________________
મીચંદ્ર કથાનકને સાર.
૧૭ ચંદ્રકુમારે મોટા મહોત્સવ પૂર્વક દીક્ષા લીધી. અને વિશાળ સંપત્તિને ભક્તા તથા મહાન રાજ્યને મહારાજા મટીને મમત્વભાવવર્ધક સર્વ સાધને ઉપરથી મમત્વભાવના ત્યાગરૂપ સંયમસામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ રાજા થયા. તેઓ દિનપ્રતિદિન ચઢતે પરિણામે નિરતિચારપણે ચારિત્રનું પાલન કરતા હતા. સર્વ સંવર ભાવમાં સ્થિર રહીને પૂર્વ સંચિત કઠિન કર્મોની નિર્જરા કરતાં કરતાં ક્ષપકશ્રેણિએ આરૂઢ થયા અને શુકલધ્યાનના અનુપમ બે પાયાને અવલંબીને કેવળજ્ઞાની થયા. નાશવંત સંપત્તિના રાજા મટીને શાશ્વતકાળના શાશ્વતસંપદાના શ્રી ચંદ્રકેવળી મહારાજા થયા. સુરાસુરનરેએ તેમના કેવળજ્ઞાનને મહોત્સવ કર્યો. દેશના અવસરે આહાર, શરીર અને આત્માને સંબંધ, આહારની અંધશ્રદ્ધામાં આમાની કેવી ખુવારી થાય છે, આત્માથીઓએ આહારની વાસના, લોલુપતા આદિને દેશવટે દેવા શ્રી વદ્ધમાન તપાધર્મનું સેવન કરવું જ જોઈએ. ઈત્યાદિ ભાવોને વિશેષ
સ્પર્શન કરતાં હતાં. ત્યારપછી શ્રીચંદ્રકેવળીએ રામાનુગ્રામ વિહાર કરી ૧૦૦૦ ધર્મવીરને અને ૮૦૦૦ ધર્મવીરાંગનાને સંયમ–સંપત્તિનું સુંદર દાન દીધું. અસંખ્ય આત્માઓને સમ્યકત્વ અને દેશવિરતિનું પ્રદાન કરીને ધર્મમાં દઢ કર્યા. શ્રીચંદ્ર કેવળીએ ૧૨ વર્ષ કુમારપણામાં, ૧૦૦ વર્ષ રાજ્યપાલન કરવામાં, ૮ વર્ષ છવસ્થાવસ્થામાં અને ૩૫ વર્ષ કેવળી આવસ્થામાં રહીને ૧૫૫ વર્ષનું આયુષ્ય પૂરું કરી પરમપદ-સિદ્ધિપદના સ્વામી થયા. તપેધમીઓએ આ કથાનકના સારને ગ્રહણ
કરવાની આવશ્યકતા આ તપધર્મવીર શ્રીચંદ્રકેવળીએ શ્રી આયંબીલ વર્ધમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com