________________
૧૧
શ્રી અરિહંત પદ કહે. આરાધનાના દરેક દિવસમાં ઉપર મુજબ ૧૨ લેગસને કાઉસગ કરવો તથા ૧૨ ખમાસમણાં દેવાં, ૧૨ સ્વસ્તિક કાઢવા અને ૐ નમો અરિહંતાણં એ પદની ૨૦ નવકારવાળીનું ગણું પણ રજ ગણવું.
ઉપર જણાવેલા ૧૨ ખમાસમણ દેતી વખતે નીચે જણાવેલ દુહો અથવા કડીમાંથી ગમે તે એક દુહ બોલીને ખમાસમણું દઈ પંચાંગ નમસ્કાર કરે.
પરમ પંચપરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે થાઈએ, નમે નમે શ્રીજિનભાણું.”
અથવા અરિહંતપદ યાતે થક, દવહ ગુણપર્યાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંતરૂપી થાય છે.” મહાવીર જિણેસર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે,
મહાવીર જિણેસર ઉપદિશે. ૧ ઉપર જણાવેલી દુહા અગર કડી બોલ્યા પછી નીચે જણાવેલા ૧૨ વાક્યોમાંથી એક વાકય બોલીને ખમાસમણું દેવાનું ધ્યાનમાં રાખવું. ૧ શ્રી અશોકવૃક્ષપ્રાતિહાર્યસંયુતાય શ્રીમદહંતે નમે નમ.
૧. પ્રભુના શરીરપ્રમાણથી બાર ગુણે ઊંચે અશોકવૃક્ષ હોય છે. તેની રચના દેવ કરે છે. તે વૃક્ષને દેખનારાઓને શોક દૂર થઈ જતો હોવાથી તેનું નામ અશોકવૃક્ષ છે, તે ગુણનિપન્ન નામ છે.
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com