________________
શ્રી ચંદ્રકુમારની અનુકરણીય ધર્મપ્રવૃત્તિ. કુશસ્થળીની પ્રજાને સનાથ કરીને શ્રીચંદ્ર મને નિશ્ચિત કર્યો છે. આ લેકનું કેઈપણ કાર્ય કરવાનું હવે મારે બાકી રહ્યું નથી, માટે પૂર્વે થઈ ગએલા કેટલાએક ચક્રવતીઓ અને મહારાજાઓની માફક હું પણ હવે પરલોકના સાધન માટે સંયમમાર્ગમાં સંચરવાને પ્રયત્ન કરું. આ નિશ્ચય કરીને તે વિચાર પિતાના પુત્રને જણાવ્યું. તે સાંભળીને પિતૃભક્ત પુત્રને પિતૃવિગના દુઃખને આઘાત તે લાગે, પરંતુ પિતાના પિતાનું અને સાથે પિતાનું પણ હિત સમજીને મહત્સવપૂર્વક દક્ષા અપાવવામાં સંમત થયે. ઘણું આડુંબરથી દીક્ષાના મહત્સવનો પ્રારંભ કર્યો. હજાર પુરુષોએ ઉપાડેલી શિબિકામાં પ્રતાપસિંહ રાજા બેઠા અને પુષ્પરાવર્તના મેઘની જેમ દાન આપતા આપતા દીક્ષા લેવાને માટે આચાર્યશ્રીની સમીપે પહોંચ્યા. સુવ્રતાચાર્યે દીક્ષા આપીને પ્રતાપસિંહ રાજાને પોતાના શિષ્ય બનાવ્યા.
પ્રતાપસિંહ રાજાની સાથે સૂર્યવતી રાણીએ, લહમીદત અને લક્ષમીવતીએ અને વૃદ્ધ પ્રધાનેએ પણ સંયમને સ્વીકારી
મૂળ બારવ્રત ઉશ્ચર્યા. સભાજનેમાંથી કેટલાકોએ વિવિધ જાતિના અભિગ્રહ અને નિયમે ગ્રહણ કર્યા. કેટલાક સમ્યકત્વમાં સ્થિર થયા અને કેટલાકે મિથ્યાત્વને વમીને સમ્યકત્વને પામ્યા.
શ્રીચંદ્રકુમારની અનુકરણેય ધાર્મિક પ્રવૃત્તિ. રાજ્યધુરાને વહન કરતાં છતાં પણ શ્રીચંદ્રની ધર્મારાધનમાં કેટલી બધી પ્રવૃત્તિ હતી તે જાણીને દરેક આત્મહિતેચ્છએ તેનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com