________________
શ્રીવમાન તપે મહા જેનશાસનના પરમતત્વરૂપ દેવ, ગુરુ અને ધર્મના સમુઐયરૂપ નવપદના રંગથી રંગાયેલા શ્રી સિદ્ધચક્રના સર્વોત્તમ આરાધક શ્રીપાળ મહારાજાનું સંપૂર્ણ ચરિત્ર દર છ છ મહિને સંપૂર્ણ સાંભળવામાં આવે છે. એ હિસાબે સકળ ધર્મારાધનના શિરોમણિરૂપ શ્રી નવપદના આરાધનના મહિમાને અને શ્રી નવપદના આરાધક શ્રીપાળરાજાના મહિમાને શ્રવણ કરવામાં– સાંભળવામાં શ્રીતીર્થંકરદેવના ચરિત્રના મહિમાને સાંભળવા કરતાં જે મહત્વ પૂર્વાચાર્યોએ આપ્યું છે તે ખરેખર ભવ્યજીના હિતાર્થે જ આપેલું છે.
તીર્થકરના નામ-સ્થાપનાદિને મહિમા જ્યારે ત્રણ ચાવીશી સુધી જ ચતુર્વિધ સંઘના હૃદયમાં જાગતે રહે છે ત્યારે શીયળ ધર્મના સર્વોત્તમ આરાધનથી શ્રી સ્થૂલભદ્ર મહર્ષિનું નામ અને તેના શીયળને અદ્વિતીય પ્રભાવ ૮૪ ચોવીસી સુધી શીયળવંતના હૃદયમાં સ્થિર રહેશે. ઉપરના દરેક પ્રસંગે વિચારતાં તપાધર્મવીર શ્રી ચંદ્રકેવળીનું નામ તથા તેના તધર્મનો ઉજજવળ ચંદ્ર જે પ્રભાવ આઠસો વીસી પર્યત દીર્ધકાળ સ્થિર રહેશે. દરેક પ્રકારના ધર્મની આરાધનામાં બીજો કોઈ આત્મા શ્રેષપણે આરાધના કરવા સમર્થ નહિ થાય ત્યાં સુધી પૂર્વના ધર્મવીરનું નામ તેણે કરેલી ધર્મની આરાધનાને હિસાબે અવિચળ રહ્યું છે, અને રહેશે તેમાં કોઈ પ્રકારની શંકાને સ્થાન જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com