________________
શીવમાન તપ મહાદ શ્રી ચંદન અને અશેકશ્રી તથા સુલસ અને ભદ્રાના ચરિત્ર ઉપરથી ખાસ એ લક્ષ્યમાં રાખવાનું છે કે કેટલાક જી વાતવાતમાં અને ઠઠ્ઠામશ્કરીમાં અંતરાયાદિ કઠિણ કર્મોને બંધ કરે છે પણ ઉદયમાં આવશે ત્યારે આંખમાંથી શ્રાવણ-ભાદર વરસાવતાં છતાં તેનાથી છૂટી શકાતું નથી. દયાલુતા ગુણની પ્રાપ્તિ થયા વગર કુવામાં પડેલા માણસને કાઢવાનું બની શકતું નથી. કુટુંબ-પરિવાર તથા માલ-મિલ્કતના મજુર બની ગયેલાઓને ગુલામગિરિમાં ગુંગળાઈ ગયેલા હોવાથી ધર્મનું કે પરોપકારનું કોઈ કામ કરવાનું કહેવામાં આવે તે ઝટ કહેશે કે-“અમને ફુરસદ જ કયાં છે? અમારાં જ કામ કરવાના ઊભાં છે માટે કોઈ બીજાને કહે” એમ કહીને પિતાની ધર્મપરાયણતાના દેવાળાનું દર્શન કરાવે છે. તેવાઓને ઉપરને પ્રસંગ ધ્યાનમાં લેવા જેવું છે.
“સમજ્યા વગર તપસ્યા કરવી નકામી છે, સમજીને કરવાથી જ લાભ મળે છે માટે ન સમજાય ત્યાં સુધી તપસ્યા. કરવી નહિ.” આવાં વચને સંભળાવીને તપાધર્મના વિરોધીઓએ તપસ્યાથી વિમુખ રાખનારાઓએ ચંદન અને ભદ્રાએ કરેલી વર્ધમાનતપની આરાધનાની સાથે પડેસમાં રહેનારી ૧૬ સ્ત્રીએએ કરેલી આરાધનાનો પ્રસંગ સમજવા જેવું છે. એ પ્રસંગને વાંચીને તે ઉપર પૂરતે વિચાર કરે તે મનઘડંત, કલ્પનાઓને તથા ધર્મઘેલાનું બિરુદ આપવાની દુષ્ટ શિલીને જીવનમાંથી જરૂર દેશવટે દઈ શકાય એમ છે.
અનુમોદન કરનાર નરદેવને પ્રસંગ અનુમોદન કરનારાઓ માટે અનુપમેય દષ્ટાંતરૂપ છે. અમુક જાતના તપની આરાધના કરીને તેટલાથી જ પોતાનું અહોભાગ્ય માનનારાઓએ ધર્મની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com