________________
શ્રીવર્તમાન તો મહાભ્ય. ઉપવાસ કરીને ત્રણ આયંબીલ કરે છે, ત્રણ આયંબીલ કરીને ઉપવાસ કરે છે, ઉપવાસ કરીને ચાર આયંબીલ કરે છે, ચાર આયંબીલ કરીને ઉપવાસ કરે, ઉપવાસ કરીને પાંચ આયંબીલ કરે છે, પાંચ આયંબીલ કરીને ઉપવાસ કરે છે, ઉપવાસ કરીને છ આયંબીલ કરે છે, છ આયંબીલ કરીને ઉપવાસ કરે છે. એ રીતિએ એક એક વૃદ્ધિપૂર્વક આયંબીલ અનુક્રમે કરે છે. સાત આયંબીલ અને ઉપવાસ, આઠ આયંબીલ ને ઉપવાસ, નવ આયંબીલ ને ઉપવાસ કરતાં કરતાં અનુક્રમે સો આયંબીલ ને ઉપવાસ કરે છે.
આ રીતે એક એકની સંખ્યાથી વૃદ્ધિ પામતાં આયંબીલ વર્ધમાનતપ ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીસ દિવસે પૂરો કરે છે.
આ મહામંગળકારી તપોધર્મનું સેવન જે રીતે સૂત્રમાં સૂત્રકારે પ્રતિપાદન કર્યું છે તે રીતે સમ્યફપ્રકારે પાલન કરતાં કરતાં પિતાના આત્માને તપાધર્મથી પુષ્ટ બનાવે છે. તે તપોધર્મના સેવનથી સર્વસંવર ભાવમાં સ્થિત થઈ, ઘનઘાતી કર્મને ક્ષય કરી, અનંત ચતુષ્કની પ્રાપ્તિ કરી, બાકીના ભોપગ્રાહી ચાર કર્મને સર્વથા ક્ષય કરી, સિદ્ધ, બુદ્ધ થઈ પરમપદે સ્થિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com