________________
સુતસ્કંધ-૨, વર્ગ-૧, અધ્યયન-૧
૧૭૩ પાંચ અધ્યયન કહેલા છે. તે આ પ્રમાણે-કાલી, રાજી, રજની, વિદ્યુત અને મેધા.
હે જબ્બ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નગરમાં ગુણશીલ ઉદ્યાન હતું. શ્રેણિક રાજા હતો.ચેલણા રાણી હતી. તે સમયે સ્વામી સમોસય.પરિષદ નીકળી યાવતુ પરિષદ પર્યપાસના કરવા લાગી. તે કાળ અને તે સમયમાં કાલી નામક દેવી ચરમચંચા રાજધાનીમાં, કાલવંતસક ભવનમાં, કાલ નામક સિંહાસન ઉપર આસીન હતી. ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહતરિકા દેવીઓ, પરિવાર સહિત ત્રણો પરિષદો, સાત અનીકો, સાત અનિકાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા અન્યાન્ય કાલાવંતસક ભવનના નિવાસી અસુર કુમાર દેવો તથા દેવીઓની સાથે પરિવૃત્ત થઈને જોરથી વાગતા વાજિન્ટો આદિથી મનોરંજન કરતી વાવત વિચરતી હતી. તે કાલી દેવી આ કેવલ કલ્યાજબૂદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાનનો ઉપયોગ લગાડી જોતી હતી. તેણીએ શ્રમણ ભગવાન મહાવીરને જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થઈ તેનું ચિત્ત આનંદિત થયું, મન પ્રીતિયુક્ત થયું, તે અપત ર્દયવાળી થઈને સિંહાસન ઉપરથી ઊઠી. પાદપીઠથી નીચે ઊતરી.તેણીએ પાદુકા ઉતારી નાંખી પછી તીર્થંકર ભગવાનની સન્મુખ સાત-આઠ પગલા આગળ વધી. વધીને તેણીએ જમણા ઘૂંટણને પૃથ્વી પર રાખ્યો અને ડાબા ઘૂંટણને ઉપર રાખ્યો, પછી મસ્તક કંઇક ઊંચું રાખ્યું, ત્યાર પછી કડા અને બાજુ બંધથી તંભિત ભુજાઓ ભેગી કરી, બંને હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહેવા લાગી.
યાવતુ સિદ્ધિને પ્રાપ્ત અરિહંત ભગવંતને નમસ્કાર હો. યાવતુ સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા શ્રમણ ભગવાન મહાવીરને મારા નમસ્કાર. અહીં રહેલી હું ત્યાં સ્થિત ભગવાનને વંદના કરું છું. ત્યાં સ્થિત શ્રમણ ભગવાન મહાવીર અહીં રહેલી મને દેખે.” આ પ્રમાણે કહીને વંદના કરી, નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને પૂર્વ દિશા તરફ મુખ કરીને પોતાના શ્રેષ્ઠ સિંહાસન ઉપર આરૂઢ થઈ. ત્યાર પછી કાલી દેવીને આ પ્રકારનો અધ્યવસાય યાવત ઉત્પન્ન થયો-“શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીને થાવતુ તેમની પપાસના કરવી મારા માટે શ્રેયસ્કર છે.” જેમ સૂયભિદેવે પોતાના આભિનિયોગિક દેવોને આજ્ઞા આપી હતી, તેવી રીતે કાલી દેવીએ આજ્ઞા આપી કેશ્રેષ્ઠ દેવતાઓના ગમનને યોગ્ય, યાન-વિમાન બનાવીને તૈયાર કરો, વિશેષતા એ કે હજાર યોજન વિસ્તારવાળુ વિમાન બનાવ્યું. શેષ વર્ણન સૂયભિદેવની સમાન જાણવું. પોતાના નામ-ગોત્ર કહ્યું. તેની જેમ નાટક બતાવ્યું. પછી કાલીદેવી પાછી ગઈ. ગૌતમ સ્વામીએ કહ્યું-ભગવન્! કાલી દેવીની દિવ્યઋદ્ધિ ક્યાં ચાલી ગઈ ? ભગવાને ઉત્તરમાં કુટાકાર શાલાનું દ્રષ્ટાંત આપ્યું.
કાલી દેવીને આ મનોહર દેવદ્ધિ પૂર્વ ભવમાં શું કરવાથી મળી છે ? દેવભવમાં કેવી રીતે પ્રાપ્ત થઈ ? અને કેવી રીતે તેની સામે આવી? હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જમ્બુદ્વીપ નામક દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં આવલકલ્પા નામે નગરી હતી તે નગર બહાર ઈશાન કોણામાં આમ્રશાલવન નામક ઉધાન હતું. જિતશત્રુ રાજા હતો. તે આમલકલ્પા નગરીમાં કાલ નામનો એક ગાથાપતિ રહેતો હતો. તે ધનાઢ્ય હતા, કોઇથી પરાભવ પામતો ન હતો. તે કાલ નામક ગાથાપતિને કાલશ્રી નામની પત્ની હતી. તેના હાથ પગ સુકુમાર હતા યાવતું સુંદર અવયવોવાળી મનોહર હતી. તે કાલ ગાથા પતિની પુત્રી અને કાલશ્રીની આત્મજા કાલી નામક દારિક - પુત્રી હતી. ઘણી મોટી વય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org