________________
વર્ગ-૫, અધ્યયન-૯,૧૦
૨૨૭. સંપન્ન સુંદર હતા. તે શાંબ કુમારને મૂલશ્રી નામની ભાય હતી. એકદા અરિહંત અરિષ્ટ નેમિભગવાનત્યાંપધાયાં. કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા નગરમાંથી નીકળ્યા. જેવી રીતે પદ્માવતી દર્શન કરવા ગયા હતા તેમ મૂલશ્રીદેવી પણ દર્શન કરવા ગયા. એટલી જ વિશેષતા છે કે તેઓએ કહ્યું-ભગવન્! કૃષ્ણ વાસુદેવને પૂછી દીક્ષા અંગીકાર કરીશ. યાવત્ તે સિદ્ધ થયા. એ જ પ્રમાણે મૂલદતાનું વર્ણન પણ સમજવું. | વર્ગપ-અધ્યયન-૯-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
વર્ગ પ-ગુર્જરછાયાપૂર્ણ |
ક વદ
અધ્યયઃ ૧-૨, [ર ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અંતગડદશાંગના છઠ્ઠા વર્ગનો શો અર્થ પ્રતિપાદન કરેલ છે ? જંબૂ ! અંતગડ દશાંગના છઠ્ઠા વર્ગના ૧૬ અધ્યયનો પ્રરૂપ્યા છે.
[૨૪-૨૫]મકાતિ, કિંકમાં, મુદ્ગરપાણિ કાશ્યપ, ક્ષેમક વૃતિધર કૈલાશ હરિ ચંદન, વારા, સુદર્શન, પૂર્ણભદ્ર સુમનભદ્ર સુપ્રતિષ્ઠ, મેઘ, અતિમુક્ત, અલક્ષ.
[૨૬] હે જંબૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું ત્યાં ગુણ શીલક નામનું ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. તે નગરમાં મંકાતિ નામના સમૃદ્ધ ગાથાપતિ રહેતા હતા. તે સમ્પન્ન યાવતુ સન્માનિત ગણાતા હતા. તે કાળે અને તે સમયે ધર્મતીથની આદિ કરનાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગુણશીલક નામના ઉદ્યાન માં પધાર્યા યાવત્ વિહરવા લાગ્યા. જનતા ભગવાનના દર્શન કરવા માટે નીકળી. ત્યાર પછી તે મંકાતિ નામના ગાથાપતિએ ભગવાન પધાર્યા છે, તે વાત જાણી અને તે ભગવતી સૂત્રમાં વર્ણિત ગંગદત્તની જેમ દર્શન કરવા ગયા. વૈરાગ્યભાવ જાગૃત થતાં તેણે પોતાના પુત્રને ઘરનો નાયક બનાવી, પુરુષસહસ્ત્રવાહિની એવી પાલખીમાં બેસી દીક્ષા માટે નગર માંથી નીકળ્યા. તે સંયમી બન્યા. ઈયસિમિતિ આદિનું પાલન કરતા યાવતુ જિતેન્દ્રિય અને બ્રહ્મચારી બન્યા. ત્યાર પછી મંકાતિ મુનિએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના તથારૂપ-શાસ્ત્રોક્ત મયદાનાં પાલન કરનારા સ્થવિરો- પાસે આચારાંગ આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ભગવતી સૂત્રમાં વર્ણિત સ્કન્દક મુનિની જેમ ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. સોળ વર્ષ સુધી દીક્ષા પયયનું પાલન કરીને અંતમાં સ્કન્દક મુનિની જેમ વિપુલ નામના પર્વત પર સિદ્ધપદને પ્રાપ્ત કર્યું. જંબૂ ! શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીએ છઠ્ઠા વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ પ્રરૂપેલ છે. બીજું અધ્યયન-પ્રથમ માફક જાણવું-કિંકર્મમુનિ મંકાતિમુનિ વત થયા. | વર્ગ -અધ્યયન ૧-૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ છે
(વર્ગ-દ-અધ્યયન-૩) [૨૭]જંબૂ ! તે કાળ અને તે સમયમાં રાજગૃહનગર હતું. તેની બહાર ગુણશીલકઉદ્યાન હતું. ત્યાં મહારાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. ચેલણારાણી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org