________________
આવા ઉત્તમ ગુણવાળા સમુદાયમાં કઈ પૂર્વ પુણ્યના પ્રકર્ષથી પિતાને સ્થાન મળ્યું તેથી તીર્થ શ્રીજી મહારાજનું હદય એટલું બધું પ્રસન્ન રહેતું કે જેનું વર્ણન જિતાથી કરી શકાય એમ નથી, તે પછી લેખિનીથી તે લખી શકાય જ કયાંથી ?
શ્રીમતી શિવશ્રીજી મહારાજની વૃદ્ધાવસ્થા થઈ ગઈ હેવાથી ભરુચનું ચોમાસું પૂરું થયા પછી ત્યાંથી વિહાર કરીને વડોદરા અને ખેડા વિગેરે શહેર તથા ગામડાઓમાં ફરતા ફરતા ધીરે ધીરે અમદાવાદમાં આવીને પાંજરાપોળના ઉપાશ્રયમાં સં. ૧૯૭૭ નું ચોમાસું રહ્યા.
પૂજ્ય શ્રી શિવશ્રી મહારાજની વૃદ્ધાવસ્થાને લઈને તેમની અશક્તિમાં હવે જેસભેર વધારો થતો જતો હોવાથી તેમનાથી હવે પાદવિહાર થઈ શકે એમ ન હતું, તેથી સં. ૧૯૭૮ થી સં. ૧૯૮૦ સુધીના ત્રણ માસમાં પણ તેઓના અમદાવાદમાં જ થયાં. તે વખતે પિતાના વડા ગુણીજીની સેવા-ભક્તિના મુખ્ય હેતુથી શ્રી તીર્થ શ્રીજી તેમની સાથે રહીને અત્યંત ઉમંગથી તેમની સેવા-ચાકરીને લાભ લેતા હતા. અને સમયના પ્રમાણમાં પોતાના અભ્યાસને પણ વધારતા હતા. વડિલોના વિનય વૈયાવચ્ચ કરવાને ગુણે એમનામાં એટલે બધે દીપી ઉઠયે કે એમના એ ગુણની પ્રશંસા અને અનુમોદના પિતાના સમુદાયની ઘણુ સાધ્વીઓ તે કરે જ, પરંતુ અન્ય સમુદાયની ઘણુ સાધ્વીઓ પણ કરતી હતી અને હજી પણ કરે છે.
શ્રી તીર્થ શ્રીજી મહારાજ ગુરુ આજ્ઞાનું પાલન કરવામાં તથા તેઓની જરા પણ આશાતના ભૂલેચૂકે પણ થઈ ન જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com