાં. તે જ નગરમાં નાગ નામનો એક ગાથાપતિ રહેતો હતો. તે ઘણો ધનવાન અને તેજસ્વી હતો. તે ગાથાપતિ ને સુલસા નામની એક પત્ની હતી. સુલસા અત્યંત સુકોમળ યાવત્ સ્વરૂપ વતી હતી. તે નાગ ગૃહ પતિનો પુત્ર અને સુલસા ભાર્યાનો આત્મજ અનિ યસ નામનો પુત્ર હતો. તે પણ ઘણો કોમળઅનેસ્વરૂપવાનહતો.પાંચધાવમાતાઓ દ્વારા તે પરિક્ષિત હતો. તેનું બધું જીવન દ્રઢપ્રતિજ્ઞની જેમ સમજી લેવું જોઈએ. તે ગિરિગુફામાં ઉત્પન્ન થતી ચંપકલ તાની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો અનીયસ કુમાર જ્યારે આઠ વર્ષથી કંઈક-થોડો વધારે મોટો થયો ત્યારે માતા-પિતાએ તેને ભણાવવા માટે કલાચાર્ય પાસે મોકલ્યો. વિદ્યા પ્રાપ્ત કર્યા પછી અને બાલભવને છોડીને જ્યારે અનિયતકુમાર ભોગ ભોગવવાને યોગ્ય થઈ ગયો ત્યારે માતાપિતાએ તેના અનુરૂપ બત્રીશશ્રેષ્ઠ કન્યાઓ સાથે એક જ દિવસે લગ્ન કર્યા.
લગ્ન પછી તે નાગ ગાથાપતિએ અનિયસ કુમારને પ્રીતિદાન દેતી સમયે બત્રીસ કરોડ ચાંદીના સિક્કા તેમજ અન્ય બત્રીશ પ્રકારની અનેક વસ્તુઓ આપી. જે મહાબલ કુમાર સમાન જાણવી તે કાળે અને સમયમાં શ્રીવન નામના ઉદ્યાનમાં ભગવાન અરિષ્ટ નેમિ પધાર્યા. જનતા તેમનો ધમપદેશ સાંભળવા ઉદ્યાનમાં ગઈ અને ધમોપદેશ સાંભળી પાછી ફરી. ભગવાન્ના દર્શન કરવા અનિયસકુમાર પણ આવ્યો. યાવતુ ગૌતમ કુમારની જેમ તે ભગવાન પાસે દીક્ષિત થઈ ગયો. સામાયિકથી લઈ ચૌદ પૂર્વોનું અધ્યથન કર્યું, વીસ વર્ષ દીક્ષાનું પાલન કર્યું. અંત સમયે એક માસના સંલેખના દ્વારા શત્રુંજય પર્વત પર મુક્તિ પામ્યા. | વર્ગ ૩-અધ્યયનઃ૧ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ |
(વર્ગ-૩-અધ્યયનરથી) [૧૧]આવી રીતે અનન્તસેનથી લઈને શત્રુસેન કુમાર સુધી છ અધ્યયનોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org