________________
આરાધકે માટે અમેઘ વર્ષા.
૧૭૯ ૨૯ સંસારના સર્વ આશ્ચર્યોને ભૂલીને અનુષ્ઠાન કરવાને
પ્રસંગે સૂત્ર, અર્થ અને રહસ્યમાં લીન થતાં આશ્ચર્યને
આસ્વાદ લે એ આરાધકે માટે આવશ્યક છે. ૩૦ અનુષ્ઠાન સેવનના અનુપમ આશ્ચર્યના આવિર્ભાવથી રેમ
રાજી વિકસ્વર થવારૂપ પુનીત પુલાક થે એ આરા
ધકે માટે આવશ્યક છે. ૩૧ જન્માંધને નેત્ર, નિર્ધનને ધન અને લડતા સેનિકને
જિતની પ્રાપ્તિથી જે પ્રમાદ થાય છે તેથી પણ વિશેષ પ્રમોદ અનુષ્ઠાનથી ઉત્પન્ન થવો એ આરાધકે માટે આવશ્યક છે. સુધાબિંદુઓ દ્વારા અમૃત ક્રિયાના ૨૫ થી ૩૧ નંબર સુધીના તદ્દગતચિત્ત, સમયવિધાન, ભાવવૃદ્ધિ, ભવભય, વિસ્મય, પુલાક અને પ્રમાદ–એ સાતે લક્ષણને સેવીને અમૃતક્રિયાને સ્પર્શ કરે એ આરાધકે માટે
આવશ્યક છે. ૩૩ “અમૃત લેશ લહે એક વાર, રોગ નહિ ફરી અંગ
મેઝાર, સ્વામી સેવીએ” પં. શ્રી વીરવિજયજીની એ
સુંદર શિખામણ આરાધકે માટે આવશ્યક છે. ૩૪ “અમૃત લેશ લો એક વાર, બીજું રે ઔષધ કરવું
નહિ પડે જ ” મહોપાધ્યાય શ્રીયશોવિજયજીને એ
અનુપમ ઉપદેશ આરાધક માટે આવશ્યક છે. ૩૫ દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ ચાર થી
રહિત અનુષ્ઠાનમાં ઉજમાળ થવું એ આરાધકે માટે આવશ્યક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com