________________
શ્રીચંદ્ર કથાનકને સાર.
૧૫
આરાધનામાં ઉત્તરોત્તર આગળ વધતા વધતા છેવટે ચંદન અને ભદ્રાએ સંયમને સ્વીકાર કર્યો છે તે પ્રસંગ દરેક આરાધકોએ યાદ રાખવા જેવો છે, કારણ કે માનવ જીવનમાં જ્યાં સુધી સંયમને સ્વીકાર ન થઈ શકે ત્યાં સુધી બધી જ આરાધના અધૂરી ગણાય છે.
તપસ્યાનું રહસ્ય સમજીને તપસ્યા કરનારા ચંદન અને ભદ્રાને અનુસરીને સમજ્યા વગર તપસ્યા કરનારી ૧૬ પાડેસશે અને તેઓનું અનુમોદન કરનાર નરદેવ પણ ઉત્તરોત્તર કેવાં સુંદર ફળને પ્રાપ્ત કરી શક્યાં તે ઉપર શાંતિથી વિચારવાનું વાંચકોને ઘણું જ હિતકર થઈ પડશે.
સંયમસામ્રાજ્યથી પ્રાપ્ત થતી આત્મલક્ષ્મી આગળ પિતાને પ્રાપ્ત થયેલી ચકવતી સમાન સાંસારિક શ્રેષ્ઠ સંપદાઓને તરછ ગણીને, તેને સર્વસ્વ સમર્પણભાવે ત્યાગ કરીને, સંયમ ધર્મને સ્વીકાર કરી તેનું વિધિપૂર્વક પાલન કરીને શ્રીચંદ્રકુમાર છેવટે કેવળજ્ઞાની થયા. તે બધા પ્રસંગને વિચારીને દરેક તપસ્વીએ તધર્મનું આરાધન કરે તે તેઓ પણ શ્રી ચંદ્રકુમારની જેમ પિતાના આત્માને ઉન્નતદશાએ પહોંચાડીને છેવટે શાશ્વત સુખને ભક્તા બનાવે.
વિશેષમાં ત્રિલોકનાથ તીર્થંકર ભગવંતના ચરિત્રો વર્ષમાં એક વાર પણ પૂરાં સાંભળવામાં આવતાં નથી. વર્તમાન વીશીના ૨૪ તીર્થકરોમાંથી કેવળ એક આસન્નોપકારી શ્રી મહાવીરપ્રભુનું ચરિત્ર જ વિસ્તારથી સાંભળવાનું પર્યુષણ પર્વમાં બની શકે છે, છતાં પણ આ વિશ્વના ઉદ્ધારમાં પોતાનું જીવન સમર્પણ કરનારા ચોવીશે તીર્થકરોના ચરિત્રને મહિમા ભત, વર્તમાન અને ભાવી એ ત્રણ ચાવીશી પર્યત રહ્યો છે અને રહેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com