________________
આરાધકે માટે અમેઘ વર્ષા.
બીજા બીજા કાર્યમાં ચિત્તનું લેપન કરવાથી લાભને બદલે નુકશાન મેળવે છે, માટે ક્ષેપદષથી દૂર રહી આરંભેલા અનુષ્ઠાનને સંપૂર્ણ લાભ લે એ આરાધકે માટે આવશયક છે. વણિકબુદ્ધિ ન્યાયે ઓછા લાભને જ કરી વધુ લાભ મેળવે એ જેમ શ્રેયસ્કર છે, તેવી રીતે નીચલા ગુણ
સ્થાનકની ક્રિયા-અનુષ્ઠાનમાં રંગાયેલા ઉચ્ચ ગુણસ્થાનકને લાભ મળતો હોય તે પૂર્વના ગુણસ્થાનકની ક્રિયાને ગૌણ બનાવવી જરૂરી છે. સમજવા તરીકે કઈ કહે કે ભવાટવીનું ઉલ્લંઘન કરવા માટે છછું ગુણસ્થાનકે સાધુપણું પામવું શ્રેયસ્કર છે. પરંતુ પ્રભુપૂજ, સુપાત્રદાનાદિનો રંગ મને એ લાગ્યા છે કે તેના વગર ચેન જ પડતું નથી. આવા રંગથી રંગાયેલા આત્માઓએ આસંગદોષથી અલગ થઈ ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ ગુણસ્થાનકના અનુષ્ઠાનમાં ઓતપ્રેત થઈ જવું એ આરાધકે માટે આવશ્યક છે. આરંભેલી ક્રિયાનો લાભ મેળવ્યા વગર બીજી ક્રિયાએમાં હર્ષઘેલા થઈ અનુક્રમે એક પછી એક ક્રિયાને આરંભ કરનાર મુદ્દલ લાભ મેળવી શકતો નથી, તેવી રીતે સર્વજ્ઞ શાસનમાન્ય-ક્રિયાને આરંભ-કરનાર આરંભેલી ક્રિયાને આરંભ કરે છે તે આરંભેલા ઈષ્ટ કાર્યને બાળનાર અંગાર-દોષનું સેવન કરનાર છે, એમ સમજી અંગાર–ષથી અવશ્યમેવ અલગ રહેવું એ આરાધકે માટે આવશ્યક છે.
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com