________________
શ્રી અરિહંત પદના આરાધકે માટે. જી પણ ત્રણ ભવ શેષ સંસાર રહે તે અવસરે આરાધ્ય પદની આરાધના નિયમાં કરે છે.
૬ તીર્થંકરનામકર્મની નિકાચના કરનાર ત્રણ ભવ શેષ સંસાર રાખીને નિકાચના કરે છે. - ૭ તીર્થંકરનામકર્મની નિકાચના કરવાના અવસરે અપ્રતિપાતિ વરાધિ (શ્રેષ્ઠ સમ્યક્ત્વ) હોય છે.
૮ વરબોધિને વરેલે પુણ્યાત્મા જગતભરને શાસનના રસિક બનાવવા માટે કટિબદ્ધ થયેલ હોય છે.
૯ તીર્થંકરનામકર્મની ઉપાર્જના કરનારને અરિહંતાદિક તે વિશ પદો અગર તે વીશ પદોમાંથી એકાદ પદને આરાધવું પડે છે.
૧૦ અરિહંતપદની આરાધનામાં વ્યક્તિના વિભેદ નજરે
પડતા નથી.
૧૧ અરિહંતપદની આરાધનામાં ક્ષેત્ર-કાળ અવસ્થાનું નિયમન નથી.
૧૨ અરિહંતપદની આરાધનામાં નિયમિત નામને નશે નથી.
૧૩ સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ અવસ્થાના, હરકેઈ નામને ધારણ કરવાવાળા, તીર્થકરનામકર્મની નિકાચના કરેલા, તીર્થકરનામનિકાચના કરીને દેવલોક ગયેલા અગર નરકે ગયેલા સર્વ તીર્થકરની આરાધના એક અરિહંતપદને આરાધવાથી થાય છે.
૧૪ અરિહંતપદની આરાધના દ્વારાએ અરિહંતપદની પ્રાપ્તિ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com