________________
શીવર્ધમાન તપધર્મની વિશિષ્ટતાએ.
૧૩૧ નિર્જરા કરી? સંવરમાં રહેવાથી આશ્રવ ઘટે જોઈએ તેને બદલે વધે કેમ? સંવરમાં રહેવા છતાં નિર્જરા કેમ થઈ નહીં? એવા પ્રશ્નને ઉઠતા જ નથી. કદાચ ઉઠે તે સમાધાનપૂર્વક સંવરના સહેલા સરલ રસ્તે સદ્વર્તનમાં આગળ વધીને નિર્જરા કરી શક્તો નથી.
એટલા માટે પારણાને દિવસે અણુહારીપદના આસ્વાદન તરીકે ઉપવાસ કરાતે હોય, અત્તરવાયણાને દિવસે લૂખાસુકા-નિરસ આહારનો અનુભવ કરાતો હોય, આહારદ્વારાએ શરીરને ટકાવ પૂરતું જ પિષણ મળવાથી ઇંદ્રિયે ઉન્મત્ત થવાને બદલે આધીન થઈને, રાત-દિવસ મહેનત કરી પુણ્યના ભંડાર ભરાવીને તથા અપૂર્વ નિજ રા કરાવીને આત્માને ઉન્નતદશાએ જે કોઈ પણ તપ પહોંચાડતું હોય તે તે આ શ્રી વર્ધમાનતપ જ છે.
આ શ્રી વદ્ધમાન તપની આરાધના વ્યવહાર દષ્ટિએ ગણત્રીના હિસાબે એક આયંબીલ ને પારણે એક ઉપવાસે પહેલી ઓળી, બે આયંબીલ ને એક ઉપવાસે બીજી ઓળી અને ત્રણ આયંબીલ ને એક ઉપવાસે ત્રીજી ઓળીના ક્રમથી એક એક આયંબીલ વધારતાં જતાં એક સો ઓળી કરવાથી સંપૂર્ણ થયેલી ગણું શકાય છે. આ તપમાં આયંબીલ ૫૦૫૦ અને પારણના ૧૦૦ ઉપવાસ થવા જોઈએ. આ આખે તપ લાગલાગટ કરવામાં આવે તો ૧૪ વર્ષ ઉપરાંત ટાઈમ લાગે છે, પરંતુ નિશ્ચય દષ્ટિયે તે આ તપની આરાધનાની મુદત અનંત ચતુષ્કની પ્રાપ્તિ સુધીની ગણાય છે. આવી ઉત્કટ આરાધના કરવા છતાં હજી સુધી મારાં ઘનઘાતી કર્મ તૂટતાં નથી માટે વધુ વીર્યોShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com