________________
૧૫૪
શ્રીવમાન તપે મહાઓ. જાતના અનુષ્ઠાનમાં વિધિમાર્ગને જાણીને તેને આદર કરવાનું દરેકે લક્ષ્યમાં રાખવાનું છે.
શ્રી વર્ધમાન તપની શરૂઆત કરવાની રીત.
આ અમેઘ ફળદાયી શ્રી વર્ધમાન તપની આરાધના કરવાની ઉત્કૃષ્ટ રીતિ તે એવી છે કે એ તપની શરુઆત કર્યા પછી એની એ ઓળી પૂર્ણ નહિ થાય ત્યાં સુધી લગાતાર તપસ્યા ચાલુ જ રહેવી જોઈએ અર્થાત્ પહેલી ઓળીમાં એક આયંબીલ અને પારણે એક ઉપવાસ, બીજી એળીમાં બે આયંબીલ અને પારણે એક ઉપવાસ, ત્રીજી ઓળીમાં ત્રણ આયંબીલ અને પારણે એક ઉપવાસ-આ પ્રમાણે દરેક ઓળીમાં એક એક આયંબીલને વધારો કરવાને હેવાથી જેટલામી ઓળી હેય તેમાં તેટલા જ આયંબીલ અને પારણે એક ઉપવાસ કરે જોઈએ. એ રીતે સેમી એળીમાં સે આયંબીલ અને પારણે એક ઉપવાસ કરવાથી આ તપની પૂર્ણાહુતિ થાય છે. એ રીતે આ તપની સે એળીમાં કુલ ૫૦૫૦ આયંબીલ અને પારણાના ૧૦૦ ઉપવાસ જે એક સાથે કરવામાં આવે તે ચૌદ વર્ષ ઉપરાંત કાળે ઉત્કૃષ્ટ રીતે આ તપની આરાધના કરેલી કહેવાય છે. આવી ઉત્કૃષ્ટ આરાધના કરનારા વિશ્વવિખ્યાત પાંચ પાંડે, શ્રીચંદ્રકેવળી અને વિદુષી સાધ્વી શ્રી મહાસેનકૃષ્ણના યશોગાન શાસ્ત્રોમાં મળી આવે છે.
ઉપર જણાવેલી ઉત્કૃષ્ટ આરાધના તે કઈ વિરલા ભાગ્યશાળી જ કરી શકે એમ હોવાથી અને તેમાં પણ આ કાળમાં તે તેવા પ્રકારના સંઘયણ અને સંસ્થાનના અભાવથી હિન શક્તિવાળા શરીર થઈ જવાથી તથા મનોબળ પણ પહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com