________________
ઉપસંહાર.
ગ્રન્થની પરિસમાપ્તિની સીમાને નિહાલે તે પહેલાં “શ્રી વદ્ધમાન તપ મહામ્ય” એ ગુણનિષ્પન્ન નામને અનુસરતું પ્રકરણ પૃ. ૧૨૪ ઉપર વાચકની દષ્ટિપથમાં પડયું હશે, તે પ્રકરણનું નામ “શ્રી વદ્ધમાન તપ ધર્મ” મરણમાં હશે, તે પ્રકરણના પ્રસંગ ને પ્રકરણે એક સરમાં સાંકલતા અંકોડાની જેમ ચાલ્યા આવેલાં નિહાલ્યાં હશે, વાચનની એક સરખી ટેવમાં ટેવાયેલાઓને પૂર્વ પ્રસંગ સ્મૃતિપટ પરથી ખસે એ સંભવિત છે માટે સ્મરણ કરવાની જરૂર છે કે તે પ્રકરણે અનુક્રમે “આયંબિલ અને શ્રીવર્ધમાન તપ ધર્મને અભેદભાવ” “રસનાનું સામ્રાજ્ય” અને “શ્રી વદ્ધમાન તપ ધર્મની વિશિષ્ટતાએ ” એ ત્રણ છે. * પૃ૦ ૧૨૪ થી પૃ૦ ૧૩ર સુધી ચારે પ્રકરણનું વિવેકપુરસ્સરનું પ્રસ્થવાંચન શ્રી વદ્ધમાન તપ મહામ્યના સાક્ષાત્કાર કરવા-કરાવવા માટે પૂરતું છે, એટલું જ નહિ પણ આ ચાર પ્રકરણે ગ્રન્થની ગુણનિષ્પન્નતા પુરવાર કરે છે. આ વાતની સત્યતા સ્વીકારવા પહેલાં તમારા હૃદયપટ પર વિચારના વમળમાં અનેકવિધ કલપનાઓ કૂદાકૂદ કરે એ સંભવિત છે અને તેથી જ દશ પાનામાં પૂરા કરી શકાય તેવા ગ્રન્થને વિશાલ કાયમાં જવાની જરૂર શી?, શ્રી વદ્ધમાન તપ ધર્મ સિવાયના દાનાદિ ત્રણ ધર્મની અન્ન જરૂર શી?, તપો ધર્મના
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com