________________
શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૬
૧૫૧
મારા હાથેથી જ લઈ આવીશ. આ પ્રમાણે કહીને તેમણે કુન્તી દેવીનો સત્કાર કર્યો, સન્માન કર્યું, યાવત્ તેમને વિદાય કર્યા. કુન્તી દેવીના ગયા પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું “દેવાનુપ્રિયો ! તમે દ્વારિકા નગરીમાં જાઓ.’ આ પ્રમાણે જેમ પાંડુ રાજાએ ઘોષણા કરાવી હતી, તે પ્રમાણે કૃષ્ણ વાસુદેવે પણ ઘોષણા કરાવી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ કોઇ સમયે અંતઃપુરની અંદર પોતાની રાણીઓની સાથે હતા. તે સમયે તે કચ્છુલ્લ નારદ યાવત્ ઉતર્યા. યાવત્ આસન પર બેસીને કૃષ્ણ વાસુદેવનો કુશલ વૃત્તાન્ત પૂછ્યો.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કચ્છુલ્લ નારદને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! તમે ઘણા ગ્રામો, આકરો, નગરો આદિમાં પ્રવેશ કરો છો. તો ક્યાંય પણ દ્રૌપદી દેવાની શ્રુતિ આદિ કાંઇ મળ્યું છે ?’ ત્યારે કચ્છલ્લ નારદે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું-‘હે દેવાનુ પ્રિય ! એક વખત હું ધાતકીખંડ દ્વીપમાં, પૂર્વ દિશાના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં, અમરંકા નામની રાજધાનીમાં ગયો હતો. ત્યાં મે પદ્મનાભ રાજાના ભવનમાં દ્રૌપદી દેવી જેવી કોઇ દેખી હતી.’ ત્યારે કૃષ્ણ વાસુદેવે કચ્છલ્લ નારદને આ પ્રમાણે કહ્યું-દેવાનુપ્રિય ! આ તમારી જ કરતૂત જણાય છે.’ કૃષ્ણ વાસુદેવના આ પ્રમાણે કહેવા પર કથ્થુલ્લ નારદે ઉત્પતની વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણ કરીને જે દિશાઓથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દૂતનેબોલાવ્યો.બોલાવીને તેને કહ્યું- દેવાનુપ્રિય ! તમે હસ્તિનાપુર જાઓ અને પાંડુ રાજાને નિવેદન કરો કે હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવીનો પત્તો લાગ્યો છે. તેથી પાંચે પાંડવો ચતુરંગિણી સેનાની સાથે પરિવૃત્ત થઇને તૈયાર થાઓ, રવાના થાઓ અને પૂર્વ દિશાના વેતાલિક પર લવણ સમુદ્રના તટ પર મારી પ્રતીક્ષા કરો.’ ત્યારે પાંચે પાંડવો ત્યાં જઇને યાવત્ પ્રતીક્ષા કરવા લાગ્યા.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું-દેવાનુ પ્રિયો ! તમે જાઓ અને સાન્તાહિક ભેરી વગાડો.' તે સાંભળીને કૌટુમ્બિક પુરુષોએ ભેરી વગાડી. ત્યાર પછી સાન્તાહિક ભેરીની ધ્વનિ સાંભળીને સમુદ્ર વિજય આદિ દસ દસાર યાવત્ છપ્પન હજાર બલવાન યોદ્ધાઓ કવચ પહેરીને, તૈયાર થઇને, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરીને, જ્યાં કૃષ્ણ વાસુદેવની સુધર્મા સભા હતી અને જ્યાં કૃષ્ણ વાસુદેવ હતા, ત્યાં આવ્યા. આવીને હાથ જોડીને યાવત્ તેમનું અભિનંદન કર્યું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષોના ફૂલોની માળાઓથી યુક્ત છત્ર તેમના મસ્તક ઉપર ધારણ કરવામાં આવ્યું. બંને બાજુએ ઉત્તમ શ્વેત ચામર ઢોળાવા લાગ્યા. તેઓ મોટા મોટા ઘોડાઓ, હાથીઓ, ભટો અને સુભટોના સમૂહથી પરિવૃત્ત થઈને, દ્વારિકા નગરીની મધ્યમાં થઇને નીકળ્યા. નીકળીને જ્યાં પૂર્વ દિશાનો વેતાલિક હતો, ત્યાં આવ્યા. ત્યાં આવીને પાંચ પાંડવોની સાથે એકટ્ટા થયા. પછી પડાવ નાંખીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને સુસ્થિત દેવનું મનમાં પુનઃ પુનઃ ચિંતન કરવા લાગ્યા. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવનો અષ્ટમભક્ત પુરો થવા ૫૨ સુસ્થિત દેવ યાવત્ તેમની પાસે આવ્યો. તેને કહ્યું-દેવાનુપ્રિય કહો, મારે શું કરવાનું છે ?” ત્યાર કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને કહ્યું, ‘હે દેવાનુપ્રિય ! દ્રૌપદી દેવી યાવત્ પદ્મનાભ રાજાના ભવનમાં હરણ કરાઇ છે. તેથી હે દેવાનુપ્રિય ! તમે પાંચ પાંડવો સહિત છઠ્ઠા મારા રથને લવણ સમુદ્રમાં માર્ગ આપો. જેથી હું અમરકંકા નગરીની રાજધાનીમાં દ્રૌપદી દેવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org