________________
વર્તમાન તપની વિશિષ્ટતા.
હેવાથી આ તપનું “શ્રી વર્ધમાન આયંબીલ તપ” એવું પણ નામ છે.
આ તપમાં નીવિ, એકાસણું, બેસણું અગર વિગયસેવન સિવાય પારણું અર્થાત ઉપવાસ કરવાનું કહ્યું છે. અને ત્યાર પછી પૂર્વની ઓળીમાં કરેલા આયંબીલ કરતા એક એક આયંબીલને વધારે કરતા રહી નવી નવી ઓળી કરવાનું જણાવ્યું છે. એાળીની સંખ્યાના વધારામાં એક એક આયંબીલને જેમ વધારે થતું રહે છે તેમ આરાધકના શુભ અને શુદ્ધ ભાવને પણ વધારે થતું રહે છે.
આ સ્થળે ઘણાઓને શંકા થશે કે-કઈ પણ તપસ્યાને અંતે પ્રસૂર વિગયોથી બનેલા વિધવિધ પદાર્થોના ભક્ષણને પારણું કહેવામાં આવે છે, પરંતુ અહીં તે દરેક એળીની તપસ્યાને અંતે તે એળીના પારણા તરીકે ઉપવાસ કરવાનું કહ્યું છે, તે વાત બરાબર બંધબેસતી જણાતી નથી. આ બાબતનું સમાધાન એ છે કે–આહારની અભેદ્ય વાસનાને તેડ્યા વગર વર્ધમાનતપના વાસ્તવિક ફળને આત્મા પામી શકતો નથી. તે હેતુને ધ્યાનમાં લઈને આહારની વાસનાને તેડવાના મંદ પ્રયાસને તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ બનાવવા માટે જ જ્ઞાની પુરુષેએ આ તપના પારણામાં ઉપવાસની જના કરેલી છે. એ માનવું અત્ર પ્રાસંગિક ગણાશે.
આ પ્રસંગને ઉદ્દેશીને અમારા તારક પૂ. ગુરુદેવ પ્રાત:સ્મરણીય પૂજ્યપાદ આગમ દ્ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ એક જાહેર વ્યાખ્યાનમાં વિસ્તારથી ને
૧. વિ. સં. ૧૯૮૯ ને પિષ વદ ૧૪ ને મંગળવારે મુંબઈમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com