________________
શ્રી વર્ધમાન તપ મહાભ્ય આ શ્રી વર્ધમમાન તપની આરાધના કરનાર ઉપરના ત્રણ પદમાંથી ગમે તે એક પદની આરાધના કરીને સોએ સો ઓળી સંપૂર્ણ કરી શકે છે, પરંતુ જે એક પદની આરાધના કરવી હોય તે જ પદની આરાધના પહેલી ઓળીથી છેલ્લી ઓળી સુધી કરવાની પરંપરા છે તે અવશ્ય ધ્યાનમાં રાખવું.
ખેડ કર્યા પછી ખાતર નાંખીને તૈયાર કરેલા ક્ષેત્રમાં બીજ વાવ્યા પછી હવા અને પાણીની અનુકૂળતા થઈ જાય તથા વાડ વિગેરેથી રક્ષણ કરવામાં આવે તે પુષ્કળ ધાન્યની પ્રાપ્તિ થાય છે, તેમ આ શ્રી વર્ધમાન તપની આરાધનાની સાથે ઉપર જણાવેલી વિધિ પ્રમાણેની બધી ક્રિયાઓને સુંદર વેગ મળી આવે તે આ લેક તથા પરાકમાં દરેક પ્રકારની ઈષ્ટ સંપદાઓનો સંગ આ તપના આરાધકને થાય છે, અને છેવટે આરાધક અંતરાયભૂત થનારા વિદત–વાદળાને વિખેરીને કેવળજ્ઞાનાદિ પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકે છે, માટે પિતાના આત્માનું કલ્યાણ ઈચ્છનારા ભવ્ય જીવોએ વર્ચોલ્લાસની વૃદ્ધિપૂર્વક આ તપના સેવનમાં ઉજમાળ થવું.
આગમસાક્ષીએ શ્રી વર્ધમાન તપ. આસનેપકારી ચરમતીર્થકર શ્રી મહાવીર મહારાજાના પંચમગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી પોતાના અંતેવાસી ચરમ કેવળ આર્ય જંબુસ્વામીજીને ઉદ્દેશીને શ્રી અંતકૃતદશા નામનું આઠમું અંગ પ્રતિપાદન કરે છે. આ આઠમા અંગના આઠ વર્ગો છે. દરેક વર્ગના દશ દશ અધ્યયને છે.
૧. અગિયાર અંગ પૈકી આ આઠમું અંગ છે. આ અંગમાં ભવનો અંત કરનારા અને મેક્ષે જનારા મહાપુણ્યશાળી છના અધિકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com