________________
શ્રીવલેમાન તપ મહાભ્ય. આરાધના કરવાથી શ્રીવર્ધમાનતપ વિશાળકાય મહામંદિરની શિલારોપણનું કાર્ય કર્યું ગણું શકાય છે.
ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ આયંબીલ અને પાંચ ઉપવાસ મળી ૨૦ દિવસની લગાતાર તપસ્યાથી પાંચ ઓળીની આરાધના કર્યા પછી છઠ્ઠી ઓળી લગાતાર કરવાની અનુકૂળતા ન હોય તે ૨૧ મે દિવસે એકાસણું અગર બેસણું કરવાની શાસ્ત્રાનુસારી પરંપરા છે, માટે તે પરંપરાનું પાલન કરવાનું આ શ્રી વર્ધમાનતપ કરનારા દરેક ભવ્યાત્માએ લક્ષ્યમાં રાખવાનું છે. તે જ પ્રમાણે ત્યારપછીની કઈ પણ એળીની આરા. ધના કરી છૂટા થવાને દિવસે પણ એકાસણું કે બેસણું કરવાનું હોય છે તે ભૂલવાનું નથી. પહેલી પાંચ ઓળીનું આરાથન કર્યા પછી શક્તિ અને સમયની અનુકૂળતાએ બીજી એબીઓનું આરાધન કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ, જે એમ થાય તે જ આ તપને પૂર્ણતયા આરાધી શકીએ એવો આ મહાન તપ છે. ઘણા-ખરા ભાઈઓ આ તપનું મંડાણ તો ઘણું ઉત્સાહથી કરે છે પણ પાછળથી પ્રમાદને વશ પડીને આગળની ઓળીઓનું આરાધન કરી શકતા નથી તેથી આટલી સૂચના ગ્ય ગણાશે.
આ શ્રી વર્ધમાન તપમાં કુલ એક સો એળી કરવાની હોય છે. જેટલામી ઓછી હોય તેમાં તેટલા જ આયંબીલ હોય છે, અર્થાત્ ૧લી ઓળીમાં એક, ૨ જીમાં બે, ૩ જીમાં ત્રણ, ૧૦ મીમાં દશ, ૨૫ મીમાં પચ્ચીસ, ૪૫ મીમાં પીસ્તાલીસ, ૭૦ મીમાં સીત્તેર અને ૧૦૦ મીમાં એકસો આયંબીલ કરવાના હોય છે, પરંતુ દરેક એબીના પારણમાં ઉપવાસ તે એક જ કરવાને હોય છે. દરેક ઓળીમાં એક એક આયંબીલને વધારો કરવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com