________________
આરાધન વિાધ.
૧૫૯ આક્ષેપ કરનારાઓ તે એમ પણ કહે છે કે-આ ખાતું તે દીક્ષાના ઉમેદવારો ઊભા કરનારું છે. આ આક્ષેપના જવાબમાં જણાવવાનું એ છે કે-દીક્ષાના ઉમેદવારને પકવવાને કાંઈ આ સંસ્થાનો ઉદ્દેશ નથી છતાં આ સંસ્થાદ્વારા જે તપની આરાધના કરાય છે તે આરાધનાથી કઈક આત્મા સુદઢ અને સંસ્કારી બને છે કે જિનેશ્વરના સિદ્ધાંતને પચાવીને છેવટે આત્મકલ્યાણના શ્રેષ્ઠતમ માર્ગે સંચરવાનું જ પસંદ કરે છે. જેથી સંસ્થાના નિર્માતા–સંચાલકે અને મદદગાર સહેજે સાચે આશીર્વાદ પામે તે સુવર્ણમાં સુગંધ સરખું છે. જનસમૂહના જીવનમાં શ્રેષ્ઠ સંરકારની સ્થાપના કરનાર આવી સંસ્થાને જેઓ તન, મન અને ધનથી પષતા નથી, આયંબીલ જેવી લૂખું-સુકું ખાઈને કરાતી તપસ્યામાં પોતાની ચપળ લહમીનો સદ્વ્યય કરી શકતા નથી અને શાસનના સાચા સુભટ પકવવામાં પુનીત સંસ્થાની કાર્યવાહીને અનુદતાં નથી તેઓ ખરેખર જિનવરભાષિત સિદ્ધાંતને સમજ્યા નથી એમ કહી શકાય. આ શ્રી વર્ધમાન તપ શ્રેણિક રાજાની રાણીએ દીક્ષિત થયા પછી સાધ્વીપણામાં પૂરો કર્યો હતે.”
ઉપર પ્રમાણેના જાહેર વ્યાખ્યાનના ટૂંક સાર ઉપરથી તપને મહિમા સારી રીતે સમજાય છે. તથા પારણને દિવસે કરાતા ઉપવાસ સંબંધી સંકલ્પ-વિકપ દૂર થઈ જાય છે.
આરાધ્ય પદેની આરાધન વિધિ. શ્રી વર્ધમાન તપની આરાધના કરનારાઓએ શ્રી અરિહંતપદ, શ્રી સિદ્ધપદ અને શ્રી ત૫૫દમાંથી ગમે તે એક પદની
આરાધના કરવાની હોય છે. તેથી અનુક્રમે એ ત્રણે પદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com