________________
શ્રીચંદ્ર કથાનકને સાર: કરાવી અંતિમ લીલાને કેવળજ્ઞાનમાં અને ભપગ્રાહી કર્મને વિલય કરી સિદ્ધોની જયવંત તિમાં સમાવી દીધી. ધન્ય છે એ તપોધર્મવીર મહાત્માને !!!
એ મહાત્માના આખા જીવનચરિત્રમાં એમના ગંભીરતા, પાપભીરુતા, દાક્ષિણ્યતા, જનપ્રિયતા, લજજાળુતા, દયાલુતા, શુભકાર્ય સેવનમાં દઢતા, ગુણ અને ગુણની પક્ષપાતતા અને પરોપકારપરાયણતા વિગેરે અનેક ગુણે ઠામઠામ જોવામાં આવે છે. જે તપસ્વીઓ પિતાના આત્માને ઉન્નત બનાવવાનું જ લક્ષ્યમાં રાખતા હોય તેઓએ ઉપરના ગુણે પિતાને પણ પ્રાપ્ત થાય તે પ્રયત્ન કરવો જ જોઈએ. તથા શ્રી ધર્મષસૂરિની, શ્રી જ્ઞાનસૂરિની અને શ્રી સુવ્રતાચાર્યની દેશનામાં જણાવેલા ભાવથી પોતાના આત્માને ભાવિત કરવાની કોશીશ કરવી જોઈએ.
શ્રીચંદ્રકુમારના ગૃહસ્થ જીવનમાં એમના સંપત્તિસાગરમાં ભરતી આવ્યા કરતી હતી પણ એટલું તે નામનિશાન પણ ન હતું. છતાં એ મહાપુરુષે પિતાના ધર્મ સેવનકાળમાં મંદતાને પ્રવેશવા દીધી નથી, તે વાત દરેક તપસ્વીઓએ ધ્યાનમાં રાખવા જેવી છે, કારણ કે આ સંસારમાં કેટલાએક જી એવા પણ હોય છે કે જેઓ આપત્તિકાળમાં ધર્મનું સેવન કરે છે અને તે ધર્મના સેવનથી આપત્તિકાળ દૂર થઈને સંપત્તિકાળ પ્રાપ્ત થતાં ધર્મને વિસારી મૂકી “ગરજ સરી અને વૈદ્ય વેરી” વાળી કહેવતને ચરિતાર્થ કરે છે. તેવું આપણાથી ન બની જવાય એવી સાવધાનતા રાખીને તપોધમદિ સેવનની પ્રવૃત્તિ કરવી જ જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com